Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah

View full book text
Previous | Next

Page 14
________________ ૧૨ પ્રસ્તાવના આવી રીતે કહેવામાંથી અનેક બેધ મળી શકે છે. તીન જનકા સંગ ન કીજે, લંગડ, બુયડ, કાનેકા” લંગડે, બુચ ને કારણે એ ત્રણેને સંગ ન કર. મતલબ એ ત્રણેનો સંગ કરવાની જરૂર પડે તો તેનાથી સાવચેત રહેવું, કારણ કે તેમનામાં કાંઈક કપટભાવ પાથરવાની ને લોકોને છેતરવાની બીજા લોકે કરતાં વિશેષ કળા હેાય છે. કહેવત સાધારણ રીતે બેલી જવાની નથી, પણ તેને ખાસ અનુ. ભવ કરવાનો હોય છે. અનુભવ અભ્યાસ વગરનો થતો નથી અને અભ્યાસ પણ ઉડાણુ યનથી કરવાનો છે. બાકી અર્થને બદલે અનર્થ પણ કહેવતોના અભ્યાસ વગર એકલા ગોખવાથી થાય છે. “કાણુઆ નર કોક સાધુ, કેક નિર્ધન તાલીઆ કહેવત કહેવાય છે. તેનો અર્થ એ છે કે, “જેના માથામાં ટાલ પડી હોય, તે કાઈક જ નિર્ધન હોય છે.” મતલબ ટાલવાળો માણસ શ્રીમંત જ હોય. આ કહેવત સામુદ્રિક વિદ્યા પ્રમાણે જેના માથામાં સ્વાભાવિક તાલ હોય તેને જ માટે છે. તે ઉપર એક દૃષ્ટાંત છે કે-- કોઈ એક માણસને સામુદ્રિક શામ જાણનારાએ કહ્યું કે, “જેના પગમાં ઉર્ધ્વ રેખા હોય, તેના નસીબમાં ચઢવાને ઘોડું મળે.” પણ તે માણસ મૂર્ખ હતા તેથી સામુદ્રિક શાસ્ત્રવેત્તાની કહેવાની મતલબ તે ન સમજે. તે માણસના પગમાં ઉર્વ રેખા નહેતી તેથી તેણે એક લોઢાંને ચીપિયો અગ્નિમાં લાલચોળ તપાવ્ય ને પિતાના જમણા પગમાં દબાવ્ય ને ઉર્વ રેખા સરખી નિશાની કીધી. માંસ બળી જવાથી કેટલાક દિવસ સુધી તેને બિછાનામાં રહેવું પડ્યું ને અંતે પગમાં કાયમની ખોડ આવી, તેથી લાકડાંની ઘેડી વડે ચાલવાને વખત આવ્યો. એક દિવસ તેને પેલો સામુદ્રિક શાસ્ત્રવેત્તા માર્ગમાં મળ્યો તેને પેલા મૂખાએ કહ્યું કે, “તમે મને તે દિવસે કહેતા હતા કે જેના પગમાં ઉર્વ રેખા હેય તેને બેસવાને ઘોડી મળે છે, તે મને કેમ ન મળી? મારા પગમાં ઉર્ધ્વ રેખા પાડી છે તે જુઓ.’ શાસ્ત્રવેત્તાએ જવાબ દીધે, “અમારું કહેવું કઈ દિવસ અસત્ય ન જ કરે; તમને પણ તમારી ઉર્વ રેખાનું ફળ મળ્યું છે. જેવી તમારી ઉર્ધ્વ રેખા તેવું તેનું ફળ. એ સ્વાભાવિક ખરી ઉર્વ રેખા હેત તો તમને ખરી ઘોડી બેસવાને માટે મળત; પણ તમે તમારા પગમાં હસ્તકૃત ઉર્ધ્વ રેખા પાડી તો તમને છંદગી સુધી હસ્તકૃત લાકડાની ઘડી મળી છે તે લઈને ફરે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 518