Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સાનસાર www w wwww w .* ** * * ** * * * * * * * * * * * * * * * * * * * ઉપાધ્યાયજી મહાન તાર્કિક, અદ્વિતીય વિદ્વાન અને. સમર્થ વિચારક હતા એટલું જ નહિ, પણ તેઓ મહાન આધ્યાત્મિક અને યેગી હતા. તેમનામાં વિદ્વત્તા સાથે અધ્યાત્મને વેગ સુવર્ણ સાથે સુગંધના મેળ જે હતે. તેમને મહાન ચગી આનન્દઘનજીને સમાગમ થયે અને તેથી તેમને ઘણો આનન્દ થયું હતું. તે આનન્દના પ્રકટીકરણરૂપે તેમણે આનન્દઘનસ્તુતિરૂપ અષ્ટપદીની રચના કરી છે. આનન્દઘનજી આત્મિક આનન્દમાં મસ્ત રહેતા. તેના સંબધે ચોથા પદમાં કહ્યું છે કે - કાઉ આનન્દઘન છિદ્ર હી ખિત, જસરાય સંગ ચડી આયા; આનન્દઘન આનન્દરસ ઝીલત, દેખતે હી જસ ગુણ ગાયા. ઉપાધ્યાયજીને આનન્દઘનજીના સમાગમથી અપૂર્વ આધ્યાત્મિક લાભ થયે હતું, તેનું વર્ણન તેઓએ આઠમા પદમાં કર્યું છે– આનન્દઘનકે સંગ સુજસ મિલે જબ, તબ આનન્દસમ ભયે સુજસ; પારસસંગ લેહા જે ફરસત, કંચન હેત હી તાકે કસ. તેમણે અધ્યાત્મના વિષય ઉપર અનેક ગ્રન્થ રચ્યા છે, તેમાં અધ્યાત્મસાર અને જ્ઞાનસાર મુખ્ય છે. જ્ઞાનસા૨માં બત્રીશ અષ્ટકે છે અને એક એક અષ્ટકમાં એક એક વિષયનું અદૂભુત અને રહસ્યપૂર્ણ વર્ણન કરવામાં