Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi

View full book text
Previous | Next

Page 22
________________ ર૦ સંખ્યાબંધ મુક્તકો વિવિધ અલંકાર, ભાવાવસ્થા આદિનાં ઉદાહરણ તરીકે ઉદ્ધત થયેલાં છે. “સરસ્વતીકંઠાભરણ” અને “શૃંગારપ્રકાશ'માં તો સેંકડો ઉદાહરણો “સપ્તશતી'માંથી લીધેલાં છે. તેના મૂળ સ્વરૂપમાં “ગાથાકોશ' હાલ કવિની પોતાની તેમ જ સેંકડો અન્ય કવિઓની રચનાઓનો સંગ્રહ હતો. તેની સૌથી વધુ પ્રચલિત પાઠપરંપરા પ્રમાણે તો હાલ કવિએ એક કરોડ ગાથાઓમાંથી સાત સો ઉત્તમ મુક્તકો પસંદ કર્યા હતાં. વિષયવિભાગ વિનાના માળખામાં મૂકેલાં સ્વતંત્ર મુક્તકોના લોકપ્રિય સંગ્રહમાં ઘાલમેલ કરવાનો અમર્યાદિત અવકાશ રહે એ દેખીતું છે. આથી “ગાથાકોશ'ની મૂળ પાઠપરંપરા વિચ્છિન્ન થઈ ગઈ. તેમાં પુષ્કળ વધારાઘટાડા થયા, મૂળના ક્રમનું પણ કશું ઠેકાણું ન રહ્યું. નવમી શતાબ્દી લગભગ તેનું સાત સો ગાથાવાળું જે સ્વરૂપ પ્રચારમાં આવ્યું તેને કારણે તેનું ‘ગાથાકોશને બદલે “સપ્તશતી' કે “સપ્તશતક' એવું નામરૂઢ બન્યું. મૂળ સંગ્રહમાં પ્રત્યેક ગાથાની સાથે તેના કવિનું નામ આપેલું હતું. આ પરંપરા પણ વિચ્છિન્ન થઈ. જુદા જુદા ટીકાકારોએ વધતેઓછે અંશે કવિઓનાં નામો આપ્યાં છે ખરાં. પણ તેમની વચ્ચે બહુ મેળ નથી, અને ઘણાં નામો તો અત્યંત ભ્રષ્ટરૂપમાં જળવાયાં છે. આથી તેમને કેટલાં વિશ્વસનીય ગણવાં એ મોટો પ્રશ્ન છે. અત્યારે “ગાથાકોશ'ની જુદી જુદીછપાઠપરંપરાઓ મળે છે. એ બધીની જુદી જુદી ગાથાઓનો આંકડો ૯૬૫ સુધી પહોંચે છે. આમાંની ૪૩૦ જેટલી ગાથાઓ બધી પાઠપરંપરાઓ વચ્ચે સમાન હોઈને તે મૂળનો અંશ હોવાનું અવશ્ય ગણી શકીએ. ઘણા પ્રાચીન અને અતિશય લોકપ્રિય સંગ્રહ લેખે “ગાથાકોશને અઢારથી પણ વધુ ટીકાકારોનો લાભ મળેલો છે. કુલનાથ, ગંગાધર, પીતાંબર, પ્રેમરાજ, ભુવનપાલ અને સાધારણદેવની ઉપલબ્ધ ટીકાઓ ઉપરાંત કુલપતિ, ચૈતન્ય, ભટ્ટ રાઘવ, ભોજરાજ અને આજડની ટીકાઓ હોવાના ઉલ્લેખ મળે

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60