Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 10
________________ જગતના ઈતિહાસનું રેખાદર્શન ખંડ બીજો ૧૦૬. દુનિયાનું અવલોકન ૧૯ નવેમ્બર, ૧૯૩૨ જેના ઉપર નેપોલિયને લાંબા સમય સુધી પ્રભુત્વ ભોગવ્યું હતું તે જગતના રંગમંચ ઉપરથી તે આ રીતે જ રહ્યો. એ પછી ૧૦૦ વરસ વીતી ગયાં છે અને જૂની કેટલીયે ચર્ચાઓ તથા વાદવિવાદની આંધી શમી ગઈ છે. પરંતુ હું તને કહી ગયો છું તેમ લેકે હજી તેને વિષે ભિન્ન ભિન્ન અને એક બીજાથી ઊલટસૂલટી અભિપ્રાય ધરાવે છે. જે નેપોલિયન બીજા કોઈ વધારે શાંતિના સમયમાં જ હેત તો તે અદ્વિતીય સેનાપતિ થાત અને એથી વિશેષ કશી સિદ્ધિ ન મેળવત તથા તેના તરફ જગતનું ઝાઝું લક્ષ પણ ન ખેંચાત. પરંતુ કાંતિ અને પરિવર્તન એ તેને આગળ વધવાની તક આપી અને તેણે તે ઝડપી લીધી. તેના પતન અને યુરોપના રાજકારણમાંથી તેના દૂર થવાથી યુરોપના લોકોએ ભારે નિરાંત અનુભવી હશે કેમકે તેઓ વિગ્રહોથી થાકીને લોથપોથ થઈ ગયા હતા. એક આખી પેઢીએ સુલેહશાંતિ અનુભવી નહતી અને તે તેને માટે ઝંખી રહી હતી. નેપોલિયનના નામમાત્રથી જેઓ વરસ સુધી કમ્પતા રહ્યા હતા તે યુરેપના રાજારજવાડાએ સૌથી વિશેષ નિરાંત અનુભવી. ફ્રાંસ તેમ જ યુરોપમાં આપણે લાંબો કાળ ગાળે અને હવે તે આપણે ૧૯મી સદીમાં ઘણું આગળ વધી ગયાં છીએ. હવે આપણે દુનિયા ઉપર નજર કરીએ અને નેપોલિયન પડ્યો તે સમયે તે કેવી હતી તે જોઈએ. તને યાદ હશે કે યુરોપમાં રાજાઓ તેમ જ તેમના પ્રધાને વિયેનાની પરિષદમાં એકઠા મળ્યા હતા. નેપોલિયનને હાઉ જતો રહ્યો હતો એટલે હવે તેઓ કરેડો માનવીનું ભાવી ઘડવાની તેમની પુરાણી રમત પોતાની મરજીમાં આવે તેમ રમી શકે એમ હતું. લોકોને શું જોઈતું હતું અથવા તે કુદરતી રીતે કે ભાષાની દૃષ્ટિએ દેશની કઈ સરહદ હતી એને વિષે તેમને કશી લેવાદેવા નહતી. એ પરિષદમાં રશિયાનો ઝાર, ઈગ્લેંડ (તેને પ્રતિનિધિ કેસલરે હત), ઓસ્ટ્રિયા (તેને પ્રતિનિધિ મૅટનિક હત) અને પ્રશિયા વગેરે પ્રધાન સત્તાઓ હતી; એમાં એક વખતને નેપોલિયનને પ્રધાન કુશળ, ચાલાક અને પરિષદને ક-૧

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 862