Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
પ્રસ્તાવના
મૂકવામાં આવ્યો છે. બળા ને બદલે એ લોકો “ર” અક્ષર વાપરે છે, જેમકે વારી, ગેરી, કારૂ, પીરું, ગાર, કરસીઓ વિગેરે. પછી એ પ્રાંતમાં જામનગરમાં “શ”ને ઠેકાણે “સ” વપરાય છે. જેમકે, “શુંને ઠેકાણે “શું” જઈને બદલે જઈશું; “આવીશું” ને ઠેકાણે “આવીશું.” ગુજરાતમાં કહડી, કહાડવું, કહેવાય છે, ને એ પ્રાંતમાં કદી, કાઢવું ઇત્યાદિ વપરાય છે.
ઝાલાવાડમાં ક, ખ, ગ, ઘ કુટાઈ ગયા છે. આ અક્ષરને બદલે કેટલાક ઠેકાણે ચ, છ, જ વપરાય છે; જેમકે, “ફીકે” ને બદલે “ચકે,” કાકી” ને બદલે “ચાચી,” ક્યાં” ને બદલે બચ્ચાં” “ખીચડી” ઠેકાણે “છીસડી” “ખીંટીને બદલે “છીંટી;” “ધી” ને ઠેકાણે “ઝી.”
ગોહિલવાડમાં ચ, છ ને બદલે “સ” બેલાય છે; જેમકે, ચાહ ને ઠેકાણે “સાહ” “જેટલી” ને ઠેકાણે “સોટલી;” “ચાર” ને ઠેકાણે “સાર” વિગેરે. સોરઠમાં “હું” ને બદલે “છ” વપરાય છે; જેમકે, “જાયે” છે,“આવે છે;” “મને” ઠેકાણે “હ” લખાયલાય છે.
સુરત તરફ પણ “શ” ને ઠેકાણે “સ” બોલાય છે; વખતે “હું” છીએને બદલે છે: “ચ” વપરાય છે, જેમકે, “આવેચ” “જાયેચ” ખાચ.” વળી ભૂતકાળને પ્રત્યય યા વિગેરે તે આંહીની માફક ક્રિયાપદને છેડે નહિ મેલતાં વચ્ચે “ચ” મૂકે છે; જેમકે, “આયવા “લાયવા”
ઓયેલા.” વળી કેટલાંક વાક્યો વિચિત્ર રીતે બેલાય છે; જેમકે એલહા તે મારી લાખહા.” તેમજ વડોદરા અને ચોતર ભણી પણ કેટલાક શબ્દોમાં તફાવત પડે છે. ચરોતર તરફ “ગામને બદલે “ગોમ” “ઈએ ઠેકાણે એ, જેમકે, “પીપળાને ઠેકાણે પળે,” “લીમડાને ઠેકાણે “લેમડે” મતલબ કે “બાર કોષે ભાષા બદલે એ કહેવત ઉપલાં દષ્ટાંતથી યથાર્થ કરે છે.
લખણ ન બદલે લાખા” એ પણ સત્ય જ છે. જે ટેવ પડે છે તે ટળતી નથી. કૂતરાની પૂછડીને ગમે તેટલી વાર સુધી ભોયમાં દાટ કે રાખે, પણ પાંસરી ન થતાં છૂટી થાય કે વાંકી ને વાકી જ રહેવાની.
“ભલાં ભવો નવ વીસરે, નગુણું ના'વે ચિત;
કાળી ઊન કમાણસ, ચહડે ન દુજે રંગ.” અર્થાત ભલા માણસો ભવભવ વિસરે નહિ ને નગુણા એટલે ગુણ વગરનાં માણસે સ્મરણમાં પણ આવે નહિં; એટલે તેની યાદી પણ ન રહે.
કાળી ઊન, કમાણસ એટલે નઠારાં મનુષ્યોને ગમે તેવો રંગ ચહડાવીએ, પણ તેના પર બીજે રંગ ચડે જ નહિ; જે રંગ છે તેને તે જ રહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com