Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi

View full book text
Previous | Next

Page 26
________________ ૨૪ સ્વભાવોક્તિ ઃ વસંત, વર્ષા વગેરે ઋતુઓ, પ્રભાત, સંધ્યા, વન, પર્વત, નદી, દાવાનળ વગેરે પ્રાકૃતિક ઘટનાઓ અને પદાર્થોનાં તેમેજ પશુપંખીનાં વર્ણનની બે પરિપાટીછે : કોઈક માનવીય ભાવથી રંગીને તેમને વર્ણવાય, અથવા તો તેમનું યથાતથ સ્વરૂપ કે ચેષ્ટા વર્ણવાય. આ પાછલી નિરૂપણરીતિવાળો કાવ્યપ્રકાર સ્વભાવોક્તિને નામે ઓળખાયછે. આમાં વસ્તુના જાતિસ્તંભાવનું વાસ્તવિક, તાદશ ચિત્ર અંકિત કરાતું હોય છે, અને તે માટે લાક્ષણિક અને સ્મૃતિમાં જડાઈ જાય તેવી થોડીક વિગતો સર્જક ચેતના ઝડપી લેછે. સુભાષિતસંગ્રહોમાં ‘જાતિવ્રજ્યા’ના મથાળા નીચે આ પ્રકારનાં મુક્તકો આપેલાં હોય છે. માનવીય કે પ્રાકૃતિક જગતની કોઈ પણ વસ્તુ કે ઘટનાને બીજા કોઈ અર્થના વાહક તરીકે નહીં, પણ તેના પોતાના જ રમ્યત્વ ખાતર આબેહૂબ નિરૂપવામાં આવે ત્યારે આપણને આ કાવ્યપ્રકાર મળે છે. ‘સપ્તશતી’માં સ્વભાવોક્તિઓને પણ સ્થાન મળેલું છે. અલંકારો ‘સપ્તશતી’નાં સ્વભાવચિત્રોમાં તેમ જ ભાવાંકનોમાં પ્રાણસંચાર કરતા કે તેમને ઉઠાવ આપતા ઉપમા, ઉત્પ્રેક્ષા આદિ અલંકારોની સામગ્રી ઘણુંખરું તો ગ્રામીણ જીવનમાંથી લીધેલી છે, અને તેથી પ્રત્યક્ષતા, સદ્યબોધ, અને તાજગી સધાયાં છે. સજ્જન ચાલ્યો જતાં ગામ એવું ઉજ્જડ લાગે છે જાણે ઊખડી ગયેલા વડવાળું ગામનું પાદર. ઠરવા માંડેલા તાપણા ઉપર વળેલી રાખને વચ્ચેથી ખસેડતાં નીચે દેખાતા લાલ અંગારાથી તે પેટ ચીરેલા રીંછની યાદ આપેછે. પ્રેમની કુટિલતાને કાકડીના ઊગતા વેલાના વંકાતા તાંતણાથી તાદેશ કરીછે. પ્રિયતમને જોવા ઘરેઘર ભમતી નાયિકા એટલે જાણે ચોપાટની સોગઠી, અને પસાર થતા પ્રિયતમને વાડનાં છિદ્રોમાંથી નિહાળતી નાયિકા એટલે જાણે પિંજરમાંની મેના. વહુઘેલા મુખીપુત્રને લીમડાના કીડાની, અને ફૂટતી જુવાનીવાળા વાછડાના વાનને તાજી કૂંપળના વાનની ઉપમા અપાઈ છે. મેઘને મહિષ તરીકે, અને પતિસંગના ઉજાગરાથી દિવસે ભરનિંદર લેતી નવોંઢાને દૂધથી ધરાઈને ઊંઘતી નવજાત પાડી તરીકે કવિએ જોયાંછે. કાદવમાં ફસેલી ગાયની જેમ સુંદરીનાં અંગ પરથી ચસકી ન શકતી અવશ દૃષ્ટિ, ગોધણ

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60