________________
33
દેવસ્તુતિ
૧.
વસંત
૨.
૩.
મૂળ પ્રાકૃત પાઠ અને અનુવાદ
તં ણમહ જસ્સ વચ્છે, લચ્છિ-મુહં કોદ્યુહમ્મિ સંકેત । દીસઇ મઅ-વિરહીણું, સસિ-બિંબં સૂર-બિબે વ્વ ॥ ૨.૫૧
ગ્રીષ્મ
૪.
જેના વક્ષઃસ્થળ પર રહેલા કૌસ્તુભમણિમાં પ્રતિબિંબિત થયેલું લક્ષ્મીનું વદન સૂર્યબિંબમાં કલંકરહિત ચંદ્રબિંબ પ્રતિબિંબિત થયું હોય તેવું દીસે છે – તે (વિષ્ણુને) નમન કરો.
ઋતુઓ
દર-ફુડિઅ-સિખિ-સંપુડ-ણિલુક્ક-હાલાહલગ્ન-છેપ્પ-ણિ ં। પિક્સંબઢિ-વિણિગ્ગઅ-કોમલમંબંકુર અહ || ૧.૬૨
-
જુઓ તો કેરીના ગોટલામાંથી ફૂટેલો ફણગો ! — સહેજ ખુલેલા છીપસંપુટમાં છુપાયેલું હળાહળનું પુચ્છાગ્ર ન હોય જાણે !
લંકાલઆણ પુત્તઅ વસંતમાસેક્સ-લદ્વ-પસરાણ । આપીઅ-લોહિઆણં બીહેઇ જણો પલાસાણં॥ ૪,૧૧
હે પુત્ર, જે એકમાત્ર વસંતમાસમાં શાખાઓ ૫૨ સર્વત્ર ફેલાઈ જાય છે તે પીળાશ પડતાં લાલ પલાશથી (કેસૂડાંથી) લોકો ભયભીત બને છે જે રીતે લંકાવાસી, માંસ આંતરડાં ને ચરબી પર તૂટી પડનારા, લોહી ચાખી ગયેલા પલાશથી (રાક્ષસોથી) ભયભીત બને તે રીતે.
――
જા તણુઆઅઇ સા તુહ કએણ કિં જેણ પુચ્છસિ હસંતો I ઇહ ગિમ્હે મહ પઅઈ એવં ભણિઊણ ઓરુણ્ણા ।। ૭,૧૧
‘તુ હસતો હસતો પૂછે છે તો શું જે કોઈ સ્ત્રી સોસવાય છે, તે (બધી) તારે જ ખાતર ? મારી તો ગ્રીષ્મઋતુમાં આવી પ્રકૃતિ જ હોય છે' એમ બોલીને તે ઉચ્ચ સ્વરે રડી પડી.