Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 11
________________ તડકો અને છાંયડો એક સાથે રહી શકતા નથી, તેમ મમતા-સમતા સાથે ન રહી શકે. તો આ લોભનો પ્રતિકાર સંતોષ દ્વારા કેવી રીતે કરી શકાય તે વર્ણવતાં કહે છે. લોભ જલધિજલ લહેરે ઉલટે, લોપે શુભ ગુણ દેશોજી, સેતુ કરીજે જિહાં સંતોષનો, નવિ પસરે લવલેશોજી. ૫ સંતોષરૂપી સેતુ બનાવ્યા પછી લોભસમુદ્રનું જળ શુભ ગુણોને નષ્ટ કરવા આવી શકતું નથી. કવિ અહીં પ્રથમ ચાર યતિધર્મ વડે મનુષ્યજીવનમાં મૂંઝવતા ક્રોધમાન-માયા-લોભ રૂપ ચાર કષાયોના પ્રતિકાર કરવાની અપૂર્વ ચાવીઓ ક્ષમા, નમ્રતા, ઋજુતા અને સંતોષ ગુણ દ્વારા દર્શાવે છે. હવે સાધક વધુ ઉચ્ચતર ગુણો માટે તત્પર બને એ માટેની ભૂમિકા રચાઈ છે. આ ચાર ગુણવાળો સાધક સાચી તપશ્ચર્યા કરી શકે. નિર્લોભ હોય તે પોતાની ઇચ્છાનાં જયરૂપી તપને યથાર્થપણે કરી શકે, એમ કહી કવિ તપના બાર પ્રકાર વર્ણવે છે. ઊણોદરી તપને વર્ણવતાં કવિ કહે છે, અલ્પે ભોજન તે બાહ્ય ઊણોદરી છે, પરંતુ ક્રોધ આદિ કષાયનો ત્યાગ તે ભાવ ઊણોદરી છે, એ જ રીતે વિવિધ બાર પ્રકારનાં તપો વર્ણવી કવિ અંતે કહે છે, સમક્તિરૂપી ગોરસનું તપ દ્વારા વલોણું કરવાથી આત્માનું જ્ઞાનથી વિમલ ઘૃતરૂપ પ્રગટ થાય છે. ત્યાર બાદ છઠ્ઠા સંયમ ધર્મને વર્ણવતાં કવિ કહે છે છઠ્ઠો મુનિવર ધર્મ છે, સમય સમય શુભ ભાવ, સંયમ નામે તે જાણીયે, ભવજલ તારણ નાવ.’ (ઢાળ ૬-૨) કેટલીય વ્યક્તિઓ દ્રવ્યસંયમી થઈ જાય છે, પરંતુ ભાવસંયમની આરાધનામાં મન-વચન-કાયાની એકાગ્રતારૂપ સત્યની સાધના જોઈએ. આ સત્યની સાધનાથી જ આત્મા અકુટિલ-લુચ્ચાઈ વગર શુદ્ધ ભાવની પ્રાપ્તિ કરી શકે. સાધુએ સત્યની આરાધના કેવી રીતે કરવાની છે તે દર્શાવતા કહે છે . - જ્ઞાનારા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪ ४

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 218