Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi

View full book text
Previous | Next

Page 45
________________ ૪૩ માન ૪૬. તહ માણો માણ-ધણાએ તીઅ એમેઅ દૂરમણુબદ્ધો । જહ સો અણુણી પિઓ એક્ક-ગામે ચ્ચિઅ પઉત્થો ॥ ૨.૨૯ એ માનધન નારીએ એટલું બધું માન બાંધી રાખ્યું કે અનુનય કરીને ગયેલો તેનો પ્રિયતમ જાણે કે એક જ ગામમાં હોવાછતાં પ્રવાસી બની ગયો. ૪૭. તહ તસ્સ માણપરિવગ્નિઅસ્સ ચિર-પણઅ-બદ્ધ-મૂલસ્સ | મામિ પડંતસ્સ સુઓ સદ્દો-વિણ પેમ્મ-રુક્મસ || ૫.૩૧ કેવું માન વડે છેરેલું અને ચિરકાળના પ્રણયથી દઢમૂળ બનેલું એ પ્રેમવૃક્ષ! પણ, સખી, એ તૂટીને પડતાં અવાજ સ૨ખો પણ ન સંભળાયો ! ૪૮. ણ-વિ તહ અણાલવંતી, હિઅઅં ઘૂમેઇ માણિણી અહિઅં । જહ દૂર-વિઅંભિઅ-ગરુઅ-રોસ-મઝ્ઝત્થ-ભણિએહિં ॥ ૬.૬૪ તે માનિની મારી સાથે નથી બોલતી તે મારા હૃદયને એટલું સાલતું નથી, જેટલું અતિશય વધી ગયેલા રોષને કારણે તેનું તટસ્થ ભાવે બોલવું સાલે છે. રૂસણું ૪૯. પણઅ-કુવિઆણ દોણ્ડ-વિ અલિઅ-પસુત્તાણ માણઇત્તાણ । ણિચલ-ણિરુદ્ધ-ણીસાસ-દિષ્ણ-કÇાણ કો મલ્લો । ૧.૨૭ પ્રણયકલહમાં માન ગ્રહણ કરીને સુઈ ગયાનો ઢોંગ કરી રહેલાં, અને નીસાસાને તદ્દન રૂંધી દઈને કાન સરવા રાખી રહેલાં એ બંનેમાં, એ દશા સહી લે એવો કોણ મલ્લ છે ? ૫૦. અચ્છોડિઅ-વત્થદ્વૈત-પત્થિએ મંથર તુમં વચ્ચે । ચિંતેસિ થણહાઆસિઅલ્સ મજ્ઞસ્સ-વિ ભંગં ॥ ૨.૬૦ પાલવનોછેડો ખેંચી લઈને ચાલી જતી તું જરા ધીરે ચાલ – સ્તનના ભારે દબાતી તારી કટિ ક્યાંક ભાંગી પડશે તેની ચિંતા તને નથી ?

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60