________________
૧૩. બંદીએ ણિહઅ-બંધવ-વિમણાએ-વિ પક્કલો ત્તિ ચોર-જુઆ । અણુરાએણ પલોઇઓ, ગુણેસ કો મચ્છર વહઇ ॥ ૨.૧૮
પોતાના બાંધવોની હત્યાથી ખિન્ન હોવાછતાં બંદિની શક્તિશાળી ચોરયુવકની સામે પ્રેમભરી દૃષ્ટિએ જોઈ રહી છે : ગુણોનો દ્વેષ કોઈ કરે ખરું ?
૧૪. હાસાવિઓ જણો સામલીએ પઢમં પસૂઅમાણાએ । વલ્લહ-વાએણ અલં, મમ ત્તિ બહુસો ભણંતીએ ॥ ૨.૨૩
3
પહેલી પ્રસૂતિવેળાએ ‘પ્રિયતમનું હવે હું કદી નામ પણ નહીં લઉં' એવું વારંવાર બોલતી એ શ્યામાએ લોકોને હસાવ્યા. ૧૫. સાલોએ ચ્ચિઅ સૂરે, ઘરિણી ઘર-સામિઅસ્સ ઘેTMણ ણેચ્છતસ્સ-વિ પાએ, ધુઅઇ હસંતી હસંતસ્સ | ૨.૩૦
હજી સૂર્યનો પ્રકાશ હતો તો પણ હસતાં હસતાં ગૃહિણીએ ‘ના ના’ કરતા પણ હસતા પતિના પગ પકડીને ધોયા.
૧૬. દુષ્ણિવઅમેઅં, પુત્તઅ મા સાહસં કરિજ્જાસુ । એન્થ નિહિઆઇં હિઅઆઇં પુણો ણ લભંતિ ॥ ૨.૫૪ વત્સ, તું થાપણ ખોટી જગ્યાએ રોકે છે અહીં થાપણ મૂકેલાં હૃદય પાછાં નથી મળતાં. ૧૭. ઉદ્ધચ્છો પિઅઇ જલં, જહ જહ વિરલંગુલી ચિત્રં પહિઓ । પાવાલિઆ-વિ તહ તહ, ધારું તણુŪ પિ તણુએઇ ।। ૨.૬૧
સાહસ ન કરતો.
-
ઊંચી નજરે પથિક પહોળી આંગળીવાળી અંજલિથી જેમ જેમ ધીરે ધીરે જળ પીએછે, તેમ તેમ પરબવાળી બાલા પણ પાતળી ધારને યે વધુ પાતળી કરે છે.