Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi

View full book text
Previous | Next

Page 19
________________ ૧૭ મુક્તકોના વર્ગઃ વિષયવિભાગ મુક્તકસંગ્રહોમાં મુક્તકો વિષયાનુસાર વિવિધ ગુચ્છોમાં વહેંચેલાં હોય છે. ભર્તુહરિનાં શતકોનો વિષય ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થો છે, અને સાયણના “સુભાષિતસુધાનિધિ” જેવા સંગ્રહોમાં ધર્મ, અર્થ, કામ અમે મોક્ષ એ ચાર પુરુષાર્થો અનુસાર મુક્તકોના વ્યાપક વર્ગ પાડેલા છે. પરંતુ સામાન્ય રીતે તો મુક્તકસંગ્રહોમાં અનેક વિવિધ વિષયો પ્રમાણે સંખ્યાબંધ ગુચ્છો કરેલા હોય છે. ઉદાહરણ તરીકે “સુભાષિતરત્નકોષ'માંના ૨૨૫ કવિઓનાં મુક્તકો ૫૦ વ્રજ્યામાં વહેંચેલાં છે. “વજ્જાલગ્નમાં મૂળ ૪૬ વ્રજ્યા હતી. અત્યારે ૯૫ મળે છે. “સૂક્તિમુક્તાવલિ'માં ૧૪૨ પદ્ધતિઓ છે. “સંધુક્તિકર્ણામૃતમાં પાંચ પ્રવાહો અને તેમના કુલ ૪૭૬ વીચિમાં મુક્તકોનું વર્ગીકરણ કરેલું છે. શિવ, વિષ્ણુ વગેરે દેવતાઓની સ્તુતિ; કવિ અને કાવ્યની પ્રશંસા, વસંત, ગ્રીષ્મ વગેરે ઋતુઓ તથા સંધ્યા, ચંદ્રોદય, અંધકાર, પ્રભાત વગેરે નૈસર્ગિક દશ્યો; અનુરાગમાં સંયોગ અને વિયોગ તથા તેમાં નાયકનાયિકાના પ્રકારો અને વિવિધ અવસ્થાઓ, ચેષ્ટાઓ, વ્યવહારો અને રૂપગુણોનું સાંગોપાંગ વર્ણન (જેમકે મુગ્ધા, માનિની, પ્રોષિતપતિકા, દૂતી, સંદેશ, સંકેત, અપરાધ, કલહ, અનુનય, પ્રવાસ, સંભોગ, મુખ નેત્ર સ્તન વગેરે અંગો, અભિસારિકા, અસતી); અન્યોક્તિ (ગજ, ભ્રમર, કમળ, સમુદ્ર, મેઘ, સિંહ, ચાતક, હંસ, ધવલ, વૃક્ષ વગેરે); સ્વભાવોક્તિ; ચાટૂક્તિ; સજ્જન; દુર્જન; વૃદ્ધત્વ; કૃપણતા; સુભટ; વૈરાગ્ય; દેવ; સ્વામી, સેવક, વેશ્યા; દાંરિશ્ય–આવા પ્રકારના વિષયોને અનુસરીને ગુચ્છોને નામ આપેલા છે. હાલ કવિ . પ્રાકૃત મુક્તકોના સૌથી જૂના સંગ્રહ “ગાથાકોશ” કે “સપ્તશતી'માં સંગ્રહકાર તરીકે “સાલાહણ” કે “હાલનું નામ આપેલું છે, અને તેને કવિ તથા કવિવત્સલ કહ્યો છે. “કવિવત્સલ” એ હાલનું બિરુદ હોય. પ્રાચીન શબ્દકોશમાં હાલઅને ‘સાતવાહનને પર્યાયો ગણ્યા છે અને ઇતર સાહિત્યમાંથી પણ તેનું સમર્થન મળેછે. સોમદેવના “કથાસરિત્સાગર' વગેરેમાં પ્રતિષ્ઠાનનગરના રાજા સાતવાહનની કથા આપેલી છે. “સાતવાહન”

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60