Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi
View full book text
________________
૪૦
૬૫. રૂએ અચ્છીસુ કિએ, ફરિસો અંગેનું જંપિએ કણે | હિઅઅ હિઅએ શિહિઅં, વિઓએ કિં દેÒણ | ૨.૩૨
તેનું રૂપ નેત્રમાં વસી ગયું છે, સ્પર્શ અંગમાં, વેણ કાનમાં ને હૃદયમાં હૃદય નિહિત છે : આમાં દૈવે વિયોગ શો કરાવ્યો? વિયોગ-વિરહ, ૬૬. મુગંતિ દીહ-સાસં, ણ અંતિ ચિર, ણ હોંતિ કિસિઆઓ | ધણાઓ તાઓ જાણે, બહુ-વલહ વલ્લો ણ તુમ || ૨.૪૭
હે અનેક સુંદરીઓના માનીતા, ધન્ય છે એ સુંદરીઓ જેમને તું વહાલો ન હોઈને, નથી મૂકતી લાંબા નીસાસા, નથી રડ્યા કરતી,
નથી દૂબળી પડતી. ૬૭. તા રુણું જા રુવઈ, તાછીણે જાવ છિન્જએ અંગે !
તા ણીસસિએ વરાઈએ, જાવ આ સાસા પહખંતિ / ૨.૪૧ - એ બિચારી રડી શકી ત્યાં સુધી રડી, શરીર સુકાઈ શકાય ત્યાં
સુધી સુકાઈ, અને શ્વાસ પહોંચ્યા ત્યાં સુધી નિઃશ્વાસ નાખતી રહી. ૬૮. જીવિઅ-સેસાએ મએ, ગમિઆ કઈ કઈ-વિ પેમ્પ-દુદ્દોલી |
એહિ વિરમસુરે 4-હિઅઅ મા રજ્જસુ કહિ પિ // ૨.૪૯ . પ્રેમનો ઝંઝાવાત જેમ તેમ પાર કરીને હું માંડ માત્ર જીવતી બચી
– હે બળ્યા હૈયા, હવે તું અટકજે – ક્યાંય પણ આસક્ત ન બનતું. ૬૯. તેણ ણ મરામિ મણૂહિ પૂરિઆ અજ્જ જેણ રે સુહા | તુમ્નઅ-મણા મરંતી મા તુજ્જ પુણો-વિ લગિસ્સે || ૪.૭૫
રે સુભગ, રોષે ભરપૂરછતાં હું હજી મરતી તો એટલા માટે નથી કે તારામાં મન વળગ્યું હોય ને હું મરું તો ફરી પાછી તારે માથે આવી પડું.

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60