________________
૧૮
ઉપરથી પ્રાકૃતમાં “સાલવાહણ' અને “સાલાહણ' એવાં રૂપ બન્યાં. “સાલવાહણ'નું ટૂંકું રૂપ “સાલ', અને તેનું લોકબોલીમાં હાલ' એવું ઉચ્ચારણ થયું. આમ “હાલ” અને “સાતવાહન' બંને એક જ શબ્દનાં ભાષાભેદે ભિન્ન રૂપો છે. “સાલવાહણ' ઉપરથી સંસ્કૃતમાં “શાલવાહન” અને “શાલિવાહન” એવાં રૂપ બન્યાં. “સપ્તશતી'ની એક ગાથામાં પણ હાલ'ને પ્રતિષ્ઠાન પાસે વહેતી ગોદાવરી નદીનો સ્વામી કહ્યો છે. પાછળના સમયમાં “હાલ એ પ્રાકૃત રૂપ પણ સંસ્કૃતમાં વપરાતું થયું છે. “આચરાજ” અને “ચઉરચિંધ’ (સંસ્કૃતમાં “ચતુરચિતમ્) એવાં પણ સાતવાહનનાં નામાંતર હોવાનું મનાય
ઘણા પ્રાચી સમયથી જ રાજા સાતવાહન કે શાલિવાહન, વિક્રમાદિત્યની અને ભોજની જેમ, અનેક રંગદર્શી દંતકથાઓ અને પુરાણકથાઓનો અત્યંત લોકપ્રિય નાયક બની ચૂક્યો હતો. નાગકુમાર દ્વારા જન્મ, મહારાજા વિક્રમાદિત્ય સાથે યુદ્ધ અને વિજય, તેનું સંસ્કૃત ભાષાનું અજ્ઞાન અને પ્રાકૃતનો પ્રેમ, ગુણાચ, પાદલિપ્ત વગેરે કવિઓને તેણે આપેલો આશ્રય, યુદ્ધવીર, દાનવીર, વિલાસી, કવિ અને આશ્રયદાતા તરીકેની તેની મહત્તા–વગેરેને લગતી અનેક રસિક કથાઓ શતાબ્દીઓથી પ્રચારમાં રહી છે, અને કથાસરિત્સાગર', જૈન પ્રબંધસાહિત્ય અને ઘણું મોડેથી રચાયેલાં શાલિવાહનને લગતાં ચરિત્રગ્રંથોમાં તે સંઘરાયેલી છે. પ્રચલિત શકસંવત “શાલિવાહન શક તરીકે જાણીતો હોઈને તેના નામની સાથે જોડાયેલો છે.
ઐતિહાસિક તથ્યની દૃષ્ટિએ જોઈએ તો ઇસવી સન પૂર્વે લગભગ બીજી શતાબ્દીથી આરંભીને સાડા ચાર સો વર્ષ સુધી આંધ, આંધ્રભૃત્ય કે સાતવાહન નામના રાજવંશે દક્ષિણમાં રાજ્ય કર્યું હોવાની પૌરાણિક પરંપરા છે. તે વંશના કેટલાક રાજાઓના અભિલેખો અને સિક્કાઓમાં “સાતવાહન”, “સાદવાહન કે “સાદ’ એવાં રાજનામો મળે છે. એ વંશના રાજવીઓનો કાળક્રમ હજી અનિશ્ચિત છે. અને “ગાથાકોશ'નો સંગ્રાહક અને કવિ હાલ તે ક્યો સાતવાહન રાજા તે અંગે ઘણો મતભેદ છે. તે ઇસવી પહેલી કે બીજી શતાબ્દીમાં અટકળે મુકાયછે.