Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi

View full book text
Previous | Next

Page 23
________________ વિષયસામગ્રી “સપ્તશતી'ની વિષયસામગ્રી ઘણે અંશે ગ્રામીણ જીવનમાંથી લીધેલી છે, અને સામાન્ય સમાજના રોજિદા દશ્યો અને ઘટનાઓમાંથી આ કવિઓને કવિતા લાધી છે. ખેતર, પાદર, ચોરી, શેરી, ઘરઆંગણું, રસોડું, વાડો, દેવળ, પરબ, તળાવ, નદીતટ અને વનાંતર–એ સ્થાનોનો જીવનવ્યવહાર; ઋતુઋતુની ગ્રામીણ પ્રકૃતિ; ખેતરમાં શ્રમ કરતો ખેડૂત પરિવાર; રસોઈ, પાણી ભરવું વગેરેમાં વ્યસ્ત ગૃહિણી; પુલિંદ, લાલ ને પારધી જેવા આદિવાસી; ધૂળેટી, ઇંદ્રધ્વજ, દોલોત્સવ જેવા ઉત્સવ, શ્યામશબલ જેવાં વ્રત અને નવલતા, લહાણી જેવા લોકાચાર એ સૌને લગતા ચિત્રોથી “સપ્તશતી' સભર છે. પ્રેમકવિતા પ્રેમના વિષયની પ્રધાનતા જોતાં “સપ્તશતાને સહેજે પ્રેમકવિતાનો સંગ્રહ કહી શકાય. એક પ્રાચીન માન્યતા તો એવા પણ હતી કે “ગાથાકોશે' જ પ્રેમવિષયક સંસ્કૃત મુક્તકો રચવાની પ્રેરણા આપી. “સપ્તશતી'નાં મુક્તકો કેવળ શૃંગારિક હોવાની અને બધાં જ મુક્તકો ધ્વનિપ્રધાન હોવાની માન્યતા ક્રમે ક્રમે એવી દઢ બની ગઈ કે તે કારણે ગંગાધર વગર ટીકાકારોએ, સ્પષ્ટપણે અન્ય વિષયના મુક્તકોમાંથી પણ મારીમચડીને કે બાદરાયણસંબંધે શૃંગારિક ધ્વનિ તારવ્યોછે– યાંત્રિકપણે સર્વત્ર ગુપ્તપ્રેમ,છત્ર રમણ કે પરકીયાસંબંધનો ગર્ભિત અર્થ જોયો છે. આમ કરવા જતાં અનેક મુક્તકોનું કાવ્યત્વ નષ્ટ થઈ જાય છે તે જોવાનું તેઓ ચૂકી ગયા છે. આ પ્રેમકવિતામાં વ્યક્ત થતો પ્રેમ જો કેટલીક વાર ભોળા, નિરક્ષર, અપટુ જનની સ્વયંભૂ, સરળ લાગણી તરીકે ઘટાવી શકાય તેમ છે, તો કેટલીક વાર તે પ્રેમની ગતિવિધિથી અને વાંકવળાંકથી સુપરિચિત અને તેની નીતિરીતિના જાણકાર એવા વિદગ્ધ જનની લાગણી તરીકે જ સમજી શકાય તેમ છે.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60