Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi
Catalog link: https://jainqq.org/explore/006067/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગાથામજરી હરિવલ્લભ ભાયાણી Page #2 -------------------------------------------------------------------------- ________________ Sātavāhana Hāla's Gābākosa or Gāthāsaptaśati is the most renowned and highly valued earliest collection of Prakrit Muktakas, which has been translated in numerous languages, Indian and Western. In 1968, the present writer had published a Gujarati translation of selected Gāthās out of a total of seven hundred. In the present work other one hundred Gāthās are given with Gujarati translation, subjectiwise classification and the earlier introduction on the nature, character, scope and literary worth of the Muktaka poetry alongwith a brief historical note. Page #3 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વ સંશોધનાત્મક અને શૈક્ષણિક ગ્રંથમાલા ક્રમાંક-૪ ગાથામંજરી અમદાવાદ ૧૯૯૮ Page #4 -------------------------------------------------------------------------- ________________ Parshwa International Foundation for Research and Education Academic Advisory Council H. C. Bhayani President S. S. Singhvi Madhusudan Dhaki Nagin Shah OFFICE : 4-A, Ramya Apartment, Opp. Ketav Petrol Pump, Polytechnic, Ambawadi, Ahmedabad : 380 015.; Phone : 079 - 6562998 E-mail : singhvi@ad1.vsnl.net.in Page #5 -------------------------------------------------------------------------- ________________ ગાથામંજરી સાતવાહન-હાલ કવિ સંપાદિત મૂળ પ્રાકૃત ગાથાકોશમાંથી પસંદ કરેલ એક સો મુક્તકોનો મૂળ સાથે અનુવાદ અનુવાદક હરિવલ્લભ ભાયાણી प्रकाशक पार्श्व शैक्षणिक और शोधनिष्ठ प्रतिष्ठान अहमदाबाद १९९७ Page #6 -------------------------------------------------------------------------- ________________ Gāthā-mañjari - Translation of Select Prakrit Verses by H. C. Bhayani. © હરિવલ્લભ ભાયાણી ૨૫/૨, વિમાનગર, સેટેલાઈટ રોડ, અમદાવાદ - ૩૮૦૦૧૫. પહેલી આવૃત્તિ: મે ૧૯૯૮ નકલ : ૩૦૦ કિંમત રૂા. ૬૦/પ્રકાશક: એસ. એસ. સીંઘવી ૪-એ, રામ્ય એપાર્ટમેન્ટ, કેટર પેટ્રોલ પમ્પની સામે, પોલીટેકનિક, આંબાવાડી, અમદાવાદ - ૩૮૦૦૧૫. વિક્રેતા : સરસ્વતી પુસ્તક ભંડાર અમદાવાદ. પાર્થ પ્રકાશન ઝવેરીવાડ, રીલીફ રોડ, અમદાવાદ – ૧. મુદ્રક: રાકેશ ટાઇપો-ડુપ્લીકેટીંગ વર્ક રાકેશ કોમ્યુટર સેન્ટર ર૭ર, સેલર, બી. જી. ટાવર્સ, દિલ્લી દરવાજા બહાર, અમદાવાદ - ૩૮૦૦૦૪. Page #7 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યના પ્રકાંડ વિદ્વાન, મિત્રવર વી. એમ. કુલકર્ણીને સાદર Page #8 -------------------------------------------------------------------------- ________________ Publisher's Foreword Due to several reasons the Parshwa International Foundation for Research and Education has been not able immediately to undertake academic activities as it had planned. Eventhen it has published so far four books relating to Prakrit research and Jainology. We are happy to bring out this Gujarati translation of a hundred selected Gātrās from the famous collection of Prakrit Muktakas, viz. Hāla's Gathākośa. Dr. Bhayani is not only a veteran scholar of our Classical languages and literatures, but he has produced a dozen translations - actually many of them free translations and hence highly readable - of well-known Classical texts of high literary value. We are grateful to him for accepting our request to include his present work in our series. Nagin Shah Member, Academic Advisory Council S. S. Singhvi President, PIFRE Page #9 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય સાતવહન-હાલ કવિના વિખ્યાત પ્રાકૃત મુક્તકોના સંગ્રહ ગાહાકોસ' (= ગાથાકોશ) કે “સપ્તશતક' (અથવા “ગાથાસપ્તશતી')માંથી પસંદ કરીને મેં ૨૭૫ મુક્તકોનો અનુવાદ, મૂળ પાઠ અને ભૂમિકા સાથે સદ્ગત ઉમાશંકરભાઈના ગંગોત્રી ટ્રસ્ટ દ્વારા ૧૯૭૬માં “ગાથામાધુરી' એવા નામે પ્રકાશિત કર્યો હતો. તેની બીજી આવૃત્તિ ૧૯૯૦માં પ્રકાશિત થઈ છે. પ્રસ્તુત “ગાથામંજરી' માં એ જ મુક્તકસંગ્રહમાંથી પસંદ કરેલ એક સો મુક્તકો મૂળ અને અનુવાદ સાથે આપ્યાં છે. ગાથામાધુરી'ની જેમ તેમનું વિષયવાર વર્ગીકરણ કર્યું છે. “ગાથામાધુરી'ની મુક્તકપ્રકાર વિશેની પ્રસ્તાવના આ પુસ્તકમાં પુનર્મુદ્રિત કરી છે. કાવ્યરસિકો અવશ્ય આ પ્રાકૃત મુક્તકો માણ્યા વગર નહીં રહે. “ગાથામંજરી'નો પા સંશોધનાત્મક અને શૈક્ષણિક ગ્રંથમાલામાં સમાવેશ કરવા માટે હું પાર્થ ફાઉન્ડેશન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું. ગુરુપૂર્ણિમા, વિ.સં.૨૦૫૪ જુલાઇ, ૧૯૯૮ હરિવલ્લભ ભાયાણી Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત કાવ્યનું ગૌરવ આંમઅં પાઇઅ-કવ્યું, પઢિઉં સોઉં-ચ જે ન-યાણંતિ : કામરૂ તત નત્તિ, કુણંતિ તે કહ ન લર્જતિ | અમૃત જેવી પ્રાકૃત કવિતાના પઠન કે શ્રવણથી જેઓ અજ્ઞાત છે, ને છતાં જેઓ કામતત્ત્વનો ઊહાપોહ કરવા બેસે છે, તેઓ કેમ લાજતા નહીં હોય?’ ગાહાણે ગીયાણ, તંતી-સદાણ પોઢ-મહિલાણા તાણ-ચિય સો દંડો, જે તાણ રસ ન-વાણંતિ છે. “જેઓ ગાથાકાવ્યોના, ગીતોના, વીણાવાદનના અને પ્રૌઢ નારીઓના રસથી અજાણ છે, તેમનો તે જ દંડ.” ગાહાણ રસા મહિલાણ વિક્સમાં કઇયણાણ ઉલ્લાવા !' કસ્સન હરંતિ હિયય, બાલાણ-મમ્મણલ્લાવા | ગાથાઓના રસ, મહિલાઓના હાવભાવ, કવિજનોની ઊક્તિઓ અને બાળકોના કાલા બોલ કોના હૃદયને હરતા નથી?' મુત્તાહલં-વ કળં , સહાવ-વિમલ સુવષ્ણ-સંઘડિયા સોયાર-કણ-કુહરશ્મિ પડિયું પાયર્ડ હોઈ // “મૌક્તિક સમું કાવ્ય સહજનિર્મળ અને સુવર્ણજડિત હોય તો પણ શ્રોતાના કર્ણવિવરમાં પ્રકટ થાય ત્યારે જ તેનું સાચું પ્રાકટ્ય થાય છે.' દુખ કરઈ કવ્વ, કબૂમિ કએ પઉંજણા દુખ ! સંતે પઉંજમાણે, સોયારા દુલહા હોતિ // “એક તો કાવ્ય રચવું કઠિન છે, રચ્યા પછી તેનો પઠન-પ્રયોગ કઠિન છે, ને પઠન-પ્રયોગ થાય ત્યારે યોગ્ય શ્રોતા મળવા કઠિન છે.' Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ * પ્રસ્તાવના પૃ. ૧૦-૩૨ મુક્તક કાવ્ય સ્વરૂપ અને પ્રકાર *મુક્તતા *લાઘવ * ચિત્રાત્મકતા અને દ્યોતકતા * વિષયો * મુક્તકોના પ્રકાર *મુક્તકરચનાની વિપુલતા * મૂળ સ્રોતો * પ્રાચીન મુક્તકો * “અમરુશતક' * ભર્તુહરિનાં શતકો * પર્યાયબંધ, વ્રજ્યા, કોશ * સંસ્કૃત મુક્તકસંગ્રહો * પ્રાકૃત મુક્તકસંગ્રહો * મુક્તકોના વર્ગ : વિષયવિભાગ *હાલ કવિ * “ગાથાકોશ” કે “સપ્તશતી * વિષયસામગ્રી * પ્રેમકવિતા * અર્થની વ્યંગ્યતા *પ્રેમનાં સ્વરૂપ, સામગ્રી, પરિવેશ* પ્રકૃતિકવિતા, સ્વભાવચિત્રો *સ્વભાવોક્તિ*અલંકારો * ગ્રામીણ જીવનનો પરિવેશ *અન્યોક્તિ અને સુભાષિતો * ગાથા છંદ* પઠનકલા * પ્રાકૃત ભાષા * વિદગ્ધ શૈલી * પ્રસ્તુત સંકલન * વિષયવિભાજન * આસ્વાદ્યતા *ટૂંકી સંદર્ભસૂચિ. મૂળ પ્રાકૃત પાઠ અને અનુવાદ પૃ. ૩૩-૫૪ દેવસ્તુતિઃ (૩૩) ઋતુઓ : વસંત (૩૩). ગ્રીષ્મ (૩૩). વર્ષા (૩૪). હેમંત (૩૪). અનુરાગ : સંયોગ (૩૫). દર્શન (૩૮). સ્પર્શ (૩૯). ચુંબન (૩૯). નક્ષત (૪૦). સુરત (૪૦). સ્મરણ (૪૦). રૂપ. ગુણવંતી (૪૧). અભિસાર (૪૨). દૂતી (૪૨). માનીતી (૪૨). માન (૪૩). રૂસણું (૪૩). અપરાધ (૪૪). અનુનય (૪૪). શીલવતી (૪૫). દિયર-ભાભી (૪૫). અસતી (૪૬). વિયોગ-વિરહ (૪૭): નિદ્રા (૪૮). કૃશતા (૪૮). સ્મરણ (૪૯). પ્રવાસ (૪૯). અવધિ (૫૦). પ્રતીક્ષા (૫૦). દર્શન (૫૦). મિલન (૫૧). અન્યોક્તિ (૫૧). શૌર્ય (પર). પૌરાણિક (પર). પ્રકીર્ણ : જીવનદર્શન (૫૩). સદ્ધોધ (૫૪). કાવ્ય (૫૪). અનુવાદિત ગાથાઓનો મૂળ ક્રમાંક પૃ. ૫૫-૫૬ Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના મુક્તક કાવ્ય સ્વરૂપ અને પ્રકાર સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્ય એટલે મુક્તક કવિતાના ભર્યા ભંડાર. હજારોનાં હજારો મુક્તકો. લૂંટનારા થાકે પણ ખૂટે જ નહીં. ગુણવત્તા પણ એવી કે કેટલુંક તો વિશ્વસાહિત્યમાં ય નિઃશંક સ્થાન પામે. મુક્તતા મુક્તક કાવ્ય માત્ર એક જ શ્લોકનું હોય. પોતાના પગ પર ઊભેલી એક જ કડી, બીજા કોઇના આધારટેકો કે સંબંધસાંકળ વિનાની. એક છૂટા, મુક્ત શ્લોકનું કાવ્ય હોવાથી તે “મુક્તક' કહેવાયું. સુભાષિત, સદુક્તિ કે સૂક્તિ એવાં નામે પણ તે ઓળખાય છે, કેમ કે તે એક સુંદર, સરસ ઉક્તિ હોયછે. છંદ અનુસાર મુક્તક ચાર કે બે પંક્તિનું જ હોય અને તેમાં જ તેનો બધો અર્થ, જે કાંઈ કહેવાકરવાનું હોય તે સમાવેલ હોય. બીજાં લઘુ કાવ્યો, મધ્યમ કાવ્યો કે મહાકાવ્યોમાં શ્લોકો અર્થની દૃષ્ટિએ સ્વાયત્ત નહીં, પણ એકબીજા સાથે સંકળાયેલા હોય છે, સંદર્ભ-નિયત હોય છે. એ નિબદ્ધ પ્રકારો કે પ્રબંધકાવ્યોના વિરોધ મુક્તક કાવ્ય અનિબદ્ધ હોય છે – અભિવ્યક્તિનું એક સ્વતંત્ર એકમ હોય છે. આનંદવર્ધનની વ્યાખ્યા પ્રમાણે, બીજા સાથે જે સંકળાયેલું ન હોય, જેનો અર્થ સ્વયંસંપૂર્ણ હોય – એટલે કે જેમાં અર્થની આકાંક્ષા અધૂરી રહેતી ન હોય તે મુક્તક. " આનો અર્થ એવો નથી કે મુક્તકછૂટક છૂટક જ રચાયેલાં હોય, અથવા તો તે એકલોઅટૂલા શ્લોક રૂપે જ હોય. અનેક શ્લોકોની બનેલી દીર્ઘ પ્રબંધરચનાઓમાં પણ આગળપાછળના સંદર્ભ પર અવલંબતા હોય તેવા શ્લોકોની સાથોસાથ એવા પણ પુષ્કળ શ્લોકો હોય છે, જે પ્રત્યેક સ્વયંસંપૂર્ણ હોય અને એકશ્લોકી કાવ્ય તરીકે માણી શકાય તેવા હોય. સંસ્કૃતપ્રાકૃત મહાકાવ્યો, નાટકો વગેરે મુક્તકમાં ખપે તેવા આ પ્રકારના શ્લોકથી સભર છે. તે એટલે સુધી કે એ સમગ્ર સાહિત્યને મુક્તકપ્રધાન સાહિત્ય કહેવા કોઈ સહેજે લલચાયુ. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૧ લાઘવ બેચાર પંક્તિમાં જ બધો ખેલ પૂરો કરવાનો હોય ત્યારે ખેલ જો સફળપણે ખેલવો હોય તો સારા એવા સંયમનિયમથી કામ કરવું પડે, દરેક શબ્દની પસંદગી અને ગોઠવણી પૂરી સૂઝ અને વિવેકથી, પૂરો કસ નીકળે તે રીતે કરવી પડે. કશું જ ફાલતું ન ચાલે. અને મુક્તકનો વાચક પણ જો એકેય શબ્દ, વર્ણ, પ્રાસ કે ભાર ચૂકે તો કવિતા હાથથી જાય. જેના પ્રત્યેક શબ્દનું સ્વારસ્ય ન પામીએ તો કાવ્ય છટકી જાય, તેવું કાવ્ય તે મુક્તક મુક્તકનું પોત સુઘટ્ટ હોય, અન્યત્ર મોટા ફલકના આધારે જે સાધવાનું હોય તે અહીં પીંછીના ચારછ લસરકે સિદ્ધ કરવાનું હોય. અમરુક કવિનું શૃંગારરસનું એકએક મુક્તક રસનિષ્પત્તિની દૃષ્ટિએ એકએક પ્રબંધની ગુંજાશ ધરાવતું કહેવાયું છે. વર્ણ અને અર્થના.લાઘવ વાળા તેના ચુસ્ત સ્વરૂપને કારણે મુક્તકને પાસાદર સ્ફટિકની, ઓપેલા પાણીદાર મોતીની ઉપમા અપાય છે. તૃણાગ્ર પરનું જળબિંદુ પણ તેને કહી શકાય. ચિત્રાત્મકતા અને દ્યોતકતા અટપટા કે ગહન અનુભવો મુક્તક માટે વર્યુ. તરલ ભાવો, નિત્યનૂતન દશ્યો, દષ્ટનષ્ટ અવસ્થાન્તરો એ મુક્તકની આગવી સામગ્રી. મુક્તક એટલે ક્ષણની કવિતા–પણ એ ક્ષણ એટલે જળસપાટી પર તેલબિંદુની જેમ વિસ્તરતી ક્ષણ, ચિરંતન બની શક્તી ક્ષણ. બેચાર પંક્તિઓના ગણતર શબ્દોની ચતુઃસીમામાં રહીને કાં તો કોઈક લઘુ ચિત્ર આંકી શકાય, કાં તો ભાવનું કોઈક માર્મિક, સૂચક બિંદુ પ્રસ્તુત કરી શકાય. પહેલા હેતુ માટે અત્યંત લાક્ષણિક અને ચિત્તમાં ચોંટી જાય તેવી થોડીક ચૂંટેલી વિગતો રજૂ કરતા શબ્દો, તો બીજા હેતુ માટે સહચારી અર્થોનું ઘોતન કરનારો શબ્દો અનિવાર્ય છે. તેમના વિના મુક્તક નીરસ જોડકણું બની બેસે. સ્થૂળ, વ્યક્ત અર્થથી ખેંચી લવાતો સૂક્ષ્મ, ગર્ભિત અર્થ એ જ બીજા પ્રકારના મુક્તકનો પ્રાણ છે. અને રચના લાઘવવાળી હોવાથી મુક્તક માણનાર નૂતન અર્થનો એકાએક આવિષ્કાર થતો અનુભવે છે. એવો ચમત્કાર કે વિસ્મય મુક્તકના આસ્વાદનો લાક્ષણિક અંશ હોય છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ વિષયો ૧૨ - મુક્તકોને વિષયપસંદગીની કશી મર્યાદા નથી. આખું જીવન તેમનું વિહારક્ષેત્રછે. આ વિષયો કાવ્યયોગ્ય, પેલા અયોગ્ય - - એવા કશા જ્ઞાતિભેદથી મુક્તક અસ્પૃષ્ટછે. એક મત એવો છે કે વસ્તુ પોતે નથી સરસ હોતી કે નથી નીરસ, નથી સુંદર હોતી કે નથી અસુંદર. તેની રસવત્તા અને સુંદરતા તો કવિની દૃષ્ટિ અને વાણી ૫૨ જ અવલંબે છે. મુક્તક જાણે કે આ મતને ચરિતાર્થ કરે છે. મુક્તકોના પ્રકાર રાજશેખરે મુક્તકોના પાંચ પ્રકાર પાડ્યા છેઃ શુદ્ધ, ચિત્ર, કથાશ્રિત, સંવિધાનક્ષમ અને આખ્યાનાશ્રિત. પહેલા પ્રકારના મુક્તકમાં કશી કથા, ઘટના કે વસ્તુવિસ્તાર વિનાનું કોઈક ક્ષણ કે પરિસ્થિતિનું નિરૂપણ હોય છે. બીજા પ્રકારમાં અમુક વસ્તુનો નિર્દેશ કરી સમુચિત વિગતોથી તેનો વિસ્તાર કરેલો હોય છે. ત્રીજા પ્રકારમાં કોઈક પ્રાચીન કથાપ્રસંગની સામગ્રીનો, ચોથામાં જીવનપ્રસંગનો, તો પાંચમામાં પૌરાણિક ઘટનાનો આશ્રય લીધેલો હોયછે. આમાં ત્રીજા અને પાંચમા પ્રકારને એક ગણીને (૧) એકબિંદુ, (૨) વિસ્તારી, (૩) ઘટનાશ્રિત અને (૪) કથાશ્રિત એવા ચાર વિભાગ રાખી શકીએ. ઘટના છેલ્લા બંને વિભાગનો આધાર છે. પણ ચોથા વિભાગમાં પ્રાચીન કથાની જાણકારી અપેક્ષિત છે. પરંતુ વિષયના મૂળ સ્રોત અને નિરૂપણની સઘનતાને આધારે સુચવાયેલું આ વર્ગીકરણ પ્રચલિત નથી થયું. મુક્તકસંગ્રહોમાં તો આગળ દર્શાવ્યું છે તેમ, સર્વત્ર વર્જ્ય વિષય અનુસા૨ તથા તે પ્રત્યેક દૃષ્ટિકોણ અનુસાર (સ્વભાવોક્તિ, અન્યોક્તિ) ગુચ્છો કરેલા હોય છે. મુક્તકરચનાની વિપુલતા પ્રાચીન સમયમાં રાજસભામાં કે કોઈ કાવ્યરસિક શ્રીમંતને ઘરે કાવ્યગોષ્ઠીઓ અને કવિસભાઓ રખાતી. તેમાં અન્ય કાવ્યપ્રકારો કરતાં મુક્તકો ટૂંકાં હોઈને વારંવા૨ ૨જૂ થાય એ સ્વાભાવિક હતું. એક જ વિષય પર વિવિધ કવિઓ મુક્તક રચે, અથવા તો એક જ કવિ અમુક વિષયના વિવિધ પાસાંને Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧ 3 લઈને મુક્તકો રચે; સમસ્યાપૂર્તિ અને પાદપૂર્તિનો કાવ્યવિનોદ થાય; ઊગતો કવિ પોતાની પ્રારંભિક રચનાઓ લેખે મુક્તક પર જ હાથ અજમાવે. આમ મુક્તકોનું ખેડાણ વ્યાપક પણે અને શતાબ્દીઓ સુધી થતું રહ્યું. મૂળ સ્રોતો આદિકાવ્ય રામાયણમાં પ્રભાત, સંધ્યા, ચંદ્રોદય, વિવિધ ઋતુઓ વગેરેનાં વર્ણનોનાં સ્વયંપર્યાપ્ત ચિત્ર તરીકે ચાલે તેવા શ્લોક મળે છે. મહાભારતમાંથી યુદ્ધવર્ણન અને નીતિબોધનાં ઘણાં મુક્તકો તારવી શકાય. અશ્વઘોષના મહાકાવ્યમાંથી પણ પ્રકૃતિવર્ણન વગેરેનાં એકશ્લોકી ચિત્રો મળે છે. ભારતના નાટ્યશાસ્ત્રમાં નાટકમાં અમુક સ્થાને જે ધ્રુવાગીત વગેરે આવે તેમાં હંસ, ગજ, ભ્રમર જેવાના ઓઠા નીચે નાયક કે નાયિકાની અવસ્થા વર્ણવવાની પરંપરા નોંધાઈ છે–એટલે કે તેમાં અન્યોક્તિનો પ્રયોગ કરવાની રૂઢિ જોઈ શકાય છે. આ રીતે પ્રબંધરચનાઓમાં પણ સ્વતંત્રપણે માણી શકાય તેવા શ્લોકની વિપુલતા હતી. ગ્રંથોના દેવહુતિના પ્રારંભિક મંગલ શ્લોકો તથા અભિલેખોમાંના રાજપ્રશસ્તિના શ્લોકો પણ મુક્તક તરીકે ગણી શકાય. પંચતંત્ર' જેવા દષ્ટાંતકથાસંગ્રહો સબ્રોધ અને નીતિવિષયક સુભાષિતોથી સમૃદ્ધ હતા. આ બધાને પરિણામે સમય જતાં મુક્તક કાવ્યોના સંગ્રહો તૈયાર થવા લાગ્યા. અનેક કૃતિઓમાંથી કરેલા દોહનમાં અનેક વિવિધ રચનાઓ માણવાનો લાભ મળે. વળી અનેક અજાણ્યા કવિઓની આવી રચનાઓ તથા પ્રતિષ્ઠિત કવિઓની એકશ્લોકી રચનાઓ, જે અન્યથા લુપ્ત થાત તેને સંગ્રહમાં સ્થાન આપીને જાળવી રાખી શકાઈ. સુભાષિત સંગ્રહોમાં એવાં સેંકડો કવિઓમાં નામ મળે છે. જે અન્યથા આપણે માટે તદ્દન અજ્ઞાત રહ્યાં છે; અને જાણીતા કવિઓનાં પણ કેટલાંયે એવાં મુક્તકો સંઘરાયાં છે, જેમનું પ્રસિદ્ધ રચનાઓમાં નામનિશાન નથી. પ્રાચીન મુક્તકો , ઠીક ઠીક પ્રાચીન સમયથી મુક્તકોના સંગ્રહ કરવાનું શરૂ થયું હશે, પરંતુ શરૂઆતના સંસ્કૃત મુક્તકસંગ્રહોનું કશું નામનિશાન જળવાયું નથી. આપણને ઉપલબ્ધ સૌથી જૂનો સંગ્રહ પ્રાકૃત મુક્તકોનો છે. સંસ્કૃતમાં વિવિધ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કવિઓએ રચેલાં મુક્તકોના સંગ્રહ મુકાબલે પાછળના સમયમાં મળે છે; તે પહેલાંના કેટલેક અંશે અનિશ્ચિત રચના સમયવાળા સંગ્રહો કોઈ એક જ કવિને નામે ચઢેલા છે – જેમ કે ભર્તુહરિનાં શતક અને અમરકનું શતક. “અમરુશતક' અત્યારે આપણને મળતું શૃંગારિક અમરુશતક' અને ભર્તુહરિનાં નીતિ, શૃંગાર અને વૈરાગ્યનાં શતકો તેમના મૂળ સ્વરૂપમાં કાળક્રમે થયેલા અનેક સુધારાવધારાનાં પરિણામ છે. અમરુશતક'ની જે ચાર જુદી જુદી વાચનાઓ મળે છે તેમાં મુક્તકોના ક્રમ કે સંખ્યામાં ઘણો તફાવત છે, અને એકાવન જેટલા શ્લોકો જ બધી વાચનાઓમાં સમાન છે. વળી ‘અમરુશતક'ના શ્લોકો નામ વિના કે અન્ય કવિના નામે સુભાષિત સંગ્રહોમાં ઉધૃત થયેલા છે. અમરકના રચેલાં મુક્તકોમાં અન્ય કવિઓનાં અનુરાગવિષય મુક્તકો ઉમેરાઈને ક્રમે ક્રમે શતકનું સ્વરૂપ તૈયાર થયું હશે એમ લાગે છે. તેનો સમય નવમી શતાબ્દી પહેલાં – પણ ક્યારે તે અનિર્ણાત છે. ભર્તુહરિનાં શતકો ભર્તુહરિનાં શતકોનું પણ તેવું જ છે. તે પણ અત્યંત લોકપ્રિય રહ્યાં હોવાને કારણે મૂળમાં સેંકડો વરસો સુધી થતા રહેલા અસંખ્ય વધારા-ઘટાડાનું પરિણામ છે. બસો જેટલાં મુક્તકો બધી વાચનાઓને આધારે મૂળનાં હોવાનું જણાય છે. તેમના ઉપરાંત બીજાં કેટલાં અને કયાં હતાં તેનો નિર્ણય થઈ શક્યો નથી. કાલિદાસ વગેરે જાણીતા કવિઓના શ્લોકો પણ આ શતકોમાં મળેછે તેથી એ પણ ખાતરીથી કહી શકાતું નથી કે ભર્તુહરિનો મૂળ મુક્તકસંચય તેનાં પોતાનાં જ મુક્તકોનો બનેલો હતો કે વિવિધ કવિઓનાં ચૂટેલાં મુક્તકોનો. આ ભર્તૃહરિ વ્યાકરણકાર અને દાર્શનિક ભતૃહરિથી જુદો ન હોય તો તેનો સમય ઈ.સ. ૪૦૦ લગભગ મૂકી શકાય. અગિયારમી શતાબ્દી લગભગ તે શતકોના કવિ તરીકે જાણીતો થયો હોવાનું જણાય છે. નવમી શતાબ્દીના ભલ્લટ કવિનું ‘ભલ્લટશતક' અને અગિયારમી શતાબ્દીની પહેલાંના શિલ્હણનું “શાંતિશતક' પણ ઉપદેશાત્મક મુક્તકોના આવા સંગ્રહો તરીકે ઉલ્લેખપાત્ર છે. આ ત્રણે કવિઓની બાબતમાં પણ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અમરુકની જેમ તેમણે પોતે રચેલાં મુક્તકોના સંગ્રહમાં અન્ય કવિઓનાં સમાન ભાવવાળાં મુક્તકોનો ઉત્તરોત્તર ઉમેરો થઈને તેમના સંગ્રહોનું સ્વરૂપ સધાયું છે. પર્યાયબંધ, વ્રજ્યા, કોશ નવમી શતાબ્દીના સાહિત્યમીમાંસક આનંદવર્ધને વિવિધ સાહિત્યસ્વરૂપોનો પરિચય આપતાં ‘પર્યાયબંધ’ નામનો એક સાહિત્યપ્રકાર ગણાવ્યો છે, અને અભિનગુપ્ત તેનું એવું લક્ષણ આપે છે કે વસંતવર્ણન જેવા એક જ વિષયને લગતા, પ્રત્યેક સ્વયંપર્યાપ્ત હોય તેવા શ્લોકોનો સમૂહ તે પર્યાયબંધ. નામ સાર્થક એ રીતેછે કે તેમાં એક જ વિષયનું પર્યાયથી વર્ણન હોયછે. આ ‘પર્યાય’નાં પ્રાકૃતમાં ‘પજ્જા’ અને ‘વજ્જા’ એવાં રૂપ થયાં, અને તેમનું મૂળ ભુલાઈ જતાં તેમના પરથી ‘વ્રજ્યા’ એવું નવું સંસ્કૃત રૂપ ઘડી કઢાયું. પ્રાકૃત સુભાષિતસંગ્રહોમાં એક જ વિષયના મુક્તકગુચ્છને માટે ‘વજ્જા’ અને સંસ્કૃત સુભાષિતસંગ્રહોમાં ‘વ્રજ્યા’ એવાં નામ પ્રચલિતછે. આવા વિવિધ વિષયોને લગતા ગુચ્છો કે વ્રજ્યાઓ એક સંગ્રહમાં મુકાય ત્યારે તેને ‘કોશ’ (કે ‘કોષ') એવી સંજ્ઞા અપાતી — જેમ કે વિદ્યાકરનો ‘સુભાષિત-રત્નકોષ’, હાલ કવિનો ‘ગાથા-કોશ’. આ ઉપરથી એટલું અનુમાન સહેજે થઈ શકે કે નવમી શતાબ્દી પહેલાં સુભાષિતસંગ્રહોની પરંપરા સ્થપાઈ ચૂકી હતી. ― સંસ્કૃત મુક્તકસંગ્રહો વિવિધ કવિઓનાં નામ સાથેના સંસ્કૃત મુક્તકોના સંગ્રહ અગિયારમી શતાબ્દીથી મળેછે. વીશમી શતાબ્દી સુધીમાં તો સાઠથી સિત્તેર જેટલા વિવિધ સુભાષિતસંગ્રહો રચાયા છે. આમાંના મોટા ભાગના હજી અપ્રકાશિત છે. આ સંગ્રહોમાં સેંકડો કવિઓનાં રચેલાં હજારો મુક્તકો સંગ્રહાયાંછે. ૧૯૭૬ના જૂનમાં તુરિન (ઇટાલી)માં ભરાયેલી બીજી આંતરાષ્ટ્રીય સંસ્કૃત પરિષદે સંસ્કૃત મુક્તકકવિઓની નામાવલિ ત્રણ ગ્રંથોમાં તૈયા૨ કરાવવા અંગે અને સુભાષિતોનો એક વિશ્વકોશ તૈયાર કરાવવા અંગે જે ઠરાવો કર્યા છે, તેમાં સંસ્કૃત મુક્તકસાહિત્યની સમૃદ્ધિનો જ સંકેતછે. થોડાક પ્રાચીન અને સુપ્રસિદ્ધ સંગ્રહો નીચે પ્રમાણે છે : Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬ નામ સંગ્રાહક રચનાવર્ષ શ્લોકસંખ્યા રચનાપ્રદેશ સુભાષિતરત્નકોષ વિદ્યાકર આ.ઈ.સ. ૧૧૦૦, ૧૭૩૮ બંગાળ સક્તિકર્ણામૃત શ્રીધરદાસ ૧૨૦૫ ૨૩૭૭ બંગાળ, સૂક્તિમુક્તાવલિ જલ્પણ ૧૨૫૭ ૨૭૭૫ મહારાષ્ટ્ર સુભાષિતસુધાનિધિ સાયણ આ. ૧૩૫૦ ૨૪૪૧ તેલંગાણા શાર્ગધરપદ્ધતિ શાર્ગધર ૧૩૬૩ ૪૬૮૯ રાજસ્થાન સુભાષિતાવલિ વલ્લભદેવ ૧૫મી શતાબ્દી ૩૫૨૭ કાશ્મીર પ્રાકૃત મુક્તકસંગ્રહો પ્રાકૃત મુક્તકોના ઉપલબ્ધ સંગ્રહો સંસ્કૃત સંગ્રહો કરતાં પ્રાચીન છે. હાલ કવિનો “ગાહાકોસ' (સં. “ગાથાકોશ') આશરે બીજીત્રીજી શતાબ્દીનો સાત સો ગાથાઓનો સંગ્રહ છે. તેમાં ઉત્તરો શૈર ઘણા ઉમેરા અને ફેરફારો થતા રહ્યા છે. આ વિશે વિગતે આગળ વાત કરી છે. એ પછી “વજ્જા-લગ” નામનો મૂળ સાત સો ગાથાઓનો સંગ્રહ જયવલ્લભને નામે પ્રચલિત છે. તેનો સમય આઠમીથી બારમી શતાબ્દીની વચ્ચે મુકાય છે. તેમાં પણ પાછળથી ઉમેરા થતાં ગાથાસંખ્યા નવ સો ઉપર પહોંચી છે. બારમી શતાબ્દીમાં ગોવર્ધને હાલ કવિના પ્રાકૃત “ગાથાકો શ'ને અનુસરીને સંસ્કૃતમાં આર્યાસપ્તશતી' રચી. આ ઉપરાંત આઠમી શતાબ્દી પૂર્વે એક છપ્પણય-ગાહાઓ' એટલે કે “ખટ્રપ્રજ્ઞક-ગાથાઃ” એ નામનો પ્રાકૃત મુક્તકોનો સંગ્રહ તૈયાર થયેલો, જેની પ્રતિષ્ઠા ચૌદમી શતાબ્દી સુધી તો હતી જ. અત્યારે તે જ નામે મળતી ટૂંકી કૃતિ ઘણા પાછળના સમયની રચના છે. ઈ.સ. ૧૧૯૫માં જિનેશ્વરે સૂરિનો ૮૦૦ . ગાથાઓનો સંગ્રહ નામે “ગાહારયણ કોસ' (=ગથારત્નકોશ) આપણને મળે છે. તેમાં હાલ કવિના “ગાથાકોશ'માંથી અને “વજ્જા લગ્નમાંથી ઘણી ગાથાઓ લીધેલી છે. બપ્પભટ્ટિસૂરિરચિત પ્રાકૃત ગાથાઓનો સંગ્રહ “તારાગણ” નવમી શતાબ્દીમાં રચાયો હતો. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૭ મુક્તકોના વર્ગઃ વિષયવિભાગ મુક્તકસંગ્રહોમાં મુક્તકો વિષયાનુસાર વિવિધ ગુચ્છોમાં વહેંચેલાં હોય છે. ભર્તુહરિનાં શતકોનો વિષય ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થો છે, અને સાયણના “સુભાષિતસુધાનિધિ” જેવા સંગ્રહોમાં ધર્મ, અર્થ, કામ અમે મોક્ષ એ ચાર પુરુષાર્થો અનુસાર મુક્તકોના વ્યાપક વર્ગ પાડેલા છે. પરંતુ સામાન્ય રીતે તો મુક્તકસંગ્રહોમાં અનેક વિવિધ વિષયો પ્રમાણે સંખ્યાબંધ ગુચ્છો કરેલા હોય છે. ઉદાહરણ તરીકે “સુભાષિતરત્નકોષ'માંના ૨૨૫ કવિઓનાં મુક્તકો ૫૦ વ્રજ્યામાં વહેંચેલાં છે. “વજ્જાલગ્નમાં મૂળ ૪૬ વ્રજ્યા હતી. અત્યારે ૯૫ મળે છે. “સૂક્તિમુક્તાવલિ'માં ૧૪૨ પદ્ધતિઓ છે. “સંધુક્તિકર્ણામૃતમાં પાંચ પ્રવાહો અને તેમના કુલ ૪૭૬ વીચિમાં મુક્તકોનું વર્ગીકરણ કરેલું છે. શિવ, વિષ્ણુ વગેરે દેવતાઓની સ્તુતિ; કવિ અને કાવ્યની પ્રશંસા, વસંત, ગ્રીષ્મ વગેરે ઋતુઓ તથા સંધ્યા, ચંદ્રોદય, અંધકાર, પ્રભાત વગેરે નૈસર્ગિક દશ્યો; અનુરાગમાં સંયોગ અને વિયોગ તથા તેમાં નાયકનાયિકાના પ્રકારો અને વિવિધ અવસ્થાઓ, ચેષ્ટાઓ, વ્યવહારો અને રૂપગુણોનું સાંગોપાંગ વર્ણન (જેમકે મુગ્ધા, માનિની, પ્રોષિતપતિકા, દૂતી, સંદેશ, સંકેત, અપરાધ, કલહ, અનુનય, પ્રવાસ, સંભોગ, મુખ નેત્ર સ્તન વગેરે અંગો, અભિસારિકા, અસતી); અન્યોક્તિ (ગજ, ભ્રમર, કમળ, સમુદ્ર, મેઘ, સિંહ, ચાતક, હંસ, ધવલ, વૃક્ષ વગેરે); સ્વભાવોક્તિ; ચાટૂક્તિ; સજ્જન; દુર્જન; વૃદ્ધત્વ; કૃપણતા; સુભટ; વૈરાગ્ય; દેવ; સ્વામી, સેવક, વેશ્યા; દાંરિશ્ય–આવા પ્રકારના વિષયોને અનુસરીને ગુચ્છોને નામ આપેલા છે. હાલ કવિ . પ્રાકૃત મુક્તકોના સૌથી જૂના સંગ્રહ “ગાથાકોશ” કે “સપ્તશતી'માં સંગ્રહકાર તરીકે “સાલાહણ” કે “હાલનું નામ આપેલું છે, અને તેને કવિ તથા કવિવત્સલ કહ્યો છે. “કવિવત્સલ” એ હાલનું બિરુદ હોય. પ્રાચીન શબ્દકોશમાં હાલઅને ‘સાતવાહનને પર્યાયો ગણ્યા છે અને ઇતર સાહિત્યમાંથી પણ તેનું સમર્થન મળેછે. સોમદેવના “કથાસરિત્સાગર' વગેરેમાં પ્રતિષ્ઠાનનગરના રાજા સાતવાહનની કથા આપેલી છે. “સાતવાહન” Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઉપરથી પ્રાકૃતમાં “સાલવાહણ' અને “સાલાહણ' એવાં રૂપ બન્યાં. “સાલવાહણ'નું ટૂંકું રૂપ “સાલ', અને તેનું લોકબોલીમાં હાલ' એવું ઉચ્ચારણ થયું. આમ “હાલ” અને “સાતવાહન' બંને એક જ શબ્દનાં ભાષાભેદે ભિન્ન રૂપો છે. “સાલવાહણ' ઉપરથી સંસ્કૃતમાં “શાલવાહન” અને “શાલિવાહન” એવાં રૂપ બન્યાં. “સપ્તશતી'ની એક ગાથામાં પણ હાલ'ને પ્રતિષ્ઠાન પાસે વહેતી ગોદાવરી નદીનો સ્વામી કહ્યો છે. પાછળના સમયમાં “હાલ એ પ્રાકૃત રૂપ પણ સંસ્કૃતમાં વપરાતું થયું છે. “આચરાજ” અને “ચઉરચિંધ’ (સંસ્કૃતમાં “ચતુરચિતમ્) એવાં પણ સાતવાહનનાં નામાંતર હોવાનું મનાય ઘણા પ્રાચી સમયથી જ રાજા સાતવાહન કે શાલિવાહન, વિક્રમાદિત્યની અને ભોજની જેમ, અનેક રંગદર્શી દંતકથાઓ અને પુરાણકથાઓનો અત્યંત લોકપ્રિય નાયક બની ચૂક્યો હતો. નાગકુમાર દ્વારા જન્મ, મહારાજા વિક્રમાદિત્ય સાથે યુદ્ધ અને વિજય, તેનું સંસ્કૃત ભાષાનું અજ્ઞાન અને પ્રાકૃતનો પ્રેમ, ગુણાચ, પાદલિપ્ત વગેરે કવિઓને તેણે આપેલો આશ્રય, યુદ્ધવીર, દાનવીર, વિલાસી, કવિ અને આશ્રયદાતા તરીકેની તેની મહત્તા–વગેરેને લગતી અનેક રસિક કથાઓ શતાબ્દીઓથી પ્રચારમાં રહી છે, અને કથાસરિત્સાગર', જૈન પ્રબંધસાહિત્ય અને ઘણું મોડેથી રચાયેલાં શાલિવાહનને લગતાં ચરિત્રગ્રંથોમાં તે સંઘરાયેલી છે. પ્રચલિત શકસંવત “શાલિવાહન શક તરીકે જાણીતો હોઈને તેના નામની સાથે જોડાયેલો છે. ઐતિહાસિક તથ્યની દૃષ્ટિએ જોઈએ તો ઇસવી સન પૂર્વે લગભગ બીજી શતાબ્દીથી આરંભીને સાડા ચાર સો વર્ષ સુધી આંધ, આંધ્રભૃત્ય કે સાતવાહન નામના રાજવંશે દક્ષિણમાં રાજ્ય કર્યું હોવાની પૌરાણિક પરંપરા છે. તે વંશના કેટલાક રાજાઓના અભિલેખો અને સિક્કાઓમાં “સાતવાહન”, “સાદવાહન કે “સાદ’ એવાં રાજનામો મળે છે. એ વંશના રાજવીઓનો કાળક્રમ હજી અનિશ્ચિત છે. અને “ગાથાકોશ'નો સંગ્રાહક અને કવિ હાલ તે ક્યો સાતવાહન રાજા તે અંગે ઘણો મતભેદ છે. તે ઇસવી પહેલી કે બીજી શતાબ્દીમાં અટકળે મુકાયછે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૯ સાતવાહનોની રાજધાની ગોદાવરી કાંઠેના પ્રતિષ્ઠાન (પ્રાકૃતમાં પઢાણ') નગરમાં હતી. પ્રાચીન પ્રતિષ્ઠાન તે હાલનું મહારાષ્ટ્રનું પૈઠણ' ગામ. પ્રતિષ્ઠાન જે દેશમાં આવેલું હતું તેનું પ્રાચીન નામ અશ્મક કે કુંતલ હતું, અને તેથી “કુંતલ' એવું પણ હાલ કવિનું એક વધુ નામાંતર નોંધાયું છે. તે પ્રદેશની તે વેળાની ભાષા મહારાષ્ટ્ર પ્રાકૃત હતી, જેમાંથી કાળક્રમે ફેરફાર પામીને અત્યારની મરાઠી ભાષા બની. હાલ કવિની રચનાઓમાં અત્યારે તો માત્ર, તેણે ગાથા છંદમાં રચેલાં થોડાંક પ્રાકૃત મુક્તકો તથા અન્ય કવિઓનાં તેવાં મુક્તકોના સંગ્રહરૂપ ગાથાકોશ' એટલું જ મળે છે. પણ તેની બીજી કેટલીક રચનાઓ પણ હતી તે પ્રાચીન ઉલ્લેખો ઉપરથી જણાય છે. નવમી શતાબ્દીના અપભ્રંશ મહાકવિ સ્વયંભૂદેવે પોતાના પ્રાકૃત છંદશાસ્ત્ર “સ્વયંભૂછંદમાં ઉદ્ગીતિ છંદના ઉદાહરણ તરીકે સાલાહણનું એક મુક્તક ટાંક્યું છે. સાલાહણે રચેલાં “ધવલ' ગીતોની (એટલે કે “ધોળ'ની) હેમચંદ્રાચાર્યે પ્રશંસા કરી છે, અને તેમની દેશીનામમાલા'માં કરેલા ઉલ્લેખ પરથી કહી શકાય કે સાતવાહને દેશ્ય પ્રાકૃતનો કોઈક શબ્દકોશ પણ રચ્યો હશે. છઠ્ઠીસાતમી શતાબ્દીના વિરહાંક કવિના “વૃત્તજાતિસમુચ્ચય' નામના છંદ શાસ્ત્રમાં પ્રાકૃત “ચતુષ્પદી” છંદના વિવિધ પ્રકારોનું નિરૂપણ સાલાહણને આધારે કરેલું હોવાનું કહ્યું છે. એટલે હાલ કવિએ પ્રાકૃત છંદશાસ્ત્રનો પણ કોઈક ગ્રંથ રચ્યો હશે. ગાથાકોશ” કે “સપ્તશતી’ બધા મુક્તકસંગ્રહોમાં હાલ કવિનો પ્રાકૃત મુક્તકોનો સંગ્રહ સૌથી વધુ પ્રાચીન અને સાહિત્યરસિકોમાં આદર પામેલો છે. “ગાથાકોશ' (પ્રાકૃતમાં ગાહાકોસ') , “સપ્તશતી’ અને ‘સપ્તશતક' એવાં નામે તે જાણીતો છે. બાણભટ્ટ, ઉદ્યોતનસૂરિ, રાજશેખર, અભિનંદ, સોલ વગેરે કવિઓએ તેની મુક્તકંઠે પ્રશંસા કરી છે. પાછળના સમયના પ્રાકૃત મુક્તકોના અન્ય સંગ્રહો પર તેમ જ અનેક કવિઓની રચનાઓ પર ‘ગાથાકોશ'નો પ્રત્યક્ષ કે પરોક્ષ મોટો પ્રભાવ પડ્યો છે. નવમી શતાબ્દીના આનંદવર્ધનથી શરૂ કરીને ધનંજય, ભોજ, હેમચંદ્ર વગેરેના બારપંદર જેટલા અલંકારગ્રંથોમાં “સપ્તશતી'ના Page #22 -------------------------------------------------------------------------- ________________ ર૦ સંખ્યાબંધ મુક્તકો વિવિધ અલંકાર, ભાવાવસ્થા આદિનાં ઉદાહરણ તરીકે ઉદ્ધત થયેલાં છે. “સરસ્વતીકંઠાભરણ” અને “શૃંગારપ્રકાશ'માં તો સેંકડો ઉદાહરણો “સપ્તશતી'માંથી લીધેલાં છે. તેના મૂળ સ્વરૂપમાં “ગાથાકોશ' હાલ કવિની પોતાની તેમ જ સેંકડો અન્ય કવિઓની રચનાઓનો સંગ્રહ હતો. તેની સૌથી વધુ પ્રચલિત પાઠપરંપરા પ્રમાણે તો હાલ કવિએ એક કરોડ ગાથાઓમાંથી સાત સો ઉત્તમ મુક્તકો પસંદ કર્યા હતાં. વિષયવિભાગ વિનાના માળખામાં મૂકેલાં સ્વતંત્ર મુક્તકોના લોકપ્રિય સંગ્રહમાં ઘાલમેલ કરવાનો અમર્યાદિત અવકાશ રહે એ દેખીતું છે. આથી “ગાથાકોશ'ની મૂળ પાઠપરંપરા વિચ્છિન્ન થઈ ગઈ. તેમાં પુષ્કળ વધારાઘટાડા થયા, મૂળના ક્રમનું પણ કશું ઠેકાણું ન રહ્યું. નવમી શતાબ્દી લગભગ તેનું સાત સો ગાથાવાળું જે સ્વરૂપ પ્રચારમાં આવ્યું તેને કારણે તેનું ‘ગાથાકોશને બદલે “સપ્તશતી' કે “સપ્તશતક' એવું નામરૂઢ બન્યું. મૂળ સંગ્રહમાં પ્રત્યેક ગાથાની સાથે તેના કવિનું નામ આપેલું હતું. આ પરંપરા પણ વિચ્છિન્ન થઈ. જુદા જુદા ટીકાકારોએ વધતેઓછે અંશે કવિઓનાં નામો આપ્યાં છે ખરાં. પણ તેમની વચ્ચે બહુ મેળ નથી, અને ઘણાં નામો તો અત્યંત ભ્રષ્ટરૂપમાં જળવાયાં છે. આથી તેમને કેટલાં વિશ્વસનીય ગણવાં એ મોટો પ્રશ્ન છે. અત્યારે “ગાથાકોશ'ની જુદી જુદીછપાઠપરંપરાઓ મળે છે. એ બધીની જુદી જુદી ગાથાઓનો આંકડો ૯૬૫ સુધી પહોંચે છે. આમાંની ૪૩૦ જેટલી ગાથાઓ બધી પાઠપરંપરાઓ વચ્ચે સમાન હોઈને તે મૂળનો અંશ હોવાનું અવશ્ય ગણી શકીએ. ઘણા પ્રાચીન અને અતિશય લોકપ્રિય સંગ્રહ લેખે “ગાથાકોશને અઢારથી પણ વધુ ટીકાકારોનો લાભ મળેલો છે. કુલનાથ, ગંગાધર, પીતાંબર, પ્રેમરાજ, ભુવનપાલ અને સાધારણદેવની ઉપલબ્ધ ટીકાઓ ઉપરાંત કુલપતિ, ચૈતન્ય, ભટ્ટ રાઘવ, ભોજરાજ અને આજડની ટીકાઓ હોવાના ઉલ્લેખ મળે Page #23 -------------------------------------------------------------------------- ________________ વિષયસામગ્રી “સપ્તશતી'ની વિષયસામગ્રી ઘણે અંશે ગ્રામીણ જીવનમાંથી લીધેલી છે, અને સામાન્ય સમાજના રોજિદા દશ્યો અને ઘટનાઓમાંથી આ કવિઓને કવિતા લાધી છે. ખેતર, પાદર, ચોરી, શેરી, ઘરઆંગણું, રસોડું, વાડો, દેવળ, પરબ, તળાવ, નદીતટ અને વનાંતર–એ સ્થાનોનો જીવનવ્યવહાર; ઋતુઋતુની ગ્રામીણ પ્રકૃતિ; ખેતરમાં શ્રમ કરતો ખેડૂત પરિવાર; રસોઈ, પાણી ભરવું વગેરેમાં વ્યસ્ત ગૃહિણી; પુલિંદ, લાલ ને પારધી જેવા આદિવાસી; ધૂળેટી, ઇંદ્રધ્વજ, દોલોત્સવ જેવા ઉત્સવ, શ્યામશબલ જેવાં વ્રત અને નવલતા, લહાણી જેવા લોકાચાર એ સૌને લગતા ચિત્રોથી “સપ્તશતી' સભર છે. પ્રેમકવિતા પ્રેમના વિષયની પ્રધાનતા જોતાં “સપ્તશતાને સહેજે પ્રેમકવિતાનો સંગ્રહ કહી શકાય. એક પ્રાચીન માન્યતા તો એવા પણ હતી કે “ગાથાકોશે' જ પ્રેમવિષયક સંસ્કૃત મુક્તકો રચવાની પ્રેરણા આપી. “સપ્તશતી'નાં મુક્તકો કેવળ શૃંગારિક હોવાની અને બધાં જ મુક્તકો ધ્વનિપ્રધાન હોવાની માન્યતા ક્રમે ક્રમે એવી દઢ બની ગઈ કે તે કારણે ગંગાધર વગર ટીકાકારોએ, સ્પષ્ટપણે અન્ય વિષયના મુક્તકોમાંથી પણ મારીમચડીને કે બાદરાયણસંબંધે શૃંગારિક ધ્વનિ તારવ્યોછે– યાંત્રિકપણે સર્વત્ર ગુપ્તપ્રેમ,છત્ર રમણ કે પરકીયાસંબંધનો ગર્ભિત અર્થ જોયો છે. આમ કરવા જતાં અનેક મુક્તકોનું કાવ્યત્વ નષ્ટ થઈ જાય છે તે જોવાનું તેઓ ચૂકી ગયા છે. આ પ્રેમકવિતામાં વ્યક્ત થતો પ્રેમ જો કેટલીક વાર ભોળા, નિરક્ષર, અપટુ જનની સ્વયંભૂ, સરળ લાગણી તરીકે ઘટાવી શકાય તેમ છે, તો કેટલીક વાર તે પ્રેમની ગતિવિધિથી અને વાંકવળાંકથી સુપરિચિત અને તેની નીતિરીતિના જાણકાર એવા વિદગ્ધ જનની લાગણી તરીકે જ સમજી શકાય તેમ છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ અર્થની વ્યંગ્યતા આ મુક્તકોના કવિઓને પરોક્ષ કથનની, અર્થને વ્યંગ્ય રાખવાની રીતિ ઘણી પ્રિય છે. સીધો શબ્દમાં મૂક્યા વિના ઊંડો માર્મિક અર્થ કેમ અવગત કરાવવો તેની કલા તેમની પાસે છે. આથી આ ગાથાઓ વક્રોક્તિનાં, ધ્વનિકાવ્યનાં, વિદગ્ધભણિતિનાં સચોટ ઉદાહરણો લેખે રસિકોમાં અતિશય પ્રિય બની, અને કાવ્યર્થને ગમ્ય કે ગર્ભિત રાખવાની રચનારીતિ સર્વોત્તમ મનાતાં, અલંકારગ્રંથોમાં “સપ્તશતી'ની શૃંગારિક ગાથાઓનો ઉદાહરણ તરીકે વારંવાર ઉપયોગ થવા લાગ્યો. વળી પ્રેમભાવમાં અનુસ્મૃત અનેક તરલ સહચારી ભાવોની માર્મિક અભિવ્યક્તિને લીધે આ ગાથાઓએ પાછળના સમયના કવિઓ પર પણ પોતાનું કામણ પ્રસાર્યું, જાદુ પ્રસાર્યો. અમરુક કવિનાં કેટલાંક અમર મુક્તકોમાં આપણને “સપ્તશતી'ની જ કેટલીક ગાથાઓનો સૂર સંભળાય છે. પ્રેમનાં સ્વરૂપ, સામગ્રી, પરિવેશ સપ્તશતીમાં પ્રેમની અનેક વિધવિધ અવસ્થાઓ, સ્વરૂપો અને આવિર્ભાવોનાં રસિક ચિત્રો આપણને મળે છે. પ્રેમ મુગ્ધાનો હોય કે પ્રૌઢાનો, કુમારીનો હોય કે પરિણીતાનો, કુલટાનો હોય કે જારનો, ગણિકાનો હોય કે બહુવલ્લભ નાયકનો–સચ્ચાઈથી અનુભવેલી લાગણી તેના પ્રત્યેક સ્વરૂપમાં આ કવિઓનો મનભાવન વિષય છે. અહીં મુગ્ધાનાં કેવાં કેવાં મનોરમ રૂપ છે?– પ્રિયતમ દૃષ્ટિએ પડતાં રોમાંચથી અંગે અંગે કદંબ પુષ્પની જેમ કૉળી ઊઠતી; પ્રિયતમની દૃષ્ટિથી અંગોને બચાવવાને તેમ જ તેમને તેની આગળ ધરવાને એક સાથે ઇચ્છતી; જનકોલાહલની વચ્ચેથી પ્રિયતમના બોલાશને હંસીની જેમ સારવી લેતી; ઊંચી વાડની આડશને કારણે બાજઠ ઉપર બાજઠ ચડાવી તેની ઉપર પગના અંગૂઠાભર થઈને પ્રેમીની ઝાંખી કરવા મથતી. : અહીં ગોદાવરીનું પૂર તરીને વર્ષાની મધરાતે પ્રેમીને મળવા જતી અભિસારિકા છે. ક્ષણમાત્ર પણ આલિંગનથી છૂટવા ન માંગતા પ્રેમીઓ છે. નદીકુંજ, ગામનો વડ, કપાસ અને ડાંગરનાં ભર્યા ખેતર – એવાં એવાં Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સંકેતસ્થાનો છે. અંગપ્રત્યંગના લાવણ્યનાં લલિતરસિક વર્ણનો છે. ચંચળ અને સ્વર પ્રેમના તથા ખુલ્લી, નિબંધ રતિનાં આલેખનો છે. રિસામણાંમનામણાંછે. વિરહાવસ્થાનાં ઉજાગરો, દાહ, ફ્રકાશ અને કૃશતાછે. ગલિત અનુરાગનાં વેદના અને નિર્વેદ છે. વિરહની પીડાના સ્પર્શવાળાં કોમળ સંસ્મરણોના આલેખનમાં તો કેટલીક ચિરંજીવ કવિતા સિદ્ધ થયેલી છે. સપ્તશતીમાં જે કહેલું છે કે “અમૃતમીઠી પ્રાકૃત કવિતાના શ્રવણપઠનથી વંચિત રહીને કામતત્ત્વની ચર્ચા માંડતા લોકો લાજતા કેમ નહીં હોય?” તેની જ જાણે આપણને તેની પ્રેમકવિતા દ્વારા પ્રતીતિ થાયછે. પ્રકૃતિકવિતા: સ્વભાવચિત્રો આનો અર્થ એવો નથી કે “સપ્તશતી'માં કેવળ શૃંગારિક મુક્તકો છે. મુક્તકોના એક મોટા વર્ગનો વિષય બાહ્ય પ્રકૃતિ છે. તેમાં આકાશ અને ધરતીના ઋતુઋતુનાં દશ્યો, અન્ય નૈસર્ગિક ઘટનાઓ, પશુપંખીની ચેષ્ટાઓ અને વસ્તુજગત તથા વ્યવહારનાં સ્વયંઆસ્વાદ્ય સ્વરૂપો – એમનું તાદેશ આલેખન છે. “સપ્તશતી'ના કવિઓનો પ્રકૃતિપ્રેમ અસાધારણ છે, તેમનું નિરીક્ષણ વાસ્તવિક અને સઘન છે, અને તેમના નિરૂપણમાં અમુક અંશે કૃત્રિમતા અને પરંપરાગત પરિણામ સાધવાનો આયાસ હોવા છતાં અનેક વાર તાજગી અને સર્જનાત્મક સ્પર્શ અનુભવાય છે. “સપ્તશતીનાં આ પ્રકારનાં મુક્તકોમાં દિનપ્રતિદિનના જીવનમાંથી ઝડપેલી અનેકાનેક મનોરમછબીઓ પ્રાપ્ત થાય છે. જાળને તાંતણે લટકતા ફૂલ જેવો કરોળિયો; ખંડેર દેવળના ભગ્ન શિખર પર લપાઈને ઘૂઘવતાં પારેવાં; આકાશમાંથી હારબંધ ઊતરી આવતા, સૂકા વડ પરથી એક સાથે ઊડી જતા કે તરુકોટરમાંથી એક પછી એક નીકળતા સૂડા; વાડ પર હારબંધ બેસી ઊંચી ચાંચે વરસાદની ઝરમર ઝીલતા કાગડા; સંધ્યાટાણે વટવૃક્ષ પર ભીડ કરતા પંખીગણ; શરદ-આકાશનું સ્વચ્છ પ્રતિબિંબ પાડતું જળાશય; રાઈના પાન ચાવી જવાતાં હૂપાહૂપ ને કૂદાકૂદ કરતું માંકડું; માતાને પગે પડેલ અપરાધી પિતાની પીઠ પર ચડી બેસતો બાળક; ધૂંધવાતો ચૂલો ફૂંકતી કે રસોઈ કરતાં મશવાળો હાથ મોઢે અડી જવાથી શોભતી ગોરી– વગેરે ચિત્રો ચિત્ત પર સહેજે અંકાઈ જાય તેમ છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સ્વભાવોક્તિ ઃ વસંત, વર્ષા વગેરે ઋતુઓ, પ્રભાત, સંધ્યા, વન, પર્વત, નદી, દાવાનળ વગેરે પ્રાકૃતિક ઘટનાઓ અને પદાર્થોનાં તેમેજ પશુપંખીનાં વર્ણનની બે પરિપાટીછે : કોઈક માનવીય ભાવથી રંગીને તેમને વર્ણવાય, અથવા તો તેમનું યથાતથ સ્વરૂપ કે ચેષ્ટા વર્ણવાય. આ પાછલી નિરૂપણરીતિવાળો કાવ્યપ્રકાર સ્વભાવોક્તિને નામે ઓળખાયછે. આમાં વસ્તુના જાતિસ્તંભાવનું વાસ્તવિક, તાદશ ચિત્ર અંકિત કરાતું હોય છે, અને તે માટે લાક્ષણિક અને સ્મૃતિમાં જડાઈ જાય તેવી થોડીક વિગતો સર્જક ચેતના ઝડપી લેછે. સુભાષિતસંગ્રહોમાં ‘જાતિવ્રજ્યા’ના મથાળા નીચે આ પ્રકારનાં મુક્તકો આપેલાં હોય છે. માનવીય કે પ્રાકૃતિક જગતની કોઈ પણ વસ્તુ કે ઘટનાને બીજા કોઈ અર્થના વાહક તરીકે નહીં, પણ તેના પોતાના જ રમ્યત્વ ખાતર આબેહૂબ નિરૂપવામાં આવે ત્યારે આપણને આ કાવ્યપ્રકાર મળે છે. ‘સપ્તશતી’માં સ્વભાવોક્તિઓને પણ સ્થાન મળેલું છે. અલંકારો ‘સપ્તશતી’નાં સ્વભાવચિત્રોમાં તેમ જ ભાવાંકનોમાં પ્રાણસંચાર કરતા કે તેમને ઉઠાવ આપતા ઉપમા, ઉત્પ્રેક્ષા આદિ અલંકારોની સામગ્રી ઘણુંખરું તો ગ્રામીણ જીવનમાંથી લીધેલી છે, અને તેથી પ્રત્યક્ષતા, સદ્યબોધ, અને તાજગી સધાયાં છે. સજ્જન ચાલ્યો જતાં ગામ એવું ઉજ્જડ લાગે છે જાણે ઊખડી ગયેલા વડવાળું ગામનું પાદર. ઠરવા માંડેલા તાપણા ઉપર વળેલી રાખને વચ્ચેથી ખસેડતાં નીચે દેખાતા લાલ અંગારાથી તે પેટ ચીરેલા રીંછની યાદ આપેછે. પ્રેમની કુટિલતાને કાકડીના ઊગતા વેલાના વંકાતા તાંતણાથી તાદેશ કરીછે. પ્રિયતમને જોવા ઘરેઘર ભમતી નાયિકા એટલે જાણે ચોપાટની સોગઠી, અને પસાર થતા પ્રિયતમને વાડનાં છિદ્રોમાંથી નિહાળતી નાયિકા એટલે જાણે પિંજરમાંની મેના. વહુઘેલા મુખીપુત્રને લીમડાના કીડાની, અને ફૂટતી જુવાનીવાળા વાછડાના વાનને તાજી કૂંપળના વાનની ઉપમા અપાઈ છે. મેઘને મહિષ તરીકે, અને પતિસંગના ઉજાગરાથી દિવસે ભરનિંદર લેતી નવોંઢાને દૂધથી ધરાઈને ઊંઘતી નવજાત પાડી તરીકે કવિએ જોયાંછે. કાદવમાં ફસેલી ગાયની જેમ સુંદરીનાં અંગ પરથી ચસકી ન શકતી અવશ દૃષ્ટિ, ગોધણ Page #27 -------------------------------------------------------------------------- ________________ ર૫ વિનાના વાડા જેવું કે પાણી વિનાની જ ાશયની ખાડ જેવું વિરહિણીનું વદન, પીંજેલા રૂ જેવાં શરદનાં અભ્ર, ઉકાળ ને ઠારેલા પાણીના સ્વાદ જેવો તૂટીને સંધાયેલો પ્રેમ એવાં એવાં ઉજ્જ્વળ ચિત્રોની અહીં ખોટ નથી. ગ્રામીણ જીવનનો પરિવેશ ― ગ્રામીણ જીવનના બધા વાણાતાણાનો વાચકને જેટલો વધુ પ્રત્યક્ષ અનુભવ તેટલી આ કવિતા વધુ માણી શકાય. શાળનાં, તલનાં અને શણનાં ખેતર; કદંબ, શેફાલિકા, નવમાલિકા, કુરબક અને અંકોલનાં ફૂલની ઉન્માદક સૌરભ; પારધી અને ભીલોના નેસડાનું અને પહાડી ગામડાનું જીવન; વિવિધ લોકોત્સવો અને રીતરિવાજો — આ સૌનો પરિવેશ ‘ગાથાકોશ’ની કવિતામાં અંગભૂતછે. પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપો અને આવિષ્કારો સાથેની આત્મીયતા, રંગ, રૂપ, ગંધ, સ્પર્શની સેંકડો ભાતો અને છાયાઓ પ્રત્યે ગ્રહણશીલ, અકુંઠિત ઈંદ્રિયો, નિત્યના જીવનના સેંકડો નાનામોટા પ્રસંગો અને ઘટનાઓ સાથે વણાયેલા લોકજીવનના ભાવો પ્રત્યે સંવેદશીલતા - આવી આવી સજ્જતા લઈને જ આ કવિતા પાસે પહોંચાય. ――― અન્યોક્તિ અને સુભાષિત . પ્રેમકવિતા અને પ્રકૃતિકવિતા ઉપરાંત મુક્તકોના બીજા બે પ્રકાર પણ વ્યાપક છે. તેમાંનો એક પ્રકાર તે અન્યોક્તિનો. આ પૂર્વે નોંધ્યું છે તેમ ભ્રમર, ગજ, હંસ, સાગર વગેરેનાં વર્ણનના ઓઠા નીચે માનવજીવન કે વ્યવહારની કોઈ વાત આમાં સૂચિત થતી હોય છે. આને અન્યાપદેશ કે અપ્રસ્તુતપ્રશંસા પણ કહે છે. પાછળના સમયમાં આ પ્રકારનાં મુક્તકોના સ્વતંત્ર સંગ્રહો પણ મળે છે. બાકીનો એક વિભાગ સદ્બોધ, ડહાપણ, નીતિ કે લોકવ્યવહારને લગતાં મુક્તકોનો છે. સદુક્તિ, સૂક્તિ કે સુભાષિતોનો સાંકડો અર્થ આ જ છે. સમગ્ર મુક્તસાહિત્યમાં નીતિવાક્યો, બોધવચનો, ચિંતનકણિકાઓ અને અનુભવબોલોને ગૂંથી લેતાં મુક્તકોનું પ્રમાણ જ કદાચ સૌથી મોટું હશે. ‘સપ્તશતી’માં સજ્જન, દુર્જન, વૃદ્ધત્વ, કૃપણતા, ધનિક, દરિદ્ર, મૈત્રી, પ્રેમનું સ્વરૂપ, ગૃહસ્થી, વૈરાગ્ય વગેરેને લગતાં મુક્તકોને પણ સ્થાન મળ્યું છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૬ બીજા મુક્તકસંગ્રહોમાં આ ઉપરાંત દેવસ્તુતિ, દેવ વગેરેને લગતા બીજા પણ ઘણા વિભાગો હોયછે. ગાથા છંદ “સપ્તશતી'નાં બધાં મુક્તકો “ગાથા' (પ્રાકૃત “ગાહા') નામના છંદમાં રચેલાં છે. જેમાં સંસ્કૃત પદ્યરચના માટે અનુણુભ, તેમ પ્રાકૃત માટે ગાથા લાક્ષણિક, અને શતાબ્દીઓ સુધી વપરાતો રહેલો છંદ છે. પ્રાકૃત સાહિત્યરાશિ લાખો ગાથામાં નિબદ્ધ છે, અને તેના બહુ જ થોડા અંશ માટે ઇતર છંદો વપરાયા છે. સંસ્કૃત રચના માટે પણ આ છંદ ઠીકઠીક વપરાયો છે, અને સંસ્કૃત પિંગળમાં તે “આર્યા નામે ઓળખાયો છે. ગાથા છંદમાં બે પંક્તિ હોય છે. પહેલી પંક્તિ ૩૦માત્રની અને બીજી ૨૭ માત્રાની. પહેલી પંક્તિમાં ચારચાર માત્રાના સાત ગણ અને છેલ્લા બે માત્રાનો ગણ એ રીતે તે ૩૦ માત્રા વહેંચાયેલી છે. તે જ પ્રમાણે બીજી પંક્તિમાં ચારચાર માત્રાના પાંચ ગણ, તે પછી એક જ માત્રાનો છઠ્ઠો ગણ, ચાર માત્રાનો સાતમો ગણ અને બે માત્રાનો આઠમો ગણ એ રીતે તે ર૭ માત્રા વહેંચાયેલી છે. આમાં એકી સંખ્યાના ગણોમાં (એટલે કે પહેલા, ત્રીજા, પાંચમા અને સાતમા ગણમાં) લઘુ-ગુરુ-લવું એવા સ્વરૂપનો (એટલે કે જગણનો) નિષેધ છે; બેકી સંખ્યાના ગણોમાં જગણ આવી શકે છે; પરંતુ પહેલી પંક્તિમાં છઠ્ઠા ગણમાં નિયમ તરીકે કાંતો જગણ હોય અથવા ચાર લઘુ હોય (જેમાં નવો શબ્દ બીજા લઘુથી શરૂ થતો હોય); અને બીજી પંક્તિમાં છઠ્ઠો ગણ કેવળ એક લઘુનો હોય એવો નિયમ છે. આમાં બાર માત્રા પછી વિકલ્પ યતિ આવી શકે, અને બંને પંક્તિમાં અંતિમ અક્ષર ગુરુ જ ગણાય. આમ ગાથા છંદનું સ્વરૂપ નીચે પ્રમાણે છે : પહેલી પંક્તિ : ૪+૪+૪ () +૪+૪+૧–૧ (ક૧,) +૪+બીજી પંક્તિ : ૪+૪+૪ (0) +૪+૪+૬ +૪+ બંને પંક્તિઓમાં એકી સ્થાને જગણ નિષિદ્ધ. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ઉદાહરણ પસુવઈણો રોસા રુ ણ- વ ડિ મા-સંકે તા-ગોરિ-મુ હ-અંદ | - - - - - - - - - - - - - - - - - ગહિઅગ્ધ – પંકજં વિઅ સંઝા-સલિલંજલિ ન મહ || – –– ૧ ૬ –– –૧–૧૧ – પઠનકલા ગાથાનું પઠન કરવાની કળા હતી. ભાવના વળાંકોને ઘટતો ઉઠાવ મળે અને યતિસ્થાનો સચવાય તે રીતે લયબદ્ધ પઠન ન કરવામાં આવે તો તેનું કાવ્યત્વ ખંડિત થાય. અણઘડ ગોવાળિયો દોહતી વેળા આંચળની ખેંચાખેંચ કરે તેમ લોચા વાળતાં કોઈ ગમાર ગાથાનું પઠન કરે ત્યારે ગાથા બિચારી રડે છે એમ ‘વજ્જાલગ્ન' આપણને જણાવે છે. બેચાર વચનની જ ઉક્તિઓનો, મુગ્ધ હાસ્યવિલાસનો અને કટાક્ષદૃષ્ટિનો મર્મ ગાથાઓ સિવાય અન્યત્ર કશેથી પામી ન શકાય. એટલે જ તો કહ્યું છે કે ગાથાનો, ગીતનો, સંગીતનો અને પ્રૌઢ મહિલાનો રસ જેણે નથી જાણ્યો એનો એ જ મોટો દંડ. પ્રાકૃત ભાષા “સપ્તશતી'ની ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃત તરીકે જાણીતી છે. આ પ્રાકૃત એટલે સંપૂર્ણપણે તે સમયના – ઈસવી સનની આરંભની શતાબ્દીના – મહારાષ્ટ્રની જનભાષા એમ સમજવું બરાબર નથી. મહારાષ્ટ્રની લોકભાષાનાં કેટલાંક તત્ત્વોને સમાવીને સંસ્કૃતના પ્રભાવવાળી જે એક વ્યાપક સાહિત્યભાષા પ્રચારમાં આવી અને સંસ્કૃત ઉપરાંતની એક મુખ્યતમ અખિલ ભારતીય સાહિત્યભાષા તરીકે શતાબ્દીઓ સુધી વપરાતી રહી તે મહારાષ્ટ્રી પ્રાકૃત. એ ભાષા સૌને વ્યાકરણની મદદથી શીખવાની રહેતી. તે માટેનાં વ્યાકરણોમાં, કેવા કેવા ફેરફારથી કવિ સંસ્કૃતિને પ્રાકૃતમાં બદલી શકે તેના નિયમો આપેલા છે. હાલ કવિના તથા તે પછીના અન્ય ગાથાસંગ્રહોમાં જે રચનાઓ સંકલિત થયેલી છે તે માત્ર મહારાષ્ટ્રની જ નહીં પણ ભારતભરના સર્વ પ્રદેશના કવિઓની રચનાઓમાંથી પસંદ કરેલી છે. તે કારણે “સપ્તશતી'ની ભાષામાં રૂઢ, વ્યાપક તત્ત્વો ઉપરાંત તે તે પ્રદેશનાં થોડાંક આગવાં તત્ત્વો પણ પ્રાપ્ત થાય છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ર૮ આ ભાષાનું બાહ્ય સ્વરૂપ સંસ્કૃતથી ભિન્ન હોવા છતાં વાક્યબંધારણ અને શબ્દરચના સંસ્કૃતનાં જ હતાં. બેત્રણ શબ્દોના સમાસ વારંવાર વપરાતા અને આખી પંક્તિને ભરી દે તેવડા સમાસ વાપરવાનો બાધ ન હતો. છતાં પણ સંસ્કૃતની તુલનામાં પ્રાકૃત લોકભાષાની વધુ નિકટ હતી, અને પ્રાકૃત રચનાઓની શૈલીમાં લોકભોગ્ય બનવા માટે વધુ અવકાશ રહેતો. સ્વરો વચ્ચેના સ્પર્શ વ્યંજનો લુપ્ત થયા હોવાને કારણે પ્રાકૃત સંસ્કૃતની સરખામણીમાં સ્વરપ્રધાન શબ્દોવાળી ભાષા હતી, અને આવા શબ્દસ્વરૂપને કારણે તેમાં સંગીત તત્ત્વનું પ્રમાણ ઉત્કટ હતું. સુકુમાર પ્રાકૃત બંધ અને પરુષ સંસ્કૃત બંધ વચ્ચેનું અંતર મહિલા અને પુરુષ વચ્ચેના અંતર જેવું હોવાનું કવિ રાજશેખરે કહ્યું છે. તો લલિત, મધુર, અલંકૃત અને યુવતીઓને પ્રિય એવું પ્રાકૃત કાવ્ય સુલભ હોય ત્યાં સંસ્કૃત કાવ્ય કોણ વાંચે?— એવી લાગણી “વજ્જાલગ્ન'માં વ્યક્ત થયેલી છે. વિદગ્ધ શૈલી “સપ્તશતી'માંનાં જીવન અને પ્રકૃતિ ઘણા પ્રમાણમાં ગ્રામીણ છે, પરંતુ તેમની અભિવ્યક્તિ નાગર છે. આ કવિતા લોકકવિઓની કે લોકપ્રિય કવિઓની રચના નથી. એ રાજસભાની કવિતા છે : રાજાના કે શ્રીમંતના આશ્રિત કવિની વિદગ્ધ શૈલીની રચનાઓ છે. તેમના ભાવ અને વિચારની અભિવ્યક્તિની રીતિમાં અલંકૃતતા અને સાહિત્યિક રૂઢિઓનો આદર છે. પદાવલિ ખેડાયેલી અને પરિમાર્જિત છે. આ કવિતા પર સભાન કલાકસબ અને પદ્ધતિનું વર્ચસ્વ હોઈને તેમાં સીધો સરળ આસ્વાદ કે પ્રાસંગિક મનોરંજન આપે તેવો અંશ ઓછો છે. “સપ્તશતી'ની શૃંગારિક કવિતાના કવિ કામશાસ્ત્રમાં મળતી પ્રેમની રીતિનીતિ અને ગતિવિધિની વ્યાખ્યા, ઝીણું વિશ્લેષણ અને વિસ્તારી વર્ગીકરણના જાણકારછે. નાયિકાભેદ, નાયકભેદ, ભાવ વિભાવ અનુભાવ વગેરે શૃંગારરસની સામગ્રી અને સાજસજ્જા તેમને હાથવગી છે. અભિવ્યક્તિની વિદગ્ધ શૈલીની અને કવિસમયોની તેમને ફાવટ છે. પણ રૂઢિ અને કૃત્રિમતાનો અંશ હોવા છતાં ઘણી રચનાઓ સચ્ચાઈ, સુકુમારતા, ઉત્કટતા કે તીણતા નથી ગુમાવતી એ આપણે જોઈ શકીએ છીએ, Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૯ અને સંસ્કૃત કવિતાની તુલનામાં કેટલેક અંશે તે લોકભોગ્ય હોવાનું પણ જરૂ૨ કહી શકાય. આસ્વાદ્યતા હિંદી સાહિત્યના રીતિકાલની કવિતાથી (વિશેષે વ્રજભાષાં રચાયેલી બિહારીની ‘સતસઈ’થી) પરિચિત હોય તેવા વાચકને આ પ્રાકૃત મુક્તક કવિતાનાં સ્વરૂપ અને ભાવના સહેજ પણ પરાયાં નહીં લાગે. બિહારીની ‘સતસઈ’ના ઘણા દુહાઓમાં ‘સપ્તશતી’ની જ ગાથાઓનો આશ્રય લીધેલો છે. અને મધ્યકાલીન ગુજરાતી, રાજસ્થાની ને હિંદી સાહિત્યના હજારો ફુટકળ દુહાઓમાં પ્રાચીન મુક્તકપરંપરા સમૃદ્ધ બનીને અર્વાચીન યુગના ઉંબર સુધી સજીવ રહી છે. ગઝલકવિતાના રસિયાને પણ ભાવ અને અભિવ્યક્તિની કેટલીક સગોત્રતા અહીં જોવા મળશે. અન્ય સાહિત્યોની વાત કરીએ તો સઘન ધારદાર ચિત્ર માટે અંગ્રેજી સાહિત્યની બિંબવાદી (‘ઇમેજિસ્ટ’) કવિતા અને અર્થસૂચક લાઘવ માટે જાપાની હાઇકુની ખ્યાતિ છે. પ્રાચીન ગ્રીક કવિતામાં પણ મુક્તકો — ‘એપિગ્રામ’નું ખેડાણ થયેલુંછે. સ્વરૂપ, સામગ્રી અને અસ્વાદ્યતાની દૃષ્ટિએ તેમનું સંસ્કૃતપ્રાકૃત મુક્તકો સાથે કેટલુંક સામ્ય પણ જણાય છે. પરંતુ સંસ્કૃતપ્રાકૃત મુક્તકો તો ચિત્રાત્મકતા, લાઘવ અને ધ્વન્યાર્થના શૃંગે વિરાજે છે. લાઘવવાળાં અને ધ્વનિપ્રધાન હોવાથી આ મુક્તકોના શબ્દે શબ્દ ૫૨ ધ્યાન અપાય, બીજીત્રીજી વાર વાંચીને બધી સહચારી અર્થછાયાઓનું આકલન થાય તો જ તે પોતાનો મર્મ પૂરેપૂરો ખોલે. જોતાંવેંત હૃદયમાં વસી જાય, વાંચતા સાથે જ ગળે ઊતરી જાય એવું પણ કેટલુંક અહીં છે જ. પણ આને સ૨ળ કવિતા ગણીને બધે નહીં ચલાય. વાચકની પાસેથી એ થોડોક વિશેષ પુરુષાર્થ કે નિષ્ઠા માગી લેછે. અને તેની સામે લાભ પણ તેને એવડો જ મોટો બિંદુમાં સિંધુનો, તરંગમાં જળપ્રવાહનો અનુભવ કરાવતો · મળે છે. અને આવાં મુક્તકોમાંના પ્રકૃતિચિત્રોની સુકુમારતા અને સૂક્ષ્મતાને પૂરેપૂરી પામવા માટે આજના વાચકે ઇંદ્રિયોનું ચૈતન્ય પાછું મેળવવું પડશે : વસ્તુને માત્ર ભાળવાને બદલે નિહાળવાની, સાંભળવાને બદલે સુણવાની, ― Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૦ અડવાને બદલે સ્પર્શને પામવાની ટેવ પાડવી પડશે, રંગ રૂપ આકાર સ્વાદ સ્પર્શ અને અવાજની લીલામય સૃષ્ટિ સાથે તરત જ એકરાગ અને એકતાના થતા શીખી લેવું જોઈશે. સામાન્યતઃ કાવ્યના ભાષાંતરમાં મૂળનાં સૂક્ષ્મતત્ત્વોનો વધતેઓછે અંશે ભોગ લેવાતો જ હોય છે. અહીં આ મુક્તક જેવું સઘન સ્વરૂપ, પ્રાકૃત જેવી ગાઢ બંધને અનુકૂળ મૂળ ભાષા, અને અનુવાદ ગુજરાતી ગદ્યમાં : મૂળના ભાવ અને રીતિના સ્થળ આલેખથી વધુ સાધવાની ઊંચી નેમ આવા પ્રયાસમાં કેટલીક રાખી શકાય છતાં પણ એટલી આશા અવશ્ય રાખી છે કે આ અનુવાદ વાચકને પ્રાકૃત મુક્તકોનો સ્વાદ લગાડી જશે; અને કોને ખબર છે, મૂળનાં આ અલપઝલપ દર્શનથી લોભાઈને વાચક પ્રાકૃત કવિતાનો પ્રત્યક્ષ સંગમ કરવા પણ પ્રેરાય અને એમ પ્રકૃતિમધુર પ્રાકૃત ગિરાનો અને મુક્તક કવિતાનો ભાવકવર્ગ વિસ્તરે. ટૂંકી સંદર્ભસૂચિ વ. “સપ્તશતી'નાં સંપાદનો ૧. Das Saptasatakam des Hala. સંપાદન: આબ્રેસ્ટ વેબર (AlbrechtWeber), ૧૮૮૧ (પુનર્મુદ્રણ, ૧૯૬૬). સર્વપ્રથમ અને સર્વમાં મૂર્ધન્ય સંપાદન. જર્મન પાંડિત્યની નીપજ. પાઠપરંપરાની અને પાઠની સમીક્ષાની દૃષ્ટિએ તેમ જ અર્થઘટન માટેની સામગ્રીની અને આનુષંગિક માહિતીની દૃષ્ટિએ અનન્ય. રોમન લિપિમાં છયે પાઠપરંપરાઓ અનુસાર પાઠ, પાઠાંતરો, ટીકાઓમાંથી ઉપયોગી ટિપ્પણી કે સંસ્કૃત છાયા, જર્મન ભાષામાં અનુવાદ, અર્થવિવરણ, વિસ્તૃત પ્રસ્તાવના, શબ્દકોશ અને સૂચિઓ સાથે. ૨. ગાથાસપ્તશતી. કાવ્યમાલા, ક્રમાંક ૨૧. ઈ.સ. ૧૯૮૯ની પહેલી આવૃત્તિમાં ગંગાધરની ટીકા અને તે અનુસાર સાધારણ પ્રચલિત પાઠપરંપરા. ૧૯૩૩ની ત્રીજી આવૃત્તિમાં મથુરાનાથ શાસ્ત્રીની નૂતન ટીકા. તેમાં વ્યંગ્યાર્થનું વિવરણ પ્રશંસનીય. જૂની ટીકાઓનો પણ આધાર લીધો છે. ભૂમિકામાં Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અન્ય મુક્તસંગ્રહો પરના પ્રભાવની પણ ચર્ચા છે. મૂળ પાઠ અનેક સ્થળે અશુદ્ધ છે. ૩. ગાથાસપ્તશતી. ચોથાથી સાતમા શતકનો કેટલોક અંશ હરિતામ્ર પીતાંબરની ટીકા સાથે જગદીશલાલ શાસ્ત્રી દ્વારા સંપાદિત (૧૯૪૨). ૪. ગાથાસપ્તશતી. અત્યંત વિસ્તૃત પ્રસ્તાવના, સંસ્કૃત છાયા, મરાઠી ભાષાંતર, વિવરણ, પરિશિષ્ટો અને સૂચીઓ સાથે સ. આ. જો ગળેકર દ્વારા સંપાદિત. (૧૯૫૬). વેબરના સંપાદનનો લાભ લીધો છે, પણ પાઠ કાવ્યમાલાની જેમ અશુદ્ધ છે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિવેચન ઘણાં જ ઉપયોગી. મહારાષ્ટ્રીય સંસ્કૃતિની નીપજ તરીકે જોવાની દષ્ટિ. ૫. ગાથાસપ્તશતી, હિન્દી અનુવાદ, વિવરણ અને પ્રસ્તાવના સાથે પરમાનંદ શાસ્ત્રી દ્વારા સંપાદિત. (૧૯૬૫). રીતિકાલીન હિન્દી કવિતાના સંદર્ભમાં કરેલું વિવેચન ઉપયોગી. હરિરામ આચાર્યો મૂળ અને સંસ્કૃત છાયા સાથે હિન્દી પદ્યાનુવાદ આપ્યો છે. (૧૯૮૯). વ અન્ય મુક્તકસંગ્રહો ૬. વજ્જાલગ્ન. રત્નદેવની સંસ્કૃત ટીકા, અંગ્રેજી અનુવાદ, ટિપ્પણ અને પ્રસ્તાવના સાથે મા. વા. પટવર્ધન દ્વારા સંપાદિત. (૧૯૬૯). “વજ્જાલગ્ન” પર “સપ્તશતીનો પ્રભાવ તથા તેની વિષયસામગ્રી અને ગુણવત્તાનું 'વિવરણ ઉપયોગી. ૭. સુભાષિતરત્નકોષ. વિદ્યાકરસંકલિત. કોસાંબી અને ગોખલે દ્વારા સંપાદિત. (૧૯૫૭). સુભાષિતસંગ્રહોના સ્વરૂપ, કવિતાનો પ્રકાર અને કવિઓનો સમયનિર્ણય– એ માટે પ્રસ્તાવના ઉપયોગી. ૮. An athology of Sanskrit poetry. ઉપર્યુક્ત “સુભાષિતરત્નકોષ'નો ટિપ્પણ સાથે અંગ્રેજી અનુવાદ, અનુવાદક ડેનિઅલ ઈન્શાલ્સ (Ingalls). (૧૯૬૫). સંસ્કૃત કવિતાનાં સ્વરૂપ તથા આસ્વાદ માટે પ્રવેશક ઘણો મૂલ્યવાન. Page #34 -------------------------------------------------------------------------- ________________ 3 ર ૯. Poems from the Sanskrit. વિવિધ સુભાષિતસંગ્રહોમાંથી પસંદ કરેલાં મુક્તકોનો સર્જનાત્મક અનુવાદ, અનુવાદક જોન બ્રૉફ (૧૯૬૮). અનુવાદની સમસ્યાઓની ચર્ચા માટે ભૂમિકા ઉપયોગી. ૧૦. સૂક્તિમુક્તાવલી. જલ્પણસંકલિત. એમ્બર કૃષ્ણમાચાર્ય દ્વારા સંપાદિત. (૧૯૩૮). પ્રસ્તાવનામાં કવિઓ વિશે માહિતી.. ૧૧. શતકત્રયાદિસુભાષિત સંગ્રહ. ભર્તુહરિના શતકોનું સમીક્ષિત સંપાદન. સંપાદક. દા. ધ. કોસંબી. ૧૯૪૮. પ્રસ્તાવના અને ભૂમિકા આ પ્રકારના મુક્તકસંગ્રહોની પાઠપરંપરાના ઇતિહાસની દષ્ટિએ અસાધારણ મૂલ્યવત્તાવાળી. જ. મુક્તકકવિતા અને મુક્તકસંગ્રહો વિશે વિન્તર્નિન્સ, કીથ, સુશીલકુમાર દે તથા વૉર્ડર જેવાના સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં આપેલી માહિતી અને વિવેચન ઉપયોગી છે. પ્રાચીન ગ્રીક મુક્તકો માટે Selections from Greek Anthology (સંપાદક જી. આર. ટોમ્સન)માંના અનુવાદો તથા ભૂમિકા જોવા જેવો. Page #35 -------------------------------------------------------------------------- ________________ 33 દેવસ્તુતિ ૧. વસંત ૨. ૩. મૂળ પ્રાકૃત પાઠ અને અનુવાદ તં ણમહ જસ્સ વચ્છે, લચ્છિ-મુહં કોદ્યુહમ્મિ સંકેત । દીસઇ મઅ-વિરહીણું, સસિ-બિંબં સૂર-બિબે વ્વ ॥ ૨.૫૧ ગ્રીષ્મ ૪. જેના વક્ષઃસ્થળ પર રહેલા કૌસ્તુભમણિમાં પ્રતિબિંબિત થયેલું લક્ષ્મીનું વદન સૂર્યબિંબમાં કલંકરહિત ચંદ્રબિંબ પ્રતિબિંબિત થયું હોય તેવું દીસે છે – તે (વિષ્ણુને) નમન કરો. ઋતુઓ દર-ફુડિઅ-સિખિ-સંપુડ-ણિલુક્ક-હાલાહલગ્ન-છેપ્પ-ણિ ં। પિક્સંબઢિ-વિણિગ્ગઅ-કોમલમંબંકુર અહ || ૧.૬૨ - જુઓ તો કેરીના ગોટલામાંથી ફૂટેલો ફણગો ! — સહેજ ખુલેલા છીપસંપુટમાં છુપાયેલું હળાહળનું પુચ્છાગ્ર ન હોય જાણે ! લંકાલઆણ પુત્તઅ વસંતમાસેક્સ-લદ્વ-પસરાણ । આપીઅ-લોહિઆણં બીહેઇ જણો પલાસાણં॥ ૪,૧૧ હે પુત્ર, જે એકમાત્ર વસંતમાસમાં શાખાઓ ૫૨ સર્વત્ર ફેલાઈ જાય છે તે પીળાશ પડતાં લાલ પલાશથી (કેસૂડાંથી) લોકો ભયભીત બને છે જે રીતે લંકાવાસી, માંસ આંતરડાં ને ચરબી પર તૂટી પડનારા, લોહી ચાખી ગયેલા પલાશથી (રાક્ષસોથી) ભયભીત બને તે રીતે. ―― જા તણુઆઅઇ સા તુહ કએણ કિં જેણ પુચ્છસિ હસંતો I ઇહ ગિમ્હે મહ પઅઈ એવં ભણિઊણ ઓરુણ્ણા ।। ૭,૧૧ ‘તુ હસતો હસતો પૂછે છે તો શું જે કોઈ સ્ત્રી સોસવાય છે, તે (બધી) તારે જ ખાતર ? મારી તો ગ્રીષ્મઋતુમાં આવી પ્રકૃતિ જ હોય છે' એમ બોલીને તે ઉચ્ચ સ્વરે રડી પડી. Page #36 -------------------------------------------------------------------------- ________________ 3४ વર્ષા ૫. પખુલ્લ-ઘણ-કલંબા, સિદ્ધોઅ-સિલાઅલા મુઇઅ-મોરા | પસરતોઝર-બહુલા, ઓસાહંતે ગિરિ-ગ્ગામા || ૭.૩૬ જ્યાં ઘેઘૂર કદંબો ખીલી ઊઠ્યા છે, શિલાતલો ધોવાઈને સ્વચ્છ બન્યાં છે, મયૂરો આનંદમાં આવી ગયા છે, અને ઝરણાં ખળખળ વહી રહ્યાં છે, એવાં ગિરિગ્રામો ઉત્સાહને આમંત્રતા ઊભાં છે. અવલંબ મા સંકહ, ણ ઈમા ગહ-લંઘિયા પરિભ્ભમાં અત્યક્ક-ગન્જિઉદ્ભુત-હિત્ય-હિઅઆ પઅિ-જાઆ || ૪.૮૬ ધારણા રાખો, ડરો નહીં. આ જે બધે ભટકી રહી છે તે ભૂતના વળગાડવાળી નથી. એ તો એકાએક થયેલી મેઘગર્જનાથી જેનું હૃદય વ્યાકુળ અને ત્રસ્ત બની ગયું તે પથિક-પત્ની છે. હેમંત ૭. ફાલેઈ અચ્છભલ્બ , વ ઉઅહ કુગ્ગામ-ઉલ-દારા હેમંત-કાલ-પતિઓ , વિઝાવંત પલાલગિ / ૨.૯ જુઓ, આ કુગ્રામના દેવળને બારણે હેમંતનો પ્રવાસી બુઝાતા પરાળના તાપણાને રીંછને ચીરીને ખુલ્લું કરતો હોય તેમ ખુલ્લું કરે છે. ૮. હેમંતિઆસુ અઈ-દહરાસુ રાઈસુ તે સિ અ વિણિદ્દા | ચિરઅર-પઉત્થ-વઈએ, ન સુંદર જે દિઆ સુઅસિ / ૧.૬૬ તારા પતિને પ્રવાસે ગયાને બહુ દિવસો થયા હોઈને, હેમંતઋતુની આ અતિ દીર્ઘ રાત્રીઓમાં તારી ઊંઘ ઊડી જાય છે તે ખરું, પણ તેથી તે દિવસે સૂએ છે તે સારું ન કહેવાય. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૫. અનુરાગ સંયોગ ૯. સોહલિએ અપ્પણો કિં ણ મમ્મસે મમ્મસે કુરવઅસ્સ | એએ તુહ સુહા હસઈ , વલિઆણણ-પંકજં જાઆ છે ૧.૬ તું કુરબકનું દોહદ (પૂરવાની) મારી પાસે માગણી કરે છે, પણ તારું પોતાનું દોહદ પૂરવાની માગણી કેમ નથી કરતો?' – એમ, હે સુભગ, આ તારી પત્ની પોતાનું વદનકમળ આડું રાખીને હસી રહી ૧૦. હિઅઅણુએહિં સમએ , અસમત્તાઈં પિ જહ સુહાર્વેતિ | કwાઇ મણે ણ તહા, ઇઅરેહિ સમાણિઆઇ પિ // ૧.૬૧ હૃદયને જાણનારની સાથેનાં કામ અધૂરાં રહ્યાં હોય (સાથેનો સમાગમ અસિદ્ધ રહ્યો હોય) તો પણ તે જેવો સુખદાયક હોય છે તેવો ઇતર લોકોની સાથેનાં કામ પાર પડ્યાં હોય (= સાથેનો સમાગમ સિદ્ધ થયો હોય) તો પણ તેવાં સુખદાયક લાગતાં નથી. ૧૧. જેત્તિઅ-મેત્ત તીરઈ,ણિવોટું દેહિ તેત્તિ પણઅં ણ જણો વિણિઅત્ત-પસાઅ-દુખ-સહ-ફખમો સવો / ૧.૭૧ તું જેટલો પ્રેમ તેને આપતો રહી શકે, તેટલો પ્રેમ જ તેને આપજે. બધા લોકો પ્રેમ ઓસર્યાનું દુઃખ સહેવા સમર્થ નથી હોતા. ૧૨. બહુ-વલ્લહસ્સ જા હોઇ વલ્લહા કહ વિ પંચ દિઅહાઈ | સા કિંછä મગ્નઈ, કરો મિઠું ચ બહુએ ચ / ૧.૭૨ - અનેક પ્રેયસીના પ્રીતમની જે પાંચ દિવસ સુધી વહાલી રહી હોય તે છઠ્ઠા દિવસની માગણી કરે ખરી? મિષ્ટ અને ખૂટે નહીં– એવું તો ક્યાં મળે ? Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૩. બંદીએ ણિહઅ-બંધવ-વિમણાએ-વિ પક્કલો ત્તિ ચોર-જુઆ । અણુરાએણ પલોઇઓ, ગુણેસ કો મચ્છર વહઇ ॥ ૨.૧૮ પોતાના બાંધવોની હત્યાથી ખિન્ન હોવાછતાં બંદિની શક્તિશાળી ચોરયુવકની સામે પ્રેમભરી દૃષ્ટિએ જોઈ રહી છે : ગુણોનો દ્વેષ કોઈ કરે ખરું ? ૧૪. હાસાવિઓ જણો સામલીએ પઢમં પસૂઅમાણાએ । વલ્લહ-વાએણ અલં, મમ ત્તિ બહુસો ભણંતીએ ॥ ૨.૨૩ 3 પહેલી પ્રસૂતિવેળાએ ‘પ્રિયતમનું હવે હું કદી નામ પણ નહીં લઉં' એવું વારંવાર બોલતી એ શ્યામાએ લોકોને હસાવ્યા. ૧૫. સાલોએ ચ્ચિઅ સૂરે, ઘરિણી ઘર-સામિઅસ્સ ઘેTMણ ણેચ્છતસ્સ-વિ પાએ, ધુઅઇ હસંતી હસંતસ્સ | ૨.૩૦ હજી સૂર્યનો પ્રકાશ હતો તો પણ હસતાં હસતાં ગૃહિણીએ ‘ના ના’ કરતા પણ હસતા પતિના પગ પકડીને ધોયા. ૧૬. દુષ્ણિવઅમેઅં, પુત્તઅ મા સાહસં કરિજ્જાસુ । એન્થ નિહિઆઇં હિઅઆઇં પુણો ણ લભંતિ ॥ ૨.૫૪ વત્સ, તું થાપણ ખોટી જગ્યાએ રોકે છે અહીં થાપણ મૂકેલાં હૃદય પાછાં નથી મળતાં. ૧૭. ઉદ્ધચ્છો પિઅઇ જલં, જહ જહ વિરલંગુલી ચિત્રં પહિઓ । પાવાલિઆ-વિ તહ તહ, ધારું તણુŪ પિ તણુએઇ ।। ૨.૬૧ સાહસ ન કરતો. - ઊંચી નજરે પથિક પહોળી આંગળીવાળી અંજલિથી જેમ જેમ ધીરે ધીરે જળ પીએછે, તેમ તેમ પરબવાળી બાલા પણ પાતળી ધારને યે વધુ પાતળી કરે છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ 3 9 ૧૮. મિચ્છારો પેચ્છઈ સાહિમંડલ સાવિ તસ્સ મુહ-અં | તે ચટુરં ચ કરકે, દોહ-વિ કાઆ વિલુપતિ // ૨.૬૨ ભિક્ષુક તેનું નાભિમંડળ નિહાળી રહ્યો છે, તે તેનો મુખચંદ્ર નિહાળી રહીછે, ને કાગડાઓ એ ચાટવામાંથી ને એ ભિક્ષાપાત્રમાંથી લૂંટાલૂંટ કરી રહ્યા છે ! ૧૯. વંકચ્છિ-પેશ્મિરી, વંકુલ્લવિરણ વંક-ભમિરીણું ! વંક-હસિરીણે પુત્તઓ, પુણેહિ જણો પિઓ હોઈ ૨.૭૪ હે પુત્ર, જેઓ વક્ર દૃષ્ટિએ જુએ છે, વક્ર વચન બોલે છે, વક્ર ગતિથી ચાલે છે, આડું મોં રાખી હસે છે તેવી તરુણીઓનો જેણે પુણ્ય કર્યા હોય તે જ વહાલો બને. ૨૦. તસ્સ-અ સોહચ્ચ-ગુણ , અમહિલ-સરિસં-ચ સાહસ મઝ | . જાણઈ ગોલા-ઊરો, વાસારત્તોડદ્ધરસ્તો-અ ૩.૩૧ તે તેની અન્ય સુભગતાને અને સ્ત્રીઓને માટે અનન્ય કહેવાય એવા મારા સાહસને, ત્રણ જણ જાણે છે : એક તો ગોદાવરીનું પૂર, બીજી વર્ષાઝડી અને ત્રીજી મધરાત. ૨૧. પેચ્છઈ અલદ્ધ-લફખં, દીહેણીસસઈ સુષ્ણએ હસઈ ! જહ જંપઈ અજુડ€ , તહ સે હિઅઅ-રૂઢિએ કિં-પિ | ૩.૯૬ તે જુએ છે પણ દેખતી નથી, લાંબા નિઃશ્વાસ નાખે છે, લખું હસે છે અને અસ્પષ્ટ બોલે છે એટલે લાગે છે કે તેના હૃદયમાં કશુંક છે. ૨૨. અત્યક્ક-રૂસણું ખણ-પસિજ્જર્ણ અલિઅ-વાણ-ણિબંધો | ઉમ્મચ્છર-સંતાવો , પુત્તા પઅવી સિમેહસ્સ || ૭.૭૫ અકારણ એકાએક રોષ કરવો, ક્ષણમાં પ્રસન્ન થઈ જવું, ખોટા મિશે (બીજાં સાથે) બોલવું, ઈષ્યનો ખટકો સહેવો – આ બધાં છે પુત્ર ! પ્રેમનાં ચિહ્ન છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૮ દર્શન ૨૩. અગણિઅ-સેસ-જુઆણા, બાલા વોલીણ-લોઅ-મજ્જાઆ ! અહ સા ભમઇ દિસા-મુહ-પ્રસારિઅચ્છી તુહ કએણ | ૧.૫૭ | હેમુગ્ધ, બીજા બધા જુવાનોને અવગણીને, લોકલાજછાંડીને, તે તારે માટે (તને જોવા) પ્રત્યેક દિશામાં દષ્ટિ પ્રસારતી ભટકી રહી છે. ૨૪. અચ્છેરે વ હિહિં વિઅ, સગે રજ્જુ વ અમઅ-પાણે વ | આસિમ્હ તે મુહત્ત, વિણિએસણ-દંસણ તીએ / ૨.૨૫ તેને ઘડીક નિર્વસ્ત્ર જોવાનું થયું, તે જાણે કે વિરલ આશ્ચર્ય હતું, ' જાણે કે ધનભંડાર મળી ગયો, જાણે સ્વર્ગનું રાજ્ય મળી ગયું, જાણે કે અમૃતપાન કર્યું ! ૨૫. અહએ લજ્જાલુઈણી , તસ્સ અ ઉમ્મચ્છરાઈ પેમ્ફાઈ ! ' સહિઆ-અણો વિ ણિઉણો , અલાહિ કિં પાઅ- રાણ /૨.૨૭ હું છું લજ્જાળુ, જ્યારે તેની પ્રેમચેષ્ટાઓ છે અમર્યાદ; સખીઓ પણ ચતુર છે એટલે તું પાની રંગવી રહેવા દે. ૨૬. ણિદાસ-પરિઘુમિર-તંસ-વલંતદ્ધ-તારઆલોઆ | કામસ્ય-વિ દુટ્વિસહા , દિઢિ-ણિવાઆ સસિ-મુહિએ / ૨.૪૮ એ ચંદ્રમુખીના દષ્ટિપાતો – જ્યારે એ નિદ્રાવશ અલસ, ચકળવકળ અને સહેજ આડી કરેલી કીકીથી જુએ છે ત્યારે – કામદેવને માટે પણ દુસ્સહ હોયછે. ૨૭. તઈ વોલતે બાલ , તિસ્સા અંગાઈ તહ ણ વલિઆઈ / જહ પુમિક્ઝ-ણિવડત-વાહ-ધારાઓ દીસંતિ || ૩.૨૩ હે બાળક, તું ચાલ્યો જતો હતો ત્યારે તને જોવાને તેના અંગો એટલાં વળ્યાં કે અશ્રુધારાઓ તેની પીઠ વચ્ચે પડતી દેખાતી હતી. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ૨૮. ણઅણભંતર-ઘોલંત-બાહ-ભર-મંથરાઈ દિઢીએ | પુણત્ત-પેશ્કિરીએ, બાલઅ કિં જે ણ ભણિઓ સિ || ૪.૭૧ હે અનભિજ્ઞ, નયનોમાં ભરાઈ આવેલાં અશ્રુથી મંથર બનેલી અને વારંવાર જોયા કરતી તેની દષ્ટિએ તને શું શું નથી કહ્યું ! ૨૯. મુહ-પેચ્છઓ પઈ સે , ચા-વિહુ સવિશેસ-દંસણુમ્મહિત્ય | દો-વિ કાત્યા પહોં , અમહિલ-પુરિસંવ મણંતિ // .૯૮ એનો પતિ એના મુખદર્શનનો વ્યસનીછે, અને તે પણ તેના દર્શન માટે વિશેષ ઉત્કંઠિત બને છે. બંને કૃતાર્થ હોઈ આખી પૃથ્વીને જાણે કે સ્ત્રીપુરુષ - વિહોણી માને છે. ૩૦. તુહ દંસણણ જણિઓ , ઇમીઅ લજ્જાઉલાઈ અણુરાઓ / દુગ્નઅ-મહોરો-વિઅ હિઅએ-ચ્ચિા જાઈ પરિણામ | ૭.૧૦ તને જોઈને આ લજ્જાળુમાં જે અનુરાગ પ્રગટ્યો તે દરિદ્ર જનના મનોરથની જેમ હૃદયમાં જ સમાઈ રહ્યો છે. સ્પર્શ ૩૧. જઈ ચિખલ્લ-ભઉપ્પઅ-પઅમિણમલભાઈ તુહ પએ દિષ્ણ | તા સુહઅ કંટઇજ્જતમંગમેહિ કિણો વહસિ / ૧.૬૭ કીચડથી પગ ખરડાવાના ડરે જો એ આળસુએ પોતાનો પગ ઊંચો કરી તારા પગ પર મૂક્યો તેમાં તે સુભગ, તારા અંગે રૂંવાડાં કેમ ઊભાં થઈ ગયાં છે? ચુંબન ૩૨. વાએરિએણ ભરિએ , અશ્મિ કણઊર-ઉપ્પલ-રણ ! ફુક્કતો અવિહં, ચુંબતો કો સિ દેવાણું || ૨.૭૬ કર્ણાભરણ તરીકે રહેલા કમળની રજથી પવનને ઝપાટે તરુણીની આંખ ભરાઈ ગઈ, ત્યારે એને ફૂંક મારીને દૂર કરવા નિમિત્તે તેને ચૂમતા ન ધરાતો તું દેવોનો માનીતો હોય એમ લાગે છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ४० નખત ૩૩. દુખ દેતો-વિ સુઈ, જPઈ જો જસ વલ્લો હોઈ ! દઈઅ-શહ-દૂમિઆણં, વિ વઈ થણાણ રોમંચો / ૧.૧૦૦ જે જેને પ્રિય હોય તે દુઃખ દે તો તેથી પણ સુખ થાય; પ્રિયતમના નખથી ક્ષત થતા સ્તનોને રોમાંચ થતો હોય છે. . ૩૪. સહિઆહિં ભણમાણા, ચણએ લગ્ન કુસુંભ-પુરૂં તિ | મુદ્ધ-વહુઆ હસિજ્જઈ , પફોડતી સહ-વઆઇ | ૨.૪૫ તારા સ્તન પર કસુંબાનું ફૂલ ચોંટ્યું છે' એમ સખીઓએ કહ્યું એટલે તે મુગ્ધાને નખલતો ઉખેડવા મથતી જોઈને સખીઓ હસી રહી. સુરત ૩૫. આણા-સહઈ દેતી , તહ સુરએ હરિસ-વિઅસિઅ-કવોલા ! ગોસે વિ ઓણઅ-મુહી , અહી સે ત્તિ પિઅ ણ સહિમો // ૧.૨૩ ત્યારે સુરતસમયે હર્ષથી પ્રફુલ્લ ગાલે સેંકડો આજ્ઞાઓ દેતી, તો અત્યારે પ્રભાતે નીચું ઘાલીને ફરતી પ્રિયા તેની તે જ છે કે બીજી તે બાબત અમને શ્રદ્ધા બેસતી નથી. સ્મરણ ૩૬. ખણ-મત્ત પિ ણ ફિઈ , અણુદિઅહ-દિષ્ણ-ગરુઅ-સંતાવા | પચ્છણ-પાવ-સંક-બ્ધ , સામલી મજૂઝ હિઅઆઓ // ૨.૮૩ પ્રત્યેક દિવસે ભારે સંતાપ કરતી એ શ્યામા એક ક્ષણ પણ મારા હૃદયમાંથી હટતી નથી-છૂપા કરેલા પાપની ભીતિની જેમ. ૩૭. એક્ક-ચ્ચિા રૂઅ-ગુણ , ગામણિ-ધૂઆ સમુવ્હઈ ! અણિમિસ-ણઅણો સાલો, જીએ દેવીક ગામો // ૬.૯૨ રૂપગુણ જો કોઈ ધરાવતું હોય તો એક માત્ર ગામમુખીની દીકરી જ – જેણે અનિમિષ નયને જોતા આખા ગામને દેવ બનાવી દીધું. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ગુણવંતી ૩૮. અખાઈ પિઆ હિઅએ, અણે મહિલાઅણે રમંતસ્સ દિકે સરિસમિ ગુણંડસરિસમેિ ગુણે અ દીસંતે // ૧.૪૪ જ્યારે તે બીજી મહિલા સાથે રમણ કરે છે ત્યારે તેના હૃદયમાં તેની પ્રિયતમા ખટકે છે – તેના જેવા ગુણ જોઈને, અને તેનામાં નથી તેવા અવગુણ જોઈને. અભિસાર ૩૯. અસમત્ત-મંડણા ચિઅ, વચ્ચે ઘર સે સ-કોહલ્લમ્સ | વોલાવિઅ-હલ્લાહલસ્ટ પુત્તિ ચિત્તે ણ લગિહિસિ || ૧.૨૧ તું શણગાર પૂરાં સજ્યાં પહેલાં જ, તે ઉત્સુક છે ત્યાં સુધીમાં, તેને - ઘરે પહોંચી જા, પુત્રી ! જો તેની (તને મળવાની) ઉત્કંઠા ઓસરી જશે - તો પછી તેનું ચિત્ત તારા પર ચોંટશે નહીં. ૪૦. સામાએ સામલિજ્જઈ, અદ્ધચ્છિ-પલોહરીએ મુહ-સોહા જંબૂ-દલ-કઅ-કણાવઅંસ-ભમિરે હલિઅ-પુત્તે / ૨.૮૦ 1 જાંબૂના પત્રનું કર્ણાભરણ પહેરી ભમતા ખેડૂતપુત્રને આડી આંખે જોતી શ્યામાની મુખશોભા શ્યામ બની ગઈ છે. ૪૧. આઅસ્સે કિં શુ કાહ, કિં બોલ્લિસ્સે કહું હોઇ ત્તિ | પઢમુગ્નઅ-સાહસઆરિઆઈ હિઅએ થરહરઈ / ૨.૮૭ એ આવશે ત્યારે હું શું કરીશ? શું બોલીશ? આ બધું કઈ રીતે ચાલશે?” – (અભિસારનું) પહેલું સાહસ કરતી મુગ્ધાનું હૃદય થરથરે છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪ ર દૂતી ૪૨. નાહં દૂઈ ણ તુમ , પિઓ ત્તિ કો અપ્ટએO વાવારો | સા માં તુ... અઅસો , તેણ અ ધમ્મફખરે ભણિમો . ૨.૭૮ હું કાંઈ એની દૂતી નથી, તેમ તું કાંઈ એનો પ્રિયતમ નથી – આપણે આમાં પંચાત શું કામ કરવી? આ તો એ મરે છે, અને તને અપજશ આવે છે એટલે અમે ધરમનાં બે વેણ કહીએ છીએ. ૪૩. દૂઈ તુમ ચિઅકુલા , કફખડ-મઉઆઇં જાણસે બોલેઉં ! કંડુઅ-પંડુર જહ, ણ હોઈ તહ ત કરેજ્જાસુ || ૨.૮૧ તું ઘણી કુશળ દૂતી હોઈને કઠોર તેમ જ મૃદુ વચન ક્યારે બોલવા તે જાણે છે. તો ખાજને વધુ પડતી ખજવાળીને પાંડુર બની ન જાય તેમ કરજે. માનીતી ૪૪. અજ્જ કઇઓ-વિ દિઅહો, વાહ-વહૂ રૂવ-જોવણુમ્મત્તા ! સોહગ્સ ધણુપ-છલેણ રચ્છાસુ વિખિરઈ / ૨.૧૯ રૂપ અને યૌવનથી ઉન્મત્ત વ્યાધપત્ની હજી પણ કેટલાય દિવસોથી શેરીમાં ધનુષ્યનાછોલને વિખેરી રહી છે – જાણે કે પોતાનું સૌભાગ્ય પ્રદર્શિત કરતી હોય તેમ. ૪૫. સિહિ-મેહલાવતંસા, વહુઆ વાહસ્સ ગબિરી ભઈ ગઅ-મોત્તિઅ-રઈઅ-પસાહણાણે મજુઝે સવત્તીર્ણ || ૨.૭૩ ગજમોતીનાં આભૂષણો પહેરેલી શક્યોની વચ્ચે વાધની માનીતી પત્ની મોરપિચ્છનું કર્ણાભૂષણ પહેરીને સગર્વ ભમી રહી છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૩ માન ૪૬. તહ માણો માણ-ધણાએ તીઅ એમેઅ દૂરમણુબદ્ધો । જહ સો અણુણી પિઓ એક્ક-ગામે ચ્ચિઅ પઉત્થો ॥ ૨.૨૯ એ માનધન નારીએ એટલું બધું માન બાંધી રાખ્યું કે અનુનય કરીને ગયેલો તેનો પ્રિયતમ જાણે કે એક જ ગામમાં હોવાછતાં પ્રવાસી બની ગયો. ૪૭. તહ તસ્સ માણપરિવગ્નિઅસ્સ ચિર-પણઅ-બદ્ધ-મૂલસ્સ | મામિ પડંતસ્સ સુઓ સદ્દો-વિણ પેમ્મ-રુક્મસ || ૫.૩૧ કેવું માન વડે છેરેલું અને ચિરકાળના પ્રણયથી દઢમૂળ બનેલું એ પ્રેમવૃક્ષ! પણ, સખી, એ તૂટીને પડતાં અવાજ સ૨ખો પણ ન સંભળાયો ! ૪૮. ણ-વિ તહ અણાલવંતી, હિઅઅં ઘૂમેઇ માણિણી અહિઅં । જહ દૂર-વિઅંભિઅ-ગરુઅ-રોસ-મઝ્ઝત્થ-ભણિએહિં ॥ ૬.૬૪ તે માનિની મારી સાથે નથી બોલતી તે મારા હૃદયને એટલું સાલતું નથી, જેટલું અતિશય વધી ગયેલા રોષને કારણે તેનું તટસ્થ ભાવે બોલવું સાલે છે. રૂસણું ૪૯. પણઅ-કુવિઆણ દોણ્ડ-વિ અલિઅ-પસુત્તાણ માણઇત્તાણ । ણિચલ-ણિરુદ્ધ-ણીસાસ-દિષ્ણ-કÇાણ કો મલ્લો । ૧.૨૭ પ્રણયકલહમાં માન ગ્રહણ કરીને સુઈ ગયાનો ઢોંગ કરી રહેલાં, અને નીસાસાને તદ્દન રૂંધી દઈને કાન સરવા રાખી રહેલાં એ બંનેમાં, એ દશા સહી લે એવો કોણ મલ્લ છે ? ૫૦. અચ્છોડિઅ-વત્થદ્વૈત-પત્થિએ મંથર તુમં વચ્ચે । ચિંતેસિ થણહાઆસિઅલ્સ મજ્ઞસ્સ-વિ ભંગં ॥ ૨.૬૦ પાલવનોછેડો ખેંચી લઈને ચાલી જતી તું જરા ધીરે ચાલ – સ્તનના ભારે દબાતી તારી કટિ ક્યાંક ભાંગી પડશે તેની ચિંતા તને નથી ? Page #46 -------------------------------------------------------------------------- ________________ ४४ ૫૧. ઉજ્જઅ ણા કવિઓ, અવલેહસુ કિં મુહ પસાએસિ | તુહ મણમુપ્પાઅએણ મઝા માણેણ-વિ ણ કર્જ || ૨.૮૪ . હે ભોળા, હું રીસાઈ નથી ગઈ, નકામો મને મનાવ નહીં, આવ, મને આલિંગન દે. જે તારો રોષ પ્રગટાવે એવા માનગ્રહણ સાથે મારે ન લેવા, ન દેવા. પર. કેલીઓ-વિરૂસેલું , ણ તીરએ તમિ ચક્ક-વિણઅમિ | જાઇઅએહિ-વ માએ , ઇમેહિ અવસેહિ અંગેહિ || ૨.૯૫ હે બહેન, એ વિનય ચૂક્યો હોય તો યે, ગમ્મતમાં પણ, એના . પ્રત્યે આ મારાં માગી આણ્યાં જેવાં અવશ અંગો રોષ નથી કરી શકતાં. અપરાધ ૫૩. કિં દાવ કઆ અહવા, કરેસિ કારિસ્સિ સુહ એત્તાહે અવરાહાણ અલજ્જિર, સાહસુ કારે ખમિર્જતુ // ૧.૯૦ હે સુભગ, તેં કેટલા અપરાધ કર્યા, કેટલા હજી કરીશ, કેટલા કરાવીશ? અપરાધો કરવાથી તું લાજતો નથી, તો કહે, તારા કેટલા અપરાધની ક્ષમા આપવી? ૫૪. તીઅ મુહાહિ તુહ મુહં, તુઝ મુહાઓ અ મઝ ચલણમિ ! હત્યાહન્દીએ ગઓ, અઈ-દુક્કરઆરઓ તિલઓ // ૨.૭૯ એ તિલક ભારે કષ્ટદાયી છે – જે તેના મુખ પરથી તારા મુખ પર, અને તારા મુખ પરથી મારા ચરણ પર-એમ એક હાથેથી બીજે હાથે ગયું. અનુનય ૫૫. જેણ વિણા ણ જિવિજ્જઈ , અણુણિજ્જઈ સો કઆવરાહો-વિI પત્ત-વિ ણઅર-દાહ, ભણ કમ્સ ણ વલ્લો અગ્ની / ૨.૬૩ જેના વિના જીવી ન શકાય તેને અપરાધ કર્યો હોય તો પણ મનાવી લેવો જોઈએ. નગરને બાળતો હોય તો યે અગ્નિ કોને વહાલો નથી – તેના વિના કોને ચાલે? Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૫ શીલવતી પ૬. ચત્તર-ઘરિણી પિઅ-દંસણા આ તરુણી પઉત્થ-વUઆ અ | અસઈ સએક્ઝિઆ દુગ્ગઆ અણહુ ખંડિએ સીલ || ૧.૩૬ ગામના ચોક પાસે ઘર, જાતે રૂપાળી અને જુવાન, પતિ પરદેશે, પડોશણ કુલટા, અને વળી પાછું દળદર–છતાં યે તેણે શીલ ખંડિત થવા ન દીધું. દિયર-ભાભી ૫૭. શવલા-પહર અંગે, જહિ નહિ મહઈ દેઅરો દાઉં ! રોમંચ-દંડ-રાઈ, તહિ તહિ દીસઈ વહૂએ // ૧.૨૮ (નવલતાના ઉત્સવમાં) નવલતાનો પ્રહાર ભાભીના જે જે અંગ પર દિયર કરવા ચાહે છે તે તે અંગ પર રોમાંચની શ્રેણી ખડી થયેલી દેખાય છે. ૫૮. દિરિસ્સ અસુદ્ધ-મણસ્સ કુલવહુ ણિઅઅ-કુઉ-લિમિઆઈ | દિઅહં કહેઈ રામાણલગ્ન-સોમિત્તિ-ચરિઆઈ || ૧.૩૫ ભીંતપર રામભક્ત લક્ષ્મણનાં ચરિતનું દિવસભર આલેખન કરીને તે દ્વારા કુલવધુ મલિન આશય વાળા પોતાના દિયરને ઉપદેશ દઈ રહી છે. ૫૯. અસરિત-ચિત્તે દિઅરે, સુદ્ધ-મણા પિઅઅમે વિસમ-સીલે | ણ કહઈ કુટુંબ-વિહડણ-ભએણ તણુઆઅએ સુહા / ૧.૫૯ 1. પતિ શિથિલ ચારિત્ર્યનો હોઈને, અને રિઅરનું મન બૂરું હોઈને પુત્રવધૂ, જો હું કાંઈ બોલીશ તો કુટુંબમાં ફાટફૂટ થશે એવા ડરે કશું કહેતી નથી અને તેથી દૂબળી પડતી જાય છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ४६ અસતી ૬૦. સુણા-પરિમિ ગામે, હિડતી તુહ કએણ સા બાલા | પાસઅ-સારિ-બ્ધ ઘર, ઘરેણ કઈઆ-વિ ખન્જિહિઈ || ૨.૩૮ પુષ્કળ કૂતરા વાળા ગામમાં તને જોવા ઘરે ઘર ભટકતી એ બાલા ચોપાટના ખાને ખાને બેસતી સોગઠીની જેમ ક્યાંક કરડવાનો ભોગ બનશે (મારી જશે). ૬૧. ફલાહ-વાહણ-પુર્ણાહ-મંગલ બંગલે કુણંતીએ . અસઈએ મહોરહ-ગર્ભિણીએ હત્યા કરહરંતિ | ૨.૬૫ કપાસ વાવવાનો મંગળવિધિ શુભ દિવસે હળ ઉપર કરતી અસતીના હાથ, ભાવીના મનોરથો મનમાં સળવળતાં, થરથરે છે. ૬૨. પહિલૂિરણ-સંકોઉલાહિ અસઈહિ બહલ-તિમિરસ | આઇપ્પણેણ સિહુએ , વડસ્મ સિત્તાઈં પત્તાઈં // ૨.૬૬ . જે વડ નીચે ગાઢો અંધકારછવાઇ રહેતો હતો, તેનાં પાન (આવતા જતા) પથિકો ચૂંટી કાઢશે એવા ડરે અસતીઓએ ગૂપચૂપ એ વડનાં પાન ઉપર ચોખાના લોટનું પાણી છાંટી દીધું. ૬૩. ભૂજંતસ્સ-વિ તુહલગ્ન-ગામિણો ઈ-કરંજ-સાહાઓ .. પાઆ અજ્જ-વિ મિઅ, તુહ કહે ધરણિ ચિએ છિવંતિ // ૨.૬૭ હે સાધુડા, સ્વર્ગગમનની ઈચ્છા રાખતો તું નદી કાંઠેના કરંજની ડાળીઓ તોડી નાખે છે – તારા, પગ હજી પણ ધરતીને કેમ સ્પર્શે છે? ૬૪. ભમ ધમિઅ વીસન્થો, સો સુણઓ અજ્જ મારિઓ તેણ / ગોલા-અડ-વિયડ-કુઇંગ-વાસિણા દરિઅ-સીહેણ / ૨.૭૫ સાધુ મહારાજ, તમે હવે નિશ્ચિત બનીને ફરો. એ કૂતરાને આજે ગોદાવરીને કાંઠેના બીહડ તરુકુંજમાં રહેતા ગર્વિષ્ઠ સિંહે મારી નાખ્યો Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ૬૫. રૂએ અચ્છીસુ કિએ, ફરિસો અંગેનું જંપિએ કણે | હિઅઅ હિઅએ શિહિઅં, વિઓએ કિં દેÒણ | ૨.૩૨ તેનું રૂપ નેત્રમાં વસી ગયું છે, સ્પર્શ અંગમાં, વેણ કાનમાં ને હૃદયમાં હૃદય નિહિત છે : આમાં દૈવે વિયોગ શો કરાવ્યો? વિયોગ-વિરહ, ૬૬. મુગંતિ દીહ-સાસં, ણ અંતિ ચિર, ણ હોંતિ કિસિઆઓ | ધણાઓ તાઓ જાણે, બહુ-વલહ વલ્લો ણ તુમ || ૨.૪૭ હે અનેક સુંદરીઓના માનીતા, ધન્ય છે એ સુંદરીઓ જેમને તું વહાલો ન હોઈને, નથી મૂકતી લાંબા નીસાસા, નથી રડ્યા કરતી, નથી દૂબળી પડતી. ૬૭. તા રુણું જા રુવઈ, તાછીણે જાવ છિન્જએ અંગે ! તા ણીસસિએ વરાઈએ, જાવ આ સાસા પહખંતિ / ૨.૪૧ - એ બિચારી રડી શકી ત્યાં સુધી રડી, શરીર સુકાઈ શકાય ત્યાં સુધી સુકાઈ, અને શ્વાસ પહોંચ્યા ત્યાં સુધી નિઃશ્વાસ નાખતી રહી. ૬૮. જીવિઅ-સેસાએ મએ, ગમિઆ કઈ કઈ-વિ પેમ્પ-દુદ્દોલી | એહિ વિરમસુરે 4-હિઅઅ મા રજ્જસુ કહિ પિ // ૨.૪૯ . પ્રેમનો ઝંઝાવાત જેમ તેમ પાર કરીને હું માંડ માત્ર જીવતી બચી – હે બળ્યા હૈયા, હવે તું અટકજે – ક્યાંય પણ આસક્ત ન બનતું. ૬૯. તેણ ણ મરામિ મણૂહિ પૂરિઆ અજ્જ જેણ રે સુહા | તુમ્નઅ-મણા મરંતી મા તુજ્જ પુણો-વિ લગિસ્સે || ૪.૭૫ રે સુભગ, રોષે ભરપૂરછતાં હું હજી મરતી તો એટલા માટે નથી કે તારામાં મન વળગ્યું હોય ને હું મરું તો ફરી પાછી તારે માથે આવી પડું. Page #50 -------------------------------------------------------------------------- ________________ ४८ ૭૦. ઈસા-મચ્છર-રહિએહિ સિવિઆરેહિ મામિ અચ્છીહિ ! એસિંહ જણો જણ-પિવ, શિરિચ્છએ કહેણ છિક્કામો || ૬.૬ હવે પ્રિયજન ઈર્ષ્યા અને મત્સરથી રહિત, નિર્વિકાર નયને જેમ બીજા લોકોને જોતો હોય તેમ મને જુએ છે : બહેન, અમે ક્ષીણ ન થઈએ તો શું કરીએ? ૭૧. કિં વસિ કિં આ સોઅસિ , કિં કુપ્પણિ આ એક્કમેક્કલ્સ | પેમે વિસંવ વિસમ સાહસુ કો સંધિઉં તરઈ || ૬.૧૬ શા માટે રડે છે? શા માટે શોક કરે છે ? શા માટે એકેએક જણ . ઉપર કોપ કરે છે? કહે, વિષ જેવા વિષમ પ્રેમને કોઈ રૂંધી શક્યું છે? નિદ્રા ૭૨. ધણા તા મહિલાઓ જા દઈએ સિવિણએ-વિ પેòતિ સિદ-ચ્ચિા તેણ વિણા , ણ એઈ કા પેએ સિવિણ / ૪.૯૭ ધન્ય છે તે સ્ત્રીઓને જે સ્વપ્નમાં પણ પોતાના પ્રિયતમનાં દર્શન કરે છે. તેના વિના જ્યાં નિદ્રા જ નથી આવતી, ત્યાં પછી સ્વપ્ન જોવાની તો વાત જ શી? કૃશતા ૭૩. અઈકોવણા-વિ સાસૂ, આવિઆ ગા-વઈઅ-સોહાએ | પા-પાણોણઆએ , દોસુ-વિ ગલિએસુ વલએસ ૫.૯૩ તે પગે પડવા નમી અને તેના બંને હાથનાં કંકણ સરી પડ્યાં. પ્રોષિતપતિકાએ ઉગ્ર સ્વભાવની સાસુની પણ આંખમાં આંસુ આણી દીધાં. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪ સ્મરણ ૭૪. ણિકમ્માહિ-વિ છેત્તાહિં પામરો ણેઅ વચ્ચએ વસઇં । મુઅ-પિઅ-જાઆ-સુગ્ણઇઅ-ગેહ-દુખં પરિહરતો ॥ ૨.૬૯ ખેતરોમાં હવે કશું જ કામ ન ક૨વાનું હોવાછતાં ખેડૂત વસતીમાં પાછો ફરતો નથી – વહાલી પત્ની મરણ પામ્યાથી સૂના બનેલી ગયેલા ઘરમાં જવાનું દુઃખ નિવારવા. ૭૫. તે અ જુઆણા તા ગામ-સંપઆ તં-ચ અમ્ડ તારુણ્ણ અક્ખાણઅં-વ લોઓ, કહેઇ અમ્લે-વિ તં સુણિમો ।। ૬.૧૭ ગામના એ યુવાનોની, ગામની એ સમૃદ્ધિની અને અમારી એ જુવાનીની વાતો : એ કોઈ પુરાણી કથા હોય તેમ લોકો કહે છે અને અમે પણ તે સાંભળી રહીએ છીએ. પ્રવાસ ૭૬. કેણ મણે ભગ-મણો૨હેણ ઉલ્લાવિઅં પવાસો ત્તિ । સવિસાઇ વ અલસાઅંતિ જેણ વહુઆએ અંગાઇ ।। ૨.૧૧ જેના મનોરથો ભાંગી પડ્યા છે એવા કોણે ‘પ્રવાસ’ એવો શબ્દ ઉચ્ચાર્યો, જેને લીધે પત્નીનાં અંગો વિષ ચડ્યું હોય તેમ શિથિલ બની રહ્યાં છે. ૭૭. સઅણે ચિંતામઇએ, કાઊણ પિએ ણિમીલિઅચ્છીએ । અપ્પાણો ઉવઊઢો, પસિઢિલ-વલઆહિં બાહાહિં || ૨.૩૩ શયનમાં આંખ મીંચી મનમાં પ્રિયતમની છબી ધરીને તેણે ઢીલા બનેલા કંકણવાળી ભુજાઓ વડે પોતાને જ આલિંગન દીધું. ૭૮. અજ્જ- એવ પત્થો, અજજ-ચ્ચિઅ સુણ્યઆઇં જાઆÛ । રત્થામુહ-દેઉલ-ચત્તરાર્ધે અહં ચ હિઅઆઈઁ || ૨.૯૦ હજી તો આજે જ એ પ્રવાસે ગયો, અને આજથી જ શે૨ીનાકું, દેવળ, ચોતરો અને અમારાં હૈયાં સૂનાં બની ગયાં. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૭૯. આલોઅંત દિશાઓ , સસંત જેમંત ગંત રોઅંત | મુજીંત પડંત ખત્યંત પહિઅ કિ તે પઉત્થણ || ૬.૪૬ | દિશાઓને જોઈ રહેતા, ઊંડા શ્વાસ લેતા, બગાસાં ખાતા, ગાતા, રડતા, મૂછ ખાતા, પડતાલથડતા હે પથિક, તારા પ્રવાસે જવાથી શું વળવાનું છે? અવધિ ૮૦. ઓહિ-દિઅહાગમાસંકિરીહિ સહિઆહિં કુરુ-લિહિઆઓ | દો-તિણિ તહિં ચિના ચોરિઆએ રેહા પુસિજ્જતિ ૩.૬ અવધિના દિવસો પૂરા થતાં એનું આગમન થશે કે કેમ એવી આશંકા ધરતી સખીઓ ભીંત પર દોરેલી (દિવસ-સૂચક) રેખાઓમાંથી બેત્રણ ચોરીછૂપીથી ભૂંસી નાખે છે. પ્રતીક્ષા ૮૧. રચ્છા-પUણ-ણઅણુપ્પલા તુમ સા પડિચ્છએ એi | દાર-ણિહિએહિ દોહિ-વિ મંગલ-કલસેહિ વ થPહિ ૨.૪૦ શેરી પર નયનકમળ બિછાવીને અને દ્વાર પર બંને સ્તનના મંગળ કળશ ટેકવીને એ તને આવતો જોવાની પ્રતીક્ષા કરી રહી છે. દર્શન ૮૨. અવલંબિઅ-માણ-પરમ્મણીએ એંતસ્સ માણિણિ પિઅસ્સ / પુઢિ-પુલઉગ્યમો તુહ, કહેઈ સમુહ-ઠિએ હિઅj // ૧.૮૭ હે માનિની, પ્રિયતમને આવતો જોઇને, માનગ્રહણ કરી તું વિમુખ થઈને ઊભી છે, પણ તારી પીઠ પુલકિત થઈ છે તે બતાવે છે કે તારું હૃદય તેની સંમુખ છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ પ૧ ૮૩. ઉમૂલૈંતિ વ હિઅં, ઈમાઈ રે તુહ વિરજ઼માણસ્સ | અવહીરણ-વસ-વિસંકુલ-વલંત-ણ અણદ્ધ-દિઢાઈ || ૨.૪૬ તું વિરક્ત બની જતાં હવે અવમાનનાથી વિહ્વળ, આડી દૃષ્ટિ નાખી તે પાછી વાળી લઈને વારંવાર મને જુએ છે તેથી જાણે કે મારું હૃદય મૂળમાંથી ઊખડી જાય છે. મિલન ૮૪. ફુરિએ વામચ્છિ તુએ, જઈ એહિઈ સો પિડજ્જ તા સુઈ | મીલિઅ દાહિણએ, તુઇઅ-વિ એહં પલોઈમ્સ ૨.૩૭ " હે ડાબી આંખ, તારા ફરકવાથી જો (પ્રવાસેથી) એ પ્રિયતમ આવી પહોંચશે, તો જમણી આંખને બંધ રાખીને તારા વડે જ ક્યાંય સુધી હું તેને જોઈ રહીશ. અન્યોક્તિ ૮૫. તઈઆ કાગ્યે મહુઅર, ણ રમસિ અણાસુ પુષ્ક-જાઈસુ | બદ્ધ-ફલ-ભાર-ગુરુઈ, માલદં એહિ પરિચ્ચઅસિ / ૧.૯૨ હે કૃતઘ્ન મધુકર, ત્યારે તો તું બીજાં કોઈ પુષ્પોમાં રમતો ન હતો; પણ હવે ફળભારથી ભારે બની હોવાથી તું માલતીની પાસે પણ ફરકતો નથી. ૮૬. અણ્ણે કુસુમ-રસ, જે કિર સો મહઈ મહુઅરો પાઉં ! તું હીરસાણ દોસો, કુસુમાણે ણેઅ ભમરસ / ૨.૩૯ મધુકર જુદાં જુદાં પુષ્પોનો રસ પીવા ચાહતો હોય છે, તેમાં પુષ્પોની નીરસતાનો દોષ છે, નહીં કે મધુકરનો. ૮૭. સા કો-વિ ગુણાઈસઓ , ણ-યાણિમો મામિ કુંદલાઈઆએ / અચ્છીહિ-ચ્ચિા પાઉં , અહિલસ્સઈ જેણ ભમરહિ . ૬.૯૧ હે સખી, અમે નથી જાણતા કુંદલતિકાનો કયો એવો કોઈક અસાધારણ છે જેથી ભ્રમરો તેને કેવળ આંખોથી પણ પીવાની અભિલાષા કરે છે ! Page #54 -------------------------------------------------------------------------- ________________ ૮૮. કમલ મુઅંત મહુઅર, પિક્ક-કઇત્થાણ ગંધ-લોહેણ । આલેખ-લડુઅં પામો-વ્વ છિવિઊણ જાણિહિટસ || ૭.૪૧ પાકા કોઠાની સુગંધના લોભમાં કમળને છોડી જતા હે મધુકર, ચિત્રમાં આલેખેલા લાડુને ગામડિયાની જેમ, તું સ્પર્શ કરીશ ત્યારે જ (ખરી વાત) જાણીશ. ૮૯. ઢુંઢુંલંત મરીહિસિ, કંટય-કલિઆઇ કેઅર્ધ-વણાઈઁ । માલઇ-કુસુમેણ સમેં, ભમર ભમંતો ણ પાવિિિસ || ૯.૭૯ પર હે ભ્રમર, કાંટાળાં કેતકીવનોમાં ઢૂંઢતો ભમતો તું મરી જઈશ, તો પણ માલતી-કુસુમની સમાન કશું તું નહીં પામે. શૌર્ય ૯૦. ગઅ-ગંડ-ત્થલ-ણિહસણ-મઅ-મઇલીકઅ-કરંજ-સાહા િ એંતીઅ કુલહરાઓ, ણાઅં વાહીએ પઇ-મરણં ॥ ૨.૨૧ પિયરથી પાછી ફરેલી વ્યાધ પત્નીએ, હાથીઓના ગંડસ્થળના ઘસારે મદથી ખરડાયેલી કરંજવૃક્ષની શાખાઓ જોઈને પોતાના પતિના મરણની અટકળ કરી લીધી. ૯૧. જુઝ-ચવેડા-મોડિઅ-જજ્જર-કર્ણામ્સ જુગ્ણ-મલ્લસ । કચ્છાબંધો-ચ્ચિઅ ભીરુ-મલ્લ-હિઅઅં સમખ્ખણઈ || ૭.૮૪ યુદ્ધમાં પ્રહારથી જેના કાન તૂટ્યા કે જર્જરિત થયા છે તેવો બૂઢો મલ્લ હજી કછોટો બાંધે ત્યાં જ ભીરુ મલ્લનું હૃદય ઊખડી પડે છે. પૌરાણિક ૯૨. અજ્જ-વિ બાલો દામોઅરો ત્તિ ઇઅ જંપિએ જસોઆએ કર્ણા-મુહ-પેસિઅચ્છિ, ણિહુઅં હસિઅં વઅ-વહૂહિ ॥ ૨.૧૨ ‘હજી તો કૃષ્ણ બાળક છે' એવું જશોદા બોલી (તે સાંભળીને) વ્રજનવનિતા કૃષ્ણના મુખ સામું જોતીછાનું છાનું હસી રહી. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ૯૩. ણચ્ચણ-સલાહણ-ણિહેણ પાસ-પરિસંઠિઆ ણિઉણ-ગોવી । સરિસ-ગોવિઆણ ચુંબઇ, કવોલ-પડિમા-ગએ કહ્યં || ૨.૧૪ એક ચતુર ગોપી, પાસે રહેલી ગોપીઓના નૃત્યની પ્રશંસા કરવાના મિષે, તેમના ગાલ પર પડેલા કૃષ્ણના પ્રતિબિંબનું ચુંબન કરે છે. પ્રકીર્ણ જીવનદર્શન ૯૪. વર્ક્સ કો પુલઇજ્જઉ, કસ્સ કહિજ્જઉ સુહં વ દુખં વા | કેણ સમં વ હસિજ્જઉં, પામર-૫ઉરે હઅ-ગામે ॥ ૨.૬૪ કોની સામે કટાક્ષ દૃષ્ટિએ જોઈએ ? કોને સુખદુઃખની વાત કહીએ ? કોની સાથે હસીએ ? – આ ગમારોથી ભરેલા બળ્યા ગામમાં. ૯૫. ગહવઇણા મુઅ-સેરિહ-ઠુંડુઅ-દામં ચિરં વહેઊણ । વર્ગી-સઆઇં ણેણ, ણવરિઅ અજ્જા-ઘરે બદ્ધ ॥ ૨.૭૨ ઘરધણીએ મરણ પામેલા મહિષનો દોરી બાંધેલો ઘંટ લાંબો સમય રાખી મૂકી સેંકડો મહિષોને જોયા પછી, છેવટે ચંડી મંદિરમાં બાંધી દીધો. ૯૬. સંતમસંત દુખ્ખું, સુહં ચ જાઓ ઘરન્સ જાણંતિ । તા પુત્તઅ મહિલાઓ, સેસાઓ જરા મનુસ્સાણું || ૬.૧૨ બેટા, ઘરમાં શું છે ને શું નથી, ઘરનું સુખ ને દુઃખ એ બધું જાણે તે જ મહિલાઓ : બીજી બધી મહિલા નહીં પણ મનુષ્યની જરા. ૯૭. જે જે ગુણિણો જે જે, અ ચાઇણો જે વિદદ્વ-વિષ્ણાણા । દાલિ દ્દરે વિઅક્ષ્ણ, તાણ તુમ સાણુરાઓ-સિ ॥ ૭.૭૧ જે કોઈ ગુણીજનછે, જે કોઈ ત્યાગીછે, અને જે કોઈ જ્ઞાનવિદગ્ધ છે તે સૌના પ્રત્યે, હે વિચક્ષણ દાયિ, તને (ખાસ) અનુરાગછે. ―― Page #56 -------------------------------------------------------------------------- ________________ - ૫૪ ૯૮. ધણા બહિરા અંધા , તે-ચ્ચિઅ જીઅંતિ માણસે લોએ | ન સુણંતિ પિસુણ-વઅણું , ખલાણે રિદ્ધિ ન પખંતિ || ૭.૯૫ ધન્યછે બધિરો, ધન્યછે અંધો –મનુષ્યલોકમાં તેઓ જ (સાચું) જીવે છે, કેમ કે તેમને દુષ્ટોનાં વચન સાંભળવા પડતાં નથી, ખલજનની સમૃદ્ધિ જોવી નથી પડતી. સમ્બોધ ૯૯. તે વિરલા સમ્યુરિસા, જાણ સિમેતો અહિણ-મુહ-રાઓ અણુદિઅહ-વઢમાણો, રિણે વ પુખ્તસુ સંકમઈ / ૨.૧૩ જેમનો સ્નેહ, કશો પણ મુખવિકાર પ્રગટ કર્યો વિના, દહાડે દહાડે વધતો, ઋણની જેમ પોતાના સંતાનોને પણ વારસામાં અપાય છે તેવા સપુરુષો વિરલ છે. કાવ્ય ૧00.અમિએ પાઇ-કવ્વ, પઢિઉં સોઉં-ચ જે ન-વાણંતિ | કામસ્સ તત્ત-તત્તિ કુણંતિ તે કહ ન લજ્જતિ || ૧.૨૭, અમૃત જેવી પ્રાકૃત કવિતાના પઠન કે શ્રવણથી જેઓ અજ્ઞાત છે, છતાં જેઓ કામતત્ત્વની ચર્ચા કરવા બેસે છે, તેઓ કેમ લાજતા નહીં હોય? Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૫ શતક અનુવાદિત ગાથાઓનો મૂળ ક્રમાંક ૧ | ૨ | ૩ ૨ ૧૦૦ ૯ ૭ | પ૧ ૧ | ૬ ૮૦ ૬ ૯ | ૧૧ ૭૬ | પ૪ ૧૬ | ૨૩ ૨૧ ૩૯ | ૧૨ ૯૨ | ૬૦ ૫૦ |૩૧ ૨૩ ૩૫ | ૧૩ ૯૯ | ૬૧ ૨૭ ૪૯ | ૧૪ ૯૩ | ૬૨ ૨૮ ૫૭ ૧૮ ૧૩, ૬૩ ૩૫ ૫૮ | ૧૯ ૪૪ ૬ ૨ ૨ ૧૮ " પેપ ૩૧ ૩ ૧૪ * ૫ ૨૪ * ૭ ૨૫ ૩ ૪૫ ૬૪ ૩ર. ૪૨ O ૮૧ - ૪O ૫ ૨૪ ૩ ૩૬ ૬ ૮૩ ૪ ૫૧ X m. O 27 ૯ ૬૮ 2. Page #58 -------------------------------------------------------------------------- ________________ અનુવાદિત ગાથાઓનો મૂળ ક્રમાંક ૪૭ | ૬ ૭૦ | ૧૦ ૩૦ |૭૯ ૮૯ ૧૧ ૩ | ૩૧ ૭૧ ૨૮ ( 3 ૭૫ ૮૬ (૧ ૮ છે x = S $ $ $ $ ૯૭ ૭૨ Page #59 -------------------------------------------------------------------------- ________________ H. C. Bhayani (born : 1917) has been researching for six decades in the fields of Indian Classical languages and literatures, folk-literature, literary criticism, etc. So far he has to his credit twelve translations / transcreations in Gujarati of wellknown classical texts in verse and prose. લેખકકૃત પૂર્વપ્રકાશિત સંસ્કૃત-પ્રાકૃત મુક્તક કવિતા વગેરેના અનુવાદો ૧. ગાથામાધુરી, ૧૯૬૮, ૧૯૯૧ ૨. કાલિદાસ-વંદના, ૧૯૮૬ ૩. મુક્તકમાધુરી, ૧૯૮૬ ૪. ઋચામાધુરી, ૧૯૮૭ ૫. મુક્તકમંજરી, ૧૯૮૯, ૧૯૯૧ ૬. ત્રિપુટી, ૧૯૯૫ ૭. મુક્તકઅંજલિ, ૧૯૯૬ ૮. ગાથામંજરી, ૧૯૯૮ ૯. મુક્તકમર્મર, (ટૂંક સમયમાં) Page #60 -------------------------------------------------------------------------- ________________ Publications of the Parshwa International Foundation for Research and Education 1. Barahakkhara-kakka of 1977. Mahacandra Muni Ed. H. C. Bhayani, Pritam Singhvi 2. Dohanuveha 1998 Ed. Pritam Singhvi 3. Anekantavada 1998 Pritam Singhvi 4. Gatha-manjari 1998 Translated by H. C. Bhayani 5. Sadayavatsa-katha of (forth coming) Harsavardhana-gana