Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi

View full book text
Previous | Next

Page 56
________________ - ૫૪ ૯૮. ધણા બહિરા અંધા , તે-ચ્ચિઅ જીઅંતિ માણસે લોએ | ન સુણંતિ પિસુણ-વઅણું , ખલાણે રિદ્ધિ ન પખંતિ || ૭.૯૫ ધન્યછે બધિરો, ધન્યછે અંધો –મનુષ્યલોકમાં તેઓ જ (સાચું) જીવે છે, કેમ કે તેમને દુષ્ટોનાં વચન સાંભળવા પડતાં નથી, ખલજનની સમૃદ્ધિ જોવી નથી પડતી. સમ્બોધ ૯૯. તે વિરલા સમ્યુરિસા, જાણ સિમેતો અહિણ-મુહ-રાઓ અણુદિઅહ-વઢમાણો, રિણે વ પુખ્તસુ સંકમઈ / ૨.૧૩ જેમનો સ્નેહ, કશો પણ મુખવિકાર પ્રગટ કર્યો વિના, દહાડે દહાડે વધતો, ઋણની જેમ પોતાના સંતાનોને પણ વારસામાં અપાય છે તેવા સપુરુષો વિરલ છે. કાવ્ય ૧00.અમિએ પાઇ-કવ્વ, પઢિઉં સોઉં-ચ જે ન-વાણંતિ | કામસ્સ તત્ત-તત્તિ કુણંતિ તે કહ ન લજ્જતિ || ૧.૨૭, અમૃત જેવી પ્રાકૃત કવિતાના પઠન કે શ્રવણથી જેઓ અજ્ઞાત છે, છતાં જેઓ કામતત્ત્વની ચર્ચા કરવા બેસે છે, તેઓ કેમ લાજતા નહીં હોય?

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60