Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi

View full book text
Previous | Next

Page 36
________________ 3४ વર્ષા ૫. પખુલ્લ-ઘણ-કલંબા, સિદ્ધોઅ-સિલાઅલા મુઇઅ-મોરા | પસરતોઝર-બહુલા, ઓસાહંતે ગિરિ-ગ્ગામા || ૭.૩૬ જ્યાં ઘેઘૂર કદંબો ખીલી ઊઠ્યા છે, શિલાતલો ધોવાઈને સ્વચ્છ બન્યાં છે, મયૂરો આનંદમાં આવી ગયા છે, અને ઝરણાં ખળખળ વહી રહ્યાં છે, એવાં ગિરિગ્રામો ઉત્સાહને આમંત્રતા ઊભાં છે. અવલંબ મા સંકહ, ણ ઈમા ગહ-લંઘિયા પરિભ્ભમાં અત્યક્ક-ગન્જિઉદ્ભુત-હિત્ય-હિઅઆ પઅિ-જાઆ || ૪.૮૬ ધારણા રાખો, ડરો નહીં. આ જે બધે ભટકી રહી છે તે ભૂતના વળગાડવાળી નથી. એ તો એકાએક થયેલી મેઘગર્જનાથી જેનું હૃદય વ્યાકુળ અને ત્રસ્ત બની ગયું તે પથિક-પત્ની છે. હેમંત ૭. ફાલેઈ અચ્છભલ્બ , વ ઉઅહ કુગ્ગામ-ઉલ-દારા હેમંત-કાલ-પતિઓ , વિઝાવંત પલાલગિ / ૨.૯ જુઓ, આ કુગ્રામના દેવળને બારણે હેમંતનો પ્રવાસી બુઝાતા પરાળના તાપણાને રીંછને ચીરીને ખુલ્લું કરતો હોય તેમ ખુલ્લું કરે છે. ૮. હેમંતિઆસુ અઈ-દહરાસુ રાઈસુ તે સિ અ વિણિદ્દા | ચિરઅર-પઉત્થ-વઈએ, ન સુંદર જે દિઆ સુઅસિ / ૧.૬૬ તારા પતિને પ્રવાસે ગયાને બહુ દિવસો થયા હોઈને, હેમંતઋતુની આ અતિ દીર્ઘ રાત્રીઓમાં તારી ઊંઘ ઊડી જાય છે તે ખરું, પણ તેથી તે દિવસે સૂએ છે તે સારું ન કહેવાય.

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60