Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi
View full book text
________________
૪૧
ગુણવંતી ૩૮. અખાઈ પિઆ હિઅએ, અણે મહિલાઅણે રમંતસ્સ દિકે સરિસમિ ગુણંડસરિસમેિ ગુણે અ દીસંતે // ૧.૪૪
જ્યારે તે બીજી મહિલા સાથે રમણ કરે છે ત્યારે તેના હૃદયમાં તેની પ્રિયતમા ખટકે છે – તેના જેવા ગુણ જોઈને, અને તેનામાં નથી
તેવા અવગુણ જોઈને. અભિસાર ૩૯. અસમત્ત-મંડણા ચિઅ, વચ્ચે ઘર સે સ-કોહલ્લમ્સ | વોલાવિઅ-હલ્લાહલસ્ટ પુત્તિ ચિત્તે ણ લગિહિસિ || ૧.૨૧
તું શણગાર પૂરાં સજ્યાં પહેલાં જ, તે ઉત્સુક છે ત્યાં સુધીમાં, તેને - ઘરે પહોંચી જા, પુત્રી ! જો તેની (તને મળવાની) ઉત્કંઠા ઓસરી જશે
- તો પછી તેનું ચિત્ત તારા પર ચોંટશે નહીં. ૪૦. સામાએ સામલિજ્જઈ, અદ્ધચ્છિ-પલોહરીએ મુહ-સોહા
જંબૂ-દલ-કઅ-કણાવઅંસ-ભમિરે હલિઅ-પુત્તે / ૨.૮૦ 1 જાંબૂના પત્રનું કર્ણાભરણ પહેરી ભમતા ખેડૂતપુત્રને આડી આંખે
જોતી શ્યામાની મુખશોભા શ્યામ બની ગઈ છે. ૪૧. આઅસ્સે કિં શુ કાહ, કિં બોલ્લિસ્સે કહું હોઇ ત્તિ | પઢમુગ્નઅ-સાહસઆરિઆઈ હિઅએ થરહરઈ / ૨.૮૭
એ આવશે ત્યારે હું શું કરીશ? શું બોલીશ? આ બધું કઈ રીતે ચાલશે?” – (અભિસારનું) પહેલું સાહસ કરતી મુગ્ધાનું હૃદય થરથરે છે.
Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60