Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi
View full book text
________________
૮૮. કમલ મુઅંત મહુઅર, પિક્ક-કઇત્થાણ ગંધ-લોહેણ । આલેખ-લડુઅં પામો-વ્વ છિવિઊણ જાણિહિટસ || ૭.૪૧
પાકા કોઠાની સુગંધના લોભમાં કમળને છોડી જતા હે મધુકર, ચિત્રમાં આલેખેલા લાડુને ગામડિયાની જેમ, તું સ્પર્શ કરીશ ત્યારે જ (ખરી વાત) જાણીશ.
૮૯. ઢુંઢુંલંત મરીહિસિ, કંટય-કલિઆઇ કેઅર્ધ-વણાઈઁ । માલઇ-કુસુમેણ સમેં, ભમર ભમંતો ણ પાવિિિસ || ૯.૭૯
પર
હે ભ્રમર, કાંટાળાં કેતકીવનોમાં ઢૂંઢતો ભમતો તું મરી જઈશ, તો પણ માલતી-કુસુમની સમાન કશું તું નહીં પામે.
શૌર્ય
૯૦. ગઅ-ગંડ-ત્થલ-ણિહસણ-મઅ-મઇલીકઅ-કરંજ-સાહા િ એંતીઅ કુલહરાઓ, ણાઅં વાહીએ પઇ-મરણં ॥ ૨.૨૧
પિયરથી પાછી ફરેલી વ્યાધ પત્નીએ, હાથીઓના ગંડસ્થળના ઘસારે મદથી ખરડાયેલી કરંજવૃક્ષની શાખાઓ જોઈને પોતાના પતિના મરણની અટકળ કરી લીધી.
૯૧. જુઝ-ચવેડા-મોડિઅ-જજ્જર-કર્ણામ્સ જુગ્ણ-મલ્લસ । કચ્છાબંધો-ચ્ચિઅ ભીરુ-મલ્લ-હિઅઅં સમખ્ખણઈ || ૭.૮૪
યુદ્ધમાં પ્રહારથી જેના કાન તૂટ્યા કે જર્જરિત થયા છે તેવો બૂઢો મલ્લ હજી કછોટો બાંધે ત્યાં જ ભીરુ મલ્લનું હૃદય ઊખડી પડે છે.
પૌરાણિક
૯૨. અજ્જ-વિ બાલો દામોઅરો ત્તિ ઇઅ જંપિએ જસોઆએ કર્ણા-મુહ-પેસિઅચ્છિ, ણિહુઅં હસિઅં વઅ-વહૂહિ ॥ ૨.૧૨
‘હજી તો કૃષ્ણ બાળક છે' એવું જશોદા બોલી (તે સાંભળીને) વ્રજનવનિતા કૃષ્ણના મુખ સામું જોતીછાનું છાનું હસી રહી.

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60