________________
પ૧
૮૩. ઉમૂલૈંતિ વ હિઅં, ઈમાઈ રે તુહ વિરજ઼માણસ્સ |
અવહીરણ-વસ-વિસંકુલ-વલંત-ણ અણદ્ધ-દિઢાઈ || ૨.૪૬
તું વિરક્ત બની જતાં હવે અવમાનનાથી વિહ્વળ, આડી દૃષ્ટિ નાખી તે પાછી વાળી લઈને વારંવાર મને જુએ છે તેથી જાણે કે મારું
હૃદય મૂળમાંથી ઊખડી જાય છે. મિલન ૮૪. ફુરિએ વામચ્છિ તુએ, જઈ એહિઈ સો પિડજ્જ તા સુઈ |
મીલિઅ દાહિણએ, તુઇઅ-વિ એહં પલોઈમ્સ ૨.૩૭ " હે ડાબી આંખ, તારા ફરકવાથી જો (પ્રવાસેથી) એ પ્રિયતમ આવી પહોંચશે, તો જમણી આંખને બંધ રાખીને તારા વડે જ ક્યાંય સુધી હું
તેને જોઈ રહીશ. અન્યોક્તિ ૮૫. તઈઆ કાગ્યે મહુઅર, ણ રમસિ અણાસુ પુષ્ક-જાઈસુ | બદ્ધ-ફલ-ભાર-ગુરુઈ, માલદં એહિ પરિચ્ચઅસિ / ૧.૯૨
હે કૃતઘ્ન મધુકર, ત્યારે તો તું બીજાં કોઈ પુષ્પોમાં રમતો ન હતો; પણ હવે ફળભારથી ભારે બની હોવાથી તું માલતીની પાસે પણ
ફરકતો નથી. ૮૬. અણ્ણે કુસુમ-રસ, જે કિર સો મહઈ મહુઅરો પાઉં ! તું હીરસાણ દોસો, કુસુમાણે ણેઅ ભમરસ / ૨.૩૯
મધુકર જુદાં જુદાં પુષ્પોનો રસ પીવા ચાહતો હોય છે, તેમાં પુષ્પોની નીરસતાનો દોષ છે, નહીં કે મધુકરનો. ૮૭. સા કો-વિ ગુણાઈસઓ , ણ-યાણિમો મામિ કુંદલાઈઆએ / અચ્છીહિ-ચ્ચિા પાઉં , અહિલસ્સઈ જેણ ભમરહિ . ૬.૯૧
હે સખી, અમે નથી જાણતા કુંદલતિકાનો કયો એવો કોઈક અસાધારણ છે જેથી ભ્રમરો તેને કેવળ આંખોથી પણ પીવાની અભિલાષા કરે છે !