Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi

View full book text
Previous | Next

Page 41
________________ ૩૯ ૨૮. ણઅણભંતર-ઘોલંત-બાહ-ભર-મંથરાઈ દિઢીએ | પુણત્ત-પેશ્કિરીએ, બાલઅ કિં જે ણ ભણિઓ સિ || ૪.૭૧ હે અનભિજ્ઞ, નયનોમાં ભરાઈ આવેલાં અશ્રુથી મંથર બનેલી અને વારંવાર જોયા કરતી તેની દષ્ટિએ તને શું શું નથી કહ્યું ! ૨૯. મુહ-પેચ્છઓ પઈ સે , ચા-વિહુ સવિશેસ-દંસણુમ્મહિત્ય | દો-વિ કાત્યા પહોં , અમહિલ-પુરિસંવ મણંતિ // .૯૮ એનો પતિ એના મુખદર્શનનો વ્યસનીછે, અને તે પણ તેના દર્શન માટે વિશેષ ઉત્કંઠિત બને છે. બંને કૃતાર્થ હોઈ આખી પૃથ્વીને જાણે કે સ્ત્રીપુરુષ - વિહોણી માને છે. ૩૦. તુહ દંસણણ જણિઓ , ઇમીઅ લજ્જાઉલાઈ અણુરાઓ / દુગ્નઅ-મહોરો-વિઅ હિઅએ-ચ્ચિા જાઈ પરિણામ | ૭.૧૦ તને જોઈને આ લજ્જાળુમાં જે અનુરાગ પ્રગટ્યો તે દરિદ્ર જનના મનોરથની જેમ હૃદયમાં જ સમાઈ રહ્યો છે. સ્પર્શ ૩૧. જઈ ચિખલ્લ-ભઉપ્પઅ-પઅમિણમલભાઈ તુહ પએ દિષ્ણ | તા સુહઅ કંટઇજ્જતમંગમેહિ કિણો વહસિ / ૧.૬૭ કીચડથી પગ ખરડાવાના ડરે જો એ આળસુએ પોતાનો પગ ઊંચો કરી તારા પગ પર મૂક્યો તેમાં તે સુભગ, તારા અંગે રૂંવાડાં કેમ ઊભાં થઈ ગયાં છે? ચુંબન ૩૨. વાએરિએણ ભરિએ , અશ્મિ કણઊર-ઉપ્પલ-રણ ! ફુક્કતો અવિહં, ચુંબતો કો સિ દેવાણું || ૨.૭૬ કર્ણાભરણ તરીકે રહેલા કમળની રજથી પવનને ઝપાટે તરુણીની આંખ ભરાઈ ગઈ, ત્યારે એને ફૂંક મારીને દૂર કરવા નિમિત્તે તેને ચૂમતા ન ધરાતો તું દેવોનો માનીતો હોય એમ લાગે છે.

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60