Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi

View full book text
Previous | Next

Page 31
________________ ૨૯ અને સંસ્કૃત કવિતાની તુલનામાં કેટલેક અંશે તે લોકભોગ્ય હોવાનું પણ જરૂ૨ કહી શકાય. આસ્વાદ્યતા હિંદી સાહિત્યના રીતિકાલની કવિતાથી (વિશેષે વ્રજભાષાં રચાયેલી બિહારીની ‘સતસઈ’થી) પરિચિત હોય તેવા વાચકને આ પ્રાકૃત મુક્તક કવિતાનાં સ્વરૂપ અને ભાવના સહેજ પણ પરાયાં નહીં લાગે. બિહારીની ‘સતસઈ’ના ઘણા દુહાઓમાં ‘સપ્તશતી’ની જ ગાથાઓનો આશ્રય લીધેલો છે. અને મધ્યકાલીન ગુજરાતી, રાજસ્થાની ને હિંદી સાહિત્યના હજારો ફુટકળ દુહાઓમાં પ્રાચીન મુક્તકપરંપરા સમૃદ્ધ બનીને અર્વાચીન યુગના ઉંબર સુધી સજીવ રહી છે. ગઝલકવિતાના રસિયાને પણ ભાવ અને અભિવ્યક્તિની કેટલીક સગોત્રતા અહીં જોવા મળશે. અન્ય સાહિત્યોની વાત કરીએ તો સઘન ધારદાર ચિત્ર માટે અંગ્રેજી સાહિત્યની બિંબવાદી (‘ઇમેજિસ્ટ’) કવિતા અને અર્થસૂચક લાઘવ માટે જાપાની હાઇકુની ખ્યાતિ છે. પ્રાચીન ગ્રીક કવિતામાં પણ મુક્તકો — ‘એપિગ્રામ’નું ખેડાણ થયેલુંછે. સ્વરૂપ, સામગ્રી અને અસ્વાદ્યતાની દૃષ્ટિએ તેમનું સંસ્કૃતપ્રાકૃત મુક્તકો સાથે કેટલુંક સામ્ય પણ જણાય છે. પરંતુ સંસ્કૃતપ્રાકૃત મુક્તકો તો ચિત્રાત્મકતા, લાઘવ અને ધ્વન્યાર્થના શૃંગે વિરાજે છે. લાઘવવાળાં અને ધ્વનિપ્રધાન હોવાથી આ મુક્તકોના શબ્દે શબ્દ ૫૨ ધ્યાન અપાય, બીજીત્રીજી વાર વાંચીને બધી સહચારી અર્થછાયાઓનું આકલન થાય તો જ તે પોતાનો મર્મ પૂરેપૂરો ખોલે. જોતાંવેંત હૃદયમાં વસી જાય, વાંચતા સાથે જ ગળે ઊતરી જાય એવું પણ કેટલુંક અહીં છે જ. પણ આને સ૨ળ કવિતા ગણીને બધે નહીં ચલાય. વાચકની પાસેથી એ થોડોક વિશેષ પુરુષાર્થ કે નિષ્ઠા માગી લેછે. અને તેની સામે લાભ પણ તેને એવડો જ મોટો બિંદુમાં સિંધુનો, તરંગમાં જળપ્રવાહનો અનુભવ કરાવતો · મળે છે. અને આવાં મુક્તકોમાંના પ્રકૃતિચિત્રોની સુકુમારતા અને સૂક્ષ્મતાને પૂરેપૂરી પામવા માટે આજના વાચકે ઇંદ્રિયોનું ચૈતન્ય પાછું મેળવવું પડશે : વસ્તુને માત્ર ભાળવાને બદલે નિહાળવાની, સાંભળવાને બદલે સુણવાની, ―

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60