________________
૪
સ્મરણ ૭૪. ણિકમ્માહિ-વિ છેત્તાહિં પામરો ણેઅ વચ્ચએ વસઇં ।
મુઅ-પિઅ-જાઆ-સુગ્ણઇઅ-ગેહ-દુખં પરિહરતો ॥ ૨.૬૯
ખેતરોમાં હવે કશું જ કામ ન ક૨વાનું હોવાછતાં ખેડૂત વસતીમાં પાછો ફરતો નથી – વહાલી પત્ની મરણ પામ્યાથી સૂના બનેલી ગયેલા ઘરમાં જવાનું દુઃખ નિવારવા.
૭૫. તે અ જુઆણા તા ગામ-સંપઆ તં-ચ અમ્ડ તારુણ્ણ
અક્ખાણઅં-વ લોઓ, કહેઇ અમ્લે-વિ તં સુણિમો ।। ૬.૧૭
ગામના એ યુવાનોની, ગામની એ સમૃદ્ધિની અને અમારી એ જુવાનીની વાતો : એ કોઈ પુરાણી કથા હોય તેમ લોકો કહે છે અને અમે પણ તે સાંભળી રહીએ છીએ.
પ્રવાસ
૭૬. કેણ મણે ભગ-મણો૨હેણ ઉલ્લાવિઅં પવાસો ત્તિ । સવિસાઇ વ અલસાઅંતિ જેણ વહુઆએ અંગાઇ ।। ૨.૧૧
જેના મનોરથો ભાંગી પડ્યા છે એવા કોણે ‘પ્રવાસ’ એવો શબ્દ ઉચ્ચાર્યો, જેને લીધે પત્નીનાં અંગો વિષ ચડ્યું હોય તેમ શિથિલ બની રહ્યાં છે.
૭૭. સઅણે ચિંતામઇએ, કાઊણ પિએ ણિમીલિઅચ્છીએ । અપ્પાણો ઉવઊઢો, પસિઢિલ-વલઆહિં બાહાહિં || ૨.૩૩
શયનમાં આંખ મીંચી મનમાં પ્રિયતમની છબી ધરીને તેણે ઢીલા બનેલા કંકણવાળી ભુજાઓ વડે પોતાને જ આલિંગન દીધું. ૭૮. અજ્જ- એવ પત્થો, અજજ-ચ્ચિઅ સુણ્યઆઇં જાઆÛ । રત્થામુહ-દેઉલ-ચત્તરાર્ધે અહં ચ હિઅઆઈઁ || ૨.૯૦
હજી તો આજે જ એ પ્રવાસે ગયો, અને આજથી જ શે૨ીનાકું, દેવળ, ચોતરો અને અમારાં હૈયાં સૂનાં બની ગયાં.