Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi

View full book text
Previous | Next

Page 47
________________ ૪૫ શીલવતી પ૬. ચત્તર-ઘરિણી પિઅ-દંસણા આ તરુણી પઉત્થ-વUઆ અ | અસઈ સએક્ઝિઆ દુગ્ગઆ અણહુ ખંડિએ સીલ || ૧.૩૬ ગામના ચોક પાસે ઘર, જાતે રૂપાળી અને જુવાન, પતિ પરદેશે, પડોશણ કુલટા, અને વળી પાછું દળદર–છતાં યે તેણે શીલ ખંડિત થવા ન દીધું. દિયર-ભાભી ૫૭. શવલા-પહર અંગે, જહિ નહિ મહઈ દેઅરો દાઉં ! રોમંચ-દંડ-રાઈ, તહિ તહિ દીસઈ વહૂએ // ૧.૨૮ (નવલતાના ઉત્સવમાં) નવલતાનો પ્રહાર ભાભીના જે જે અંગ પર દિયર કરવા ચાહે છે તે તે અંગ પર રોમાંચની શ્રેણી ખડી થયેલી દેખાય છે. ૫૮. દિરિસ્સ અસુદ્ધ-મણસ્સ કુલવહુ ણિઅઅ-કુઉ-લિમિઆઈ | દિઅહં કહેઈ રામાણલગ્ન-સોમિત્તિ-ચરિઆઈ || ૧.૩૫ ભીંતપર રામભક્ત લક્ષ્મણનાં ચરિતનું દિવસભર આલેખન કરીને તે દ્વારા કુલવધુ મલિન આશય વાળા પોતાના દિયરને ઉપદેશ દઈ રહી છે. ૫૯. અસરિત-ચિત્તે દિઅરે, સુદ્ધ-મણા પિઅઅમે વિસમ-સીલે | ણ કહઈ કુટુંબ-વિહડણ-ભએણ તણુઆઅએ સુહા / ૧.૫૯ 1. પતિ શિથિલ ચારિત્ર્યનો હોઈને, અને રિઅરનું મન બૂરું હોઈને પુત્રવધૂ, જો હું કાંઈ બોલીશ તો કુટુંબમાં ફાટફૂટ થશે એવા ડરે કશું કહેતી નથી અને તેથી દૂબળી પડતી જાય છે.

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60