Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi

View full book text
Previous | Next

Page 32
________________ ૩૦ અડવાને બદલે સ્પર્શને પામવાની ટેવ પાડવી પડશે, રંગ રૂપ આકાર સ્વાદ સ્પર્શ અને અવાજની લીલામય સૃષ્ટિ સાથે તરત જ એકરાગ અને એકતાના થતા શીખી લેવું જોઈશે. સામાન્યતઃ કાવ્યના ભાષાંતરમાં મૂળનાં સૂક્ષ્મતત્ત્વોનો વધતેઓછે અંશે ભોગ લેવાતો જ હોય છે. અહીં આ મુક્તક જેવું સઘન સ્વરૂપ, પ્રાકૃત જેવી ગાઢ બંધને અનુકૂળ મૂળ ભાષા, અને અનુવાદ ગુજરાતી ગદ્યમાં : મૂળના ભાવ અને રીતિના સ્થળ આલેખથી વધુ સાધવાની ઊંચી નેમ આવા પ્રયાસમાં કેટલીક રાખી શકાય છતાં પણ એટલી આશા અવશ્ય રાખી છે કે આ અનુવાદ વાચકને પ્રાકૃત મુક્તકોનો સ્વાદ લગાડી જશે; અને કોને ખબર છે, મૂળનાં આ અલપઝલપ દર્શનથી લોભાઈને વાચક પ્રાકૃત કવિતાનો પ્રત્યક્ષ સંગમ કરવા પણ પ્રેરાય અને એમ પ્રકૃતિમધુર પ્રાકૃત ગિરાનો અને મુક્તક કવિતાનો ભાવકવર્ગ વિસ્તરે. ટૂંકી સંદર્ભસૂચિ વ. “સપ્તશતી'નાં સંપાદનો ૧. Das Saptasatakam des Hala. સંપાદન: આબ્રેસ્ટ વેબર (AlbrechtWeber), ૧૮૮૧ (પુનર્મુદ્રણ, ૧૯૬૬). સર્વપ્રથમ અને સર્વમાં મૂર્ધન્ય સંપાદન. જર્મન પાંડિત્યની નીપજ. પાઠપરંપરાની અને પાઠની સમીક્ષાની દૃષ્ટિએ તેમ જ અર્થઘટન માટેની સામગ્રીની અને આનુષંગિક માહિતીની દૃષ્ટિએ અનન્ય. રોમન લિપિમાં છયે પાઠપરંપરાઓ અનુસાર પાઠ, પાઠાંતરો, ટીકાઓમાંથી ઉપયોગી ટિપ્પણી કે સંસ્કૃત છાયા, જર્મન ભાષામાં અનુવાદ, અર્થવિવરણ, વિસ્તૃત પ્રસ્તાવના, શબ્દકોશ અને સૂચિઓ સાથે. ૨. ગાથાસપ્તશતી. કાવ્યમાલા, ક્રમાંક ૨૧. ઈ.સ. ૧૯૮૯ની પહેલી આવૃત્તિમાં ગંગાધરની ટીકા અને તે અનુસાર સાધારણ પ્રચલિત પાઠપરંપરા. ૧૯૩૩ની ત્રીજી આવૃત્તિમાં મથુરાનાથ શાસ્ત્રીની નૂતન ટીકા. તેમાં વ્યંગ્યાર્થનું વિવરણ પ્રશંસનીય. જૂની ટીકાઓનો પણ આધાર લીધો છે. ભૂમિકામાં

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60