________________
૩૧
અન્ય મુક્તસંગ્રહો પરના પ્રભાવની પણ ચર્ચા છે. મૂળ પાઠ અનેક સ્થળે અશુદ્ધ છે.
૩. ગાથાસપ્તશતી. ચોથાથી સાતમા શતકનો કેટલોક અંશ હરિતામ્ર પીતાંબરની ટીકા સાથે જગદીશલાલ શાસ્ત્રી દ્વારા સંપાદિત (૧૯૪૨).
૪. ગાથાસપ્તશતી. અત્યંત વિસ્તૃત પ્રસ્તાવના, સંસ્કૃત છાયા, મરાઠી ભાષાંતર, વિવરણ, પરિશિષ્ટો અને સૂચીઓ સાથે સ. આ. જો ગળેકર દ્વારા સંપાદિત. (૧૯૫૬). વેબરના સંપાદનનો લાભ લીધો છે, પણ પાઠ કાવ્યમાલાની જેમ અશુદ્ધ છે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિવેચન ઘણાં જ ઉપયોગી. મહારાષ્ટ્રીય સંસ્કૃતિની નીપજ તરીકે જોવાની દષ્ટિ.
૫. ગાથાસપ્તશતી, હિન્દી અનુવાદ, વિવરણ અને પ્રસ્તાવના સાથે પરમાનંદ શાસ્ત્રી દ્વારા સંપાદિત. (૧૯૬૫). રીતિકાલીન હિન્દી કવિતાના સંદર્ભમાં કરેલું વિવેચન ઉપયોગી. હરિરામ આચાર્યો મૂળ અને સંસ્કૃત છાયા સાથે હિન્દી પદ્યાનુવાદ આપ્યો છે. (૧૯૮૯). વ અન્ય મુક્તકસંગ્રહો
૬. વજ્જાલગ્ન. રત્નદેવની સંસ્કૃત ટીકા, અંગ્રેજી અનુવાદ, ટિપ્પણ અને પ્રસ્તાવના સાથે મા. વા. પટવર્ધન દ્વારા સંપાદિત. (૧૯૬૯). “વજ્જાલગ્ન” પર “સપ્તશતીનો પ્રભાવ તથા તેની વિષયસામગ્રી અને ગુણવત્તાનું 'વિવરણ ઉપયોગી.
૭. સુભાષિતરત્નકોષ. વિદ્યાકરસંકલિત. કોસાંબી અને ગોખલે દ્વારા સંપાદિત. (૧૯૫૭). સુભાષિતસંગ્રહોના સ્વરૂપ, કવિતાનો પ્રકાર અને કવિઓનો સમયનિર્ણય– એ માટે પ્રસ્તાવના ઉપયોગી.
૮. An athology of Sanskrit poetry. ઉપર્યુક્ત “સુભાષિતરત્નકોષ'નો ટિપ્પણ સાથે અંગ્રેજી અનુવાદ, અનુવાદક ડેનિઅલ ઈન્શાલ્સ (Ingalls). (૧૯૬૫). સંસ્કૃત કવિતાનાં સ્વરૂપ તથા આસ્વાદ માટે પ્રવેશક ઘણો મૂલ્યવાન.