Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi

View full book text
Previous | Next

Page 21
________________ ૧૯ સાતવાહનોની રાજધાની ગોદાવરી કાંઠેના પ્રતિષ્ઠાન (પ્રાકૃતમાં પઢાણ') નગરમાં હતી. પ્રાચીન પ્રતિષ્ઠાન તે હાલનું મહારાષ્ટ્રનું પૈઠણ' ગામ. પ્રતિષ્ઠાન જે દેશમાં આવેલું હતું તેનું પ્રાચીન નામ અશ્મક કે કુંતલ હતું, અને તેથી “કુંતલ' એવું પણ હાલ કવિનું એક વધુ નામાંતર નોંધાયું છે. તે પ્રદેશની તે વેળાની ભાષા મહારાષ્ટ્ર પ્રાકૃત હતી, જેમાંથી કાળક્રમે ફેરફાર પામીને અત્યારની મરાઠી ભાષા બની. હાલ કવિની રચનાઓમાં અત્યારે તો માત્ર, તેણે ગાથા છંદમાં રચેલાં થોડાંક પ્રાકૃત મુક્તકો તથા અન્ય કવિઓનાં તેવાં મુક્તકોના સંગ્રહરૂપ ગાથાકોશ' એટલું જ મળે છે. પણ તેની બીજી કેટલીક રચનાઓ પણ હતી તે પ્રાચીન ઉલ્લેખો ઉપરથી જણાય છે. નવમી શતાબ્દીના અપભ્રંશ મહાકવિ સ્વયંભૂદેવે પોતાના પ્રાકૃત છંદશાસ્ત્ર “સ્વયંભૂછંદમાં ઉદ્ગીતિ છંદના ઉદાહરણ તરીકે સાલાહણનું એક મુક્તક ટાંક્યું છે. સાલાહણે રચેલાં “ધવલ' ગીતોની (એટલે કે “ધોળ'ની) હેમચંદ્રાચાર્યે પ્રશંસા કરી છે, અને તેમની દેશીનામમાલા'માં કરેલા ઉલ્લેખ પરથી કહી શકાય કે સાતવાહને દેશ્ય પ્રાકૃતનો કોઈક શબ્દકોશ પણ રચ્યો હશે. છઠ્ઠીસાતમી શતાબ્દીના વિરહાંક કવિના “વૃત્તજાતિસમુચ્ચય' નામના છંદ શાસ્ત્રમાં પ્રાકૃત “ચતુષ્પદી” છંદના વિવિધ પ્રકારોનું નિરૂપણ સાલાહણને આધારે કરેલું હોવાનું કહ્યું છે. એટલે હાલ કવિએ પ્રાકૃત છંદશાસ્ત્રનો પણ કોઈક ગ્રંથ રચ્યો હશે. ગાથાકોશ” કે “સપ્તશતી’ બધા મુક્તકસંગ્રહોમાં હાલ કવિનો પ્રાકૃત મુક્તકોનો સંગ્રહ સૌથી વધુ પ્રાચીન અને સાહિત્યરસિકોમાં આદર પામેલો છે. “ગાથાકોશ' (પ્રાકૃતમાં ગાહાકોસ') , “સપ્તશતી’ અને ‘સપ્તશતક' એવાં નામે તે જાણીતો છે. બાણભટ્ટ, ઉદ્યોતનસૂરિ, રાજશેખર, અભિનંદ, સોલ વગેરે કવિઓએ તેની મુક્તકંઠે પ્રશંસા કરી છે. પાછળના સમયના પ્રાકૃત મુક્તકોના અન્ય સંગ્રહો પર તેમ જ અનેક કવિઓની રચનાઓ પર ‘ગાથાકોશ'નો પ્રત્યક્ષ કે પરોક્ષ મોટો પ્રભાવ પડ્યો છે. નવમી શતાબ્દીના આનંદવર્ધનથી શરૂ કરીને ધનંજય, ભોજ, હેમચંદ્ર વગેરેના બારપંદર જેટલા અલંકારગ્રંથોમાં “સપ્તશતી'ના

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60