Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
મૂલોત્તર વ્રત ભેદ છે, મૈત્રાદિક ગુણ જેહ, જિણવિધ જેમ અંગીકાર્યું નિર્વહવું તેમ તેહ રે. (ઢાળ ૭-૪)
આ સત્યના આચરણ માટે મનની શુદ્ધિ જોઈએ. આ મનની શુદ્ધિ ભાવશૌચ ધર્મ દ્વારા સિદ્ધ થાય છે, એમ કવિ દર્શાવે છે.
આ ભાવશૌચ મુનિ ભગવંત કેવી રીતે સિદ્ધ કરે છે એ વર્ણવતાં કહે છેભાવે બારહ ભાવનાજી, અનિત્યાદિક જેહ, લેશ નહિ જ્યાં દંભનોજી, અહનિશ નિરતિચાર. (ઢાળ ૮-૪)
આ બાર ભાવનાઓની નિર્મળતાપૂર્વકની સાધના એટલે સંસારની અનિત્યતા, અસારતા, વિચિત્રતાનું ચિંતન કે જેથી મન સંસારની ગંદકીમાં પાછું ડૂબકી ન લગાવે, અને અરિહંત પરમાત્માને ત્રિજગતના શરણ માની એમના ચરણમાં સાધકનું ચિત્ત નિશદિન ડૂબેલું રહે. વળી, એ પરમપ્રભુની સેવામાં ડૂબેલું મન નિરંતર તેમના પ્રરૂપેલા પંચ મહાવ્રતોમાં નિશદિન ડૂબેલું રહે છે. જેથી સંસારનો અશુભવિચારોનો મલ સ્પર્શી શકતો નથી.
આ શૌચ, મનની પાવનતાના પણ પાયારૂપે અકિંચન ભાવનો મહિમા વર્ણવે છે. ચોથો મુત્તિ-સંતોષ ગુણ તેમ જ નવમો અકિંચન ગુણ આમ તો ઉપરછલ્લી રીતે જ સરખા અનુભવાય, પરંતુ બે વચ્ચે સૂક્ષ્મ ભેદ રહ્યો છે. સંતોષ ગુણમાં સાધક મુખ્યત્વે આ ભવ સંબંધિત ભૌતિક પદાર્થોથી નિઃસ્પૃહતા કેળવે છે, તો અહીં અકિંચન ભાવથી સાધક આ ભવ પરભવની સર્વ ઇચ્છાઓ, વાસનાઓ પર વિજય મેળવે છે. એટલું જ નહિ, સાધક
નિંદા સ્તુતિ રૂસે તુસે નહિ, નવિ વર્તે પર ભાવ, સુખ દુઃખે આપ સ્વરૂપ ન પાલટે, કર્મ પ્રકૃતિ ચિત્ત લાવ”
(ઢાળ ૯-૫). આમ અકિંચનગુણ એ નિઃસ્પૃહતા અને આત્મસ્વભાવની રમણતાને દર્શાવે છે. આ સાધક જગતની બહાર પૌદ્ગલિક હલચલથી સંપૂર્ણ નિઃસ્પૃહ બને છે.
- જે વ્યક્તિ ખરો અકિંચન હોય તે જ સાચા બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે. આ બ્રહ્મચર્યના પાલન કરનારને શીલ સુગંધા સાધુ' કહી તેને જ્ઞાનધારા
૫) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪