Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi

View full book text
Previous | Next

Page 44
________________ ૪ ર દૂતી ૪૨. નાહં દૂઈ ણ તુમ , પિઓ ત્તિ કો અપ્ટએO વાવારો | સા માં તુ... અઅસો , તેણ અ ધમ્મફખરે ભણિમો . ૨.૭૮ હું કાંઈ એની દૂતી નથી, તેમ તું કાંઈ એનો પ્રિયતમ નથી – આપણે આમાં પંચાત શું કામ કરવી? આ તો એ મરે છે, અને તને અપજશ આવે છે એટલે અમે ધરમનાં બે વેણ કહીએ છીએ. ૪૩. દૂઈ તુમ ચિઅકુલા , કફખડ-મઉઆઇં જાણસે બોલેઉં ! કંડુઅ-પંડુર જહ, ણ હોઈ તહ ત કરેજ્જાસુ || ૨.૮૧ તું ઘણી કુશળ દૂતી હોઈને કઠોર તેમ જ મૃદુ વચન ક્યારે બોલવા તે જાણે છે. તો ખાજને વધુ પડતી ખજવાળીને પાંડુર બની ન જાય તેમ કરજે. માનીતી ૪૪. અજ્જ કઇઓ-વિ દિઅહો, વાહ-વહૂ રૂવ-જોવણુમ્મત્તા ! સોહગ્સ ધણુપ-છલેણ રચ્છાસુ વિખિરઈ / ૨.૧૯ રૂપ અને યૌવનથી ઉન્મત્ત વ્યાધપત્ની હજી પણ કેટલાય દિવસોથી શેરીમાં ધનુષ્યનાછોલને વિખેરી રહી છે – જાણે કે પોતાનું સૌભાગ્ય પ્રદર્શિત કરતી હોય તેમ. ૪૫. સિહિ-મેહલાવતંસા, વહુઆ વાહસ્સ ગબિરી ભઈ ગઅ-મોત્તિઅ-રઈઅ-પસાહણાણે મજુઝે સવત્તીર્ણ || ૨.૭૩ ગજમોતીનાં આભૂષણો પહેરેલી શક્યોની વચ્ચે વાધની માનીતી પત્ની મોરપિચ્છનું કર્ણાભૂષણ પહેરીને સગર્વ ભમી રહી છે.

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60