Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi
View full book text
________________
૨૮
દર્શન ૨૩. અગણિઅ-સેસ-જુઆણા, બાલા વોલીણ-લોઅ-મજ્જાઆ !
અહ સા ભમઇ દિસા-મુહ-પ્રસારિઅચ્છી તુહ કએણ | ૧.૫૭ | હેમુગ્ધ, બીજા બધા જુવાનોને અવગણીને, લોકલાજછાંડીને, તે
તારે માટે (તને જોવા) પ્રત્યેક દિશામાં દષ્ટિ પ્રસારતી ભટકી રહી છે. ૨૪. અચ્છેરે વ હિહિં વિઅ, સગે રજ્જુ વ અમઅ-પાણે વ | આસિમ્હ તે મુહત્ત, વિણિએસણ-દંસણ તીએ / ૨.૨૫
તેને ઘડીક નિર્વસ્ત્ર જોવાનું થયું, તે જાણે કે વિરલ આશ્ચર્ય હતું, ' જાણે કે ધનભંડાર મળી ગયો, જાણે સ્વર્ગનું રાજ્ય મળી ગયું, જાણે કે
અમૃતપાન કર્યું ! ૨૫. અહએ લજ્જાલુઈણી , તસ્સ અ ઉમ્મચ્છરાઈ પેમ્ફાઈ ! ' સહિઆ-અણો વિ ણિઉણો , અલાહિ કિં પાઅ-
રાણ /૨.૨૭ હું છું લજ્જાળુ, જ્યારે તેની પ્રેમચેષ્ટાઓ છે અમર્યાદ; સખીઓ પણ ચતુર છે એટલે તું પાની રંગવી રહેવા દે. ૨૬. ણિદાસ-પરિઘુમિર-તંસ-વલંતદ્ધ-તારઆલોઆ | કામસ્ય-વિ દુટ્વિસહા , દિઢિ-ણિવાઆ સસિ-મુહિએ / ૨.૪૮
એ ચંદ્રમુખીના દષ્ટિપાતો – જ્યારે એ નિદ્રાવશ અલસ, ચકળવકળ અને સહેજ આડી કરેલી કીકીથી જુએ છે ત્યારે – કામદેવને
માટે પણ દુસ્સહ હોયછે. ૨૭. તઈ વોલતે બાલ , તિસ્સા અંગાઈ તહ ણ વલિઆઈ / જહ પુમિક્ઝ-ણિવડત-વાહ-ધારાઓ દીસંતિ || ૩.૨૩
હે બાળક, તું ચાલ્યો જતો હતો ત્યારે તને જોવાને તેના અંગો એટલાં વળ્યાં કે અશ્રુધારાઓ તેની પીઠ વચ્ચે પડતી દેખાતી હતી.

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60