Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi

View full book text
Previous | Next

Page 28
________________ ૨૬ બીજા મુક્તકસંગ્રહોમાં આ ઉપરાંત દેવસ્તુતિ, દેવ વગેરેને લગતા બીજા પણ ઘણા વિભાગો હોયછે. ગાથા છંદ “સપ્તશતી'નાં બધાં મુક્તકો “ગાથા' (પ્રાકૃત “ગાહા') નામના છંદમાં રચેલાં છે. જેમાં સંસ્કૃત પદ્યરચના માટે અનુણુભ, તેમ પ્રાકૃત માટે ગાથા લાક્ષણિક, અને શતાબ્દીઓ સુધી વપરાતો રહેલો છંદ છે. પ્રાકૃત સાહિત્યરાશિ લાખો ગાથામાં નિબદ્ધ છે, અને તેના બહુ જ થોડા અંશ માટે ઇતર છંદો વપરાયા છે. સંસ્કૃત રચના માટે પણ આ છંદ ઠીકઠીક વપરાયો છે, અને સંસ્કૃત પિંગળમાં તે “આર્યા નામે ઓળખાયો છે. ગાથા છંદમાં બે પંક્તિ હોય છે. પહેલી પંક્તિ ૩૦માત્રની અને બીજી ૨૭ માત્રાની. પહેલી પંક્તિમાં ચારચાર માત્રાના સાત ગણ અને છેલ્લા બે માત્રાનો ગણ એ રીતે તે ૩૦ માત્રા વહેંચાયેલી છે. તે જ પ્રમાણે બીજી પંક્તિમાં ચારચાર માત્રાના પાંચ ગણ, તે પછી એક જ માત્રાનો છઠ્ઠો ગણ, ચાર માત્રાનો સાતમો ગણ અને બે માત્રાનો આઠમો ગણ એ રીતે તે ર૭ માત્રા વહેંચાયેલી છે. આમાં એકી સંખ્યાના ગણોમાં (એટલે કે પહેલા, ત્રીજા, પાંચમા અને સાતમા ગણમાં) લઘુ-ગુરુ-લવું એવા સ્વરૂપનો (એટલે કે જગણનો) નિષેધ છે; બેકી સંખ્યાના ગણોમાં જગણ આવી શકે છે; પરંતુ પહેલી પંક્તિમાં છઠ્ઠા ગણમાં નિયમ તરીકે કાંતો જગણ હોય અથવા ચાર લઘુ હોય (જેમાં નવો શબ્દ બીજા લઘુથી શરૂ થતો હોય); અને બીજી પંક્તિમાં છઠ્ઠો ગણ કેવળ એક લઘુનો હોય એવો નિયમ છે. આમાં બાર માત્રા પછી વિકલ્પ યતિ આવી શકે, અને બંને પંક્તિમાં અંતિમ અક્ષર ગુરુ જ ગણાય. આમ ગાથા છંદનું સ્વરૂપ નીચે પ્રમાણે છે : પહેલી પંક્તિ : ૪+૪+૪ () +૪+૪+૧–૧ (ક૧,) +૪+બીજી પંક્તિ : ૪+૪+૪ (0) +૪+૪+૬ +૪+ બંને પંક્તિઓમાં એકી સ્થાને જગણ નિષિદ્ધ.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60