________________
3
9
૧૮. મિચ્છારો પેચ્છઈ સાહિમંડલ સાવિ તસ્સ મુહ-અં |
તે ચટુરં ચ કરકે, દોહ-વિ કાઆ વિલુપતિ // ૨.૬૨
ભિક્ષુક તેનું નાભિમંડળ નિહાળી રહ્યો છે, તે તેનો મુખચંદ્ર નિહાળી રહીછે, ને કાગડાઓ એ ચાટવામાંથી ને એ ભિક્ષાપાત્રમાંથી લૂંટાલૂંટ
કરી રહ્યા છે ! ૧૯. વંકચ્છિ-પેશ્મિરી, વંકુલ્લવિરણ વંક-ભમિરીણું ! વંક-હસિરીણે પુત્તઓ, પુણેહિ જણો પિઓ હોઈ ૨.૭૪
હે પુત્ર, જેઓ વક્ર દૃષ્ટિએ જુએ છે, વક્ર વચન બોલે છે, વક્ર ગતિથી ચાલે છે, આડું મોં રાખી હસે છે તેવી તરુણીઓનો જેણે પુણ્ય
કર્યા હોય તે જ વહાલો બને. ૨૦. તસ્સ-અ સોહચ્ચ-ગુણ , અમહિલ-સરિસં-ચ સાહસ મઝ | . જાણઈ ગોલા-ઊરો, વાસારત્તોડદ્ધરસ્તો-અ ૩.૩૧ તે તેની અન્ય સુભગતાને અને સ્ત્રીઓને માટે અનન્ય કહેવાય એવા મારા સાહસને, ત્રણ જણ જાણે છે : એક તો ગોદાવરીનું પૂર, બીજી
વર્ષાઝડી અને ત્રીજી મધરાત. ૨૧. પેચ્છઈ અલદ્ધ-લફખં, દીહેણીસસઈ સુષ્ણએ હસઈ ! જહ જંપઈ અજુડ€ , તહ સે હિઅઅ-રૂઢિએ કિં-પિ | ૩.૯૬
તે જુએ છે પણ દેખતી નથી, લાંબા નિઃશ્વાસ નાખે છે, લખું હસે
છે અને અસ્પષ્ટ બોલે છે એટલે લાગે છે કે તેના હૃદયમાં કશુંક છે. ૨૨. અત્યક્ક-રૂસણું ખણ-પસિજ્જર્ણ અલિઅ-વાણ-ણિબંધો | ઉમ્મચ્છર-સંતાવો , પુત્તા પઅવી સિમેહસ્સ || ૭.૭૫
અકારણ એકાએક રોષ કરવો, ક્ષણમાં પ્રસન્ન થઈ જવું, ખોટા મિશે (બીજાં સાથે) બોલવું, ઈષ્યનો ખટકો સહેવો – આ બધાં છે પુત્ર ! પ્રેમનાં ચિહ્ન છે.