Book Title: Gatha Manjari Author(s): Harivallabh Bhayani Publisher: S S Singhvi View full book textPage 9
________________ સંપાદકીય સાતવહન-હાલ કવિના વિખ્યાત પ્રાકૃત મુક્તકોના સંગ્રહ ગાહાકોસ' (= ગાથાકોશ) કે “સપ્તશતક' (અથવા “ગાથાસપ્તશતી')માંથી પસંદ કરીને મેં ૨૭૫ મુક્તકોનો અનુવાદ, મૂળ પાઠ અને ભૂમિકા સાથે સદ્ગત ઉમાશંકરભાઈના ગંગોત્રી ટ્રસ્ટ દ્વારા ૧૯૭૬માં “ગાથામાધુરી' એવા નામે પ્રકાશિત કર્યો હતો. તેની બીજી આવૃત્તિ ૧૯૯૦માં પ્રકાશિત થઈ છે. પ્રસ્તુત “ગાથામંજરી' માં એ જ મુક્તકસંગ્રહમાંથી પસંદ કરેલ એક સો મુક્તકો મૂળ અને અનુવાદ સાથે આપ્યાં છે. ગાથામાધુરી'ની જેમ તેમનું વિષયવાર વર્ગીકરણ કર્યું છે. “ગાથામાધુરી'ની મુક્તકપ્રકાર વિશેની પ્રસ્તાવના આ પુસ્તકમાં પુનર્મુદ્રિત કરી છે. કાવ્યરસિકો અવશ્ય આ પ્રાકૃત મુક્તકો માણ્યા વગર નહીં રહે. “ગાથામંજરી'નો પા સંશોધનાત્મક અને શૈક્ષણિક ગ્રંથમાલામાં સમાવેશ કરવા માટે હું પાર્થ ફાઉન્ડેશન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું. ગુરુપૂર્ણિમા, વિ.સં.૨૦૫૪ જુલાઇ, ૧૯૯૮ હરિવલ્લભ ભાયાણીPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60