________________
૨૭
ઉદાહરણ
પસુવઈણો રોસા રુ ણ- વ ડિ મા-સંકે તા-ગોરિ-મુ હ-અંદ | - - - - - - - - - - - - - - - - - ગહિઅગ્ધ – પંકજં વિઅ સંઝા-સલિલંજલિ ન મહ ||
– –– ૧ ૬ –– –૧–૧૧ – પઠનકલા
ગાથાનું પઠન કરવાની કળા હતી. ભાવના વળાંકોને ઘટતો ઉઠાવ મળે અને યતિસ્થાનો સચવાય તે રીતે લયબદ્ધ પઠન ન કરવામાં આવે તો તેનું કાવ્યત્વ ખંડિત થાય. અણઘડ ગોવાળિયો દોહતી વેળા આંચળની ખેંચાખેંચ કરે તેમ લોચા વાળતાં કોઈ ગમાર ગાથાનું પઠન કરે ત્યારે ગાથા બિચારી રડે છે એમ ‘વજ્જાલગ્ન' આપણને જણાવે છે. બેચાર વચનની જ ઉક્તિઓનો, મુગ્ધ હાસ્યવિલાસનો અને કટાક્ષદૃષ્ટિનો મર્મ ગાથાઓ સિવાય અન્યત્ર કશેથી પામી ન શકાય. એટલે જ તો કહ્યું છે કે ગાથાનો, ગીતનો, સંગીતનો અને પ્રૌઢ મહિલાનો રસ જેણે નથી જાણ્યો એનો એ જ મોટો દંડ. પ્રાકૃત ભાષા
“સપ્તશતી'ની ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃત તરીકે જાણીતી છે. આ પ્રાકૃત એટલે સંપૂર્ણપણે તે સમયના – ઈસવી સનની આરંભની શતાબ્દીના – મહારાષ્ટ્રની જનભાષા એમ સમજવું બરાબર નથી. મહારાષ્ટ્રની લોકભાષાનાં કેટલાંક તત્ત્વોને સમાવીને સંસ્કૃતના પ્રભાવવાળી જે એક વ્યાપક સાહિત્યભાષા પ્રચારમાં આવી અને સંસ્કૃત ઉપરાંતની એક મુખ્યતમ અખિલ ભારતીય સાહિત્યભાષા તરીકે શતાબ્દીઓ સુધી વપરાતી રહી તે મહારાષ્ટ્રી પ્રાકૃત. એ ભાષા સૌને વ્યાકરણની મદદથી શીખવાની રહેતી. તે માટેનાં વ્યાકરણોમાં, કેવા કેવા ફેરફારથી કવિ સંસ્કૃતિને પ્રાકૃતમાં બદલી શકે તેના નિયમો આપેલા છે. હાલ કવિના તથા તે પછીના અન્ય ગાથાસંગ્રહોમાં જે રચનાઓ સંકલિત થયેલી છે તે માત્ર મહારાષ્ટ્રની જ નહીં પણ ભારતભરના સર્વ પ્રદેશના કવિઓની રચનાઓમાંથી પસંદ કરેલી છે. તે કારણે “સપ્તશતી'ની ભાષામાં રૂઢ, વ્યાપક તત્ત્વો ઉપરાંત તે તે પ્રદેશનાં થોડાંક આગવાં તત્ત્વો પણ પ્રાપ્ત થાય છે.