Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi

View full book text
Previous | Next

Page 13
________________ ૧૧ લાઘવ બેચાર પંક્તિમાં જ બધો ખેલ પૂરો કરવાનો હોય ત્યારે ખેલ જો સફળપણે ખેલવો હોય તો સારા એવા સંયમનિયમથી કામ કરવું પડે, દરેક શબ્દની પસંદગી અને ગોઠવણી પૂરી સૂઝ અને વિવેકથી, પૂરો કસ નીકળે તે રીતે કરવી પડે. કશું જ ફાલતું ન ચાલે. અને મુક્તકનો વાચક પણ જો એકેય શબ્દ, વર્ણ, પ્રાસ કે ભાર ચૂકે તો કવિતા હાથથી જાય. જેના પ્રત્યેક શબ્દનું સ્વારસ્ય ન પામીએ તો કાવ્ય છટકી જાય, તેવું કાવ્ય તે મુક્તક મુક્તકનું પોત સુઘટ્ટ હોય, અન્યત્ર મોટા ફલકના આધારે જે સાધવાનું હોય તે અહીં પીંછીના ચારછ લસરકે સિદ્ધ કરવાનું હોય. અમરુક કવિનું શૃંગારરસનું એકએક મુક્તક રસનિષ્પત્તિની દૃષ્ટિએ એકએક પ્રબંધની ગુંજાશ ધરાવતું કહેવાયું છે. વર્ણ અને અર્થના.લાઘવ વાળા તેના ચુસ્ત સ્વરૂપને કારણે મુક્તકને પાસાદર સ્ફટિકની, ઓપેલા પાણીદાર મોતીની ઉપમા અપાય છે. તૃણાગ્ર પરનું જળબિંદુ પણ તેને કહી શકાય. ચિત્રાત્મકતા અને દ્યોતકતા અટપટા કે ગહન અનુભવો મુક્તક માટે વર્યુ. તરલ ભાવો, નિત્યનૂતન દશ્યો, દષ્ટનષ્ટ અવસ્થાન્તરો એ મુક્તકની આગવી સામગ્રી. મુક્તક એટલે ક્ષણની કવિતા–પણ એ ક્ષણ એટલે જળસપાટી પર તેલબિંદુની જેમ વિસ્તરતી ક્ષણ, ચિરંતન બની શક્તી ક્ષણ. બેચાર પંક્તિઓના ગણતર શબ્દોની ચતુઃસીમામાં રહીને કાં તો કોઈક લઘુ ચિત્ર આંકી શકાય, કાં તો ભાવનું કોઈક માર્મિક, સૂચક બિંદુ પ્રસ્તુત કરી શકાય. પહેલા હેતુ માટે અત્યંત લાક્ષણિક અને ચિત્તમાં ચોંટી જાય તેવી થોડીક ચૂંટેલી વિગતો રજૂ કરતા શબ્દો, તો બીજા હેતુ માટે સહચારી અર્થોનું ઘોતન કરનારો શબ્દો અનિવાર્ય છે. તેમના વિના મુક્તક નીરસ જોડકણું બની બેસે. સ્થૂળ, વ્યક્ત અર્થથી ખેંચી લવાતો સૂક્ષ્મ, ગર્ભિત અર્થ એ જ બીજા પ્રકારના મુક્તકનો પ્રાણ છે. અને રચના લાઘવવાળી હોવાથી મુક્તક માણનાર નૂતન અર્થનો એકાએક આવિષ્કાર થતો અનુભવે છે. એવો ચમત્કાર કે વિસ્મય મુક્તકના આસ્વાદનો લાક્ષણિક અંશ હોય છે.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60