________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | શ્રી તારક ગુરૂદેવાય નમઃ |
(પ્રસ્તાવના) ગુણાત્મક ધર્મના આગ્રહી એવા પૂ. ગુરૂદેવનું ચાતુર્માસ ૨૦૪૧ માં સમી ગામમાં થયેલું ત્યારે પૂજ્યશ્રી એ શ્રી શાન્તિચન્દ્રસૂરિ વિરચિત અને આજના શ્રાવકને સાચો શ્રાવક બનાવે એવા “ધર્મરત્નપ્રકરણ' નામના ગ્રંથ પર સુંદર અને સરળ શૈલીમાં પ્રવચન કરેલું. એ પ્રવચનોને અક્ષરદેહ આપવાનું કામ આ પુસ્તકમાં કરવામાં આવેલું છે. આ પુસ્તકના પ્રથમ ભાગનું વિમોચન ગયા ચોમાસામાં અમદાવાદ જૈન સોસાયટીમાં કરેલું. તેમાં કેવો શ્રાવક ધર્મનો અધિકારી બની શકે? તેના ચાર ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે અને આ પુસ્તકમાં બીજા છ ગુણોનું વર્ણન તથા પર્યુષણના વ્યાખ્યાનો આલેખવામાં આવ્યા છે. અક્રૂર, પાપભીરૂ, કૃતજ્ઞ, દાક્ષિણ્ય, લજ્જાળુ અને દયાળુ. પ્રથમ ભાગનું વાંચન ખૂબ જ લોપ્રિય બનેલું. લોકોની બીજા ભાગ માટે ઘણી માંગ હતી, તેથી બીજા ભાગનું સંપાદન કરવામાં મને પ્રોત્સાહન મળ્યું. પૂ. ગુરૂદેવના વ્યાખ્યાનમાં રહેલી તાકાત, સચ્ચાઈનો એ તાદૃશ પુરાવો છે. શ્રાવકોમાં રહેલી શ્રદ્ધાનું તે પ્રતિક છે. આપણુ જીવન એ એક કેલિડોસ્કોપ જેવું છે. તેમાં અનેક ડિઝાઈનો રહેલી છે. જરાક વળાંક આવે એ ડિઝાઈન બદલાઈ જાય છે એકવાર ગયેલી ડિઝાઈન ફરી આવી શકતી નથી. આ પુસ્તકનું વાંચન શ્રાવકોના જીવનની દિશા બદલશે તોજ પ્રકાશન સાર્થક થશે. આજના સમયમાં કહેવાતા વૈજ્ઞાનિક યુગમાં જ્યારે નીતિનું ચારે તરફથી ધોવાણ થઈ રહ્યું છે ત્યારે આ પુસ્તક ધર્મની સાચી સમજ આપનારી દિવાદાંડી સમાન બની રહેશે.
સમીના ચોમાસા દરમ્યાન મેં વ્યાખ્યાનની જે નોટબુકો બનાવેલી તેમાંથી પ્રથમ નોટબુકના વ્યાખ્યાન તો પ્રથમ ભાગમાં આવી ગયા પણ બીજી નોટબુક કોઈને વાંચવા માટે આપેલી તે ઘણી મહેનત કરવા છતાં મળી નહીં તેથી આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org