Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
પ્રસ્તાવના
૧૩
મતલબ, કહેવતને ખરે ભાવાર્થ જાણ્યા વગર તેને ઉપયોગ વ્યવહારમાં ન મૂકવો જોઈએ.
મારી જીંદગીમાં હું કાઠિયાવાડમાં ઘણું અનુભવી માણસોના સમાગમમાં આવેલો હોવાથી કહેવતો અને સાખીઓ, દુહાઓ અને રાફડીઆ સાંભળવામાં આવતા અને એવા સાહિત્યની જિજ્ઞાસાથી તથા મારા મિત્ર ખાન બહાદુર બેજનજી મહેરવાનજી ડમરી તથા બીજા મિત્રોની પ્રેરણાથી આ નાનું પુસ્તક પ્રકટ કરવાનું બન્યું છે. | વાંચનાર જોઈ શકશે કે આપણું ગુજરાતી ભાષામાં અહીંતહીં વેરણું છેરણ થઈ પડેલી કહેવતને ચુંટી કાઢીને આવા આકારમાં ગોઠવવી એ કામ બનતા પ્રયાસથી કર્યું છે.
દરેક કહેવત કાંઈને કાંઈ કારણસર જન્મ લે છે, તેથી તેનું મૂળ જાણવાને દષ્ટાંત હોય છે, પણ જો એ દરેક કહેવતનાં મૂળ ઊકેલવામાં આવે એટલે તેનાં દૃષ્ટાંત આપવામાં આવે તો પુસ્તક બહુ મોટું થઈ પડે ને તેથી ફક્ત નમુના તરીકે કાઈ કઈ કહેવતને લગતા ટુંકામાં દષ્ટાંતે યોગ્ય સ્થળે આપવામાં આવ્યાં છે.
કહેવતની પાછળ સુભાષિત દુહાઓ તથા એવાં જ જાણીતા પુરૂષોનાં બોધદાયક શિક્ષારૂપ વચને આપવામાં આવ્યાં છે તે વાંચનારને ઉપદેશ રૂપ થઇ પડશે.
આ પુસ્તક ગુજરાતી ભાષા જાણનારને ઉપયોગી થઈ પડશે તે મને સંતોષ થશે. વિજયાદશમ ૧૯૬૭, ૧
આશારામ દલીચંદ શાહ શાહપુર, અમદાવાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com