SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ૬૫. રૂએ અચ્છીસુ કિએ, ફરિસો અંગેનું જંપિએ કણે | હિઅઅ હિઅએ શિહિઅં, વિઓએ કિં દેÒણ | ૨.૩૨ તેનું રૂપ નેત્રમાં વસી ગયું છે, સ્પર્શ અંગમાં, વેણ કાનમાં ને હૃદયમાં હૃદય નિહિત છે : આમાં દૈવે વિયોગ શો કરાવ્યો? વિયોગ-વિરહ, ૬૬. મુગંતિ દીહ-સાસં, ણ અંતિ ચિર, ણ હોંતિ કિસિઆઓ | ધણાઓ તાઓ જાણે, બહુ-વલહ વલ્લો ણ તુમ || ૨.૪૭ હે અનેક સુંદરીઓના માનીતા, ધન્ય છે એ સુંદરીઓ જેમને તું વહાલો ન હોઈને, નથી મૂકતી લાંબા નીસાસા, નથી રડ્યા કરતી, નથી દૂબળી પડતી. ૬૭. તા રુણું જા રુવઈ, તાછીણે જાવ છિન્જએ અંગે ! તા ણીસસિએ વરાઈએ, જાવ આ સાસા પહખંતિ / ૨.૪૧ - એ બિચારી રડી શકી ત્યાં સુધી રડી, શરીર સુકાઈ શકાય ત્યાં સુધી સુકાઈ, અને શ્વાસ પહોંચ્યા ત્યાં સુધી નિઃશ્વાસ નાખતી રહી. ૬૮. જીવિઅ-સેસાએ મએ, ગમિઆ કઈ કઈ-વિ પેમ્પ-દુદ્દોલી | એહિ વિરમસુરે 4-હિઅઅ મા રજ્જસુ કહિ પિ // ૨.૪૯ . પ્રેમનો ઝંઝાવાત જેમ તેમ પાર કરીને હું માંડ માત્ર જીવતી બચી – હે બળ્યા હૈયા, હવે તું અટકજે – ક્યાંય પણ આસક્ત ન બનતું. ૬૯. તેણ ણ મરામિ મણૂહિ પૂરિઆ અજ્જ જેણ રે સુહા | તુમ્નઅ-મણા મરંતી મા તુજ્જ પુણો-વિ લગિસ્સે || ૪.૭૫ રે સુભગ, રોષે ભરપૂરછતાં હું હજી મરતી તો એટલા માટે નથી કે તારામાં મન વળગ્યું હોય ને હું મરું તો ફરી પાછી તારે માથે આવી પડું.
SR No.006067
Book TitleGatha Manjari
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherS S Singhvi
Publication Year1998
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy