________________
૧૬
નામ
સંગ્રાહક રચનાવર્ષ શ્લોકસંખ્યા રચનાપ્રદેશ સુભાષિતરત્નકોષ વિદ્યાકર આ.ઈ.સ. ૧૧૦૦, ૧૭૩૮ બંગાળ સક્તિકર્ણામૃત શ્રીધરદાસ ૧૨૦૫ ૨૩૭૭ બંગાળ, સૂક્તિમુક્તાવલિ જલ્પણ
૧૨૫૭ ૨૭૭૫ મહારાષ્ટ્ર સુભાષિતસુધાનિધિ સાયણ આ. ૧૩૫૦ ૨૪૪૧ તેલંગાણા શાર્ગધરપદ્ધતિ શાર્ગધર ૧૩૬૩ ૪૬૮૯ રાજસ્થાન સુભાષિતાવલિ વલ્લભદેવ ૧૫મી શતાબ્દી ૩૫૨૭ કાશ્મીર પ્રાકૃત મુક્તકસંગ્રહો
પ્રાકૃત મુક્તકોના ઉપલબ્ધ સંગ્રહો સંસ્કૃત સંગ્રહો કરતાં પ્રાચીન છે. હાલ કવિનો “ગાહાકોસ' (સં. “ગાથાકોશ') આશરે બીજીત્રીજી શતાબ્દીનો સાત સો ગાથાઓનો સંગ્રહ છે. તેમાં ઉત્તરો શૈર ઘણા ઉમેરા અને ફેરફારો થતા રહ્યા છે. આ વિશે વિગતે આગળ વાત કરી છે. એ પછી “વજ્જા-લગ” નામનો મૂળ સાત સો ગાથાઓનો સંગ્રહ જયવલ્લભને નામે પ્રચલિત છે. તેનો સમય આઠમીથી બારમી શતાબ્દીની વચ્ચે મુકાય છે. તેમાં પણ પાછળથી ઉમેરા થતાં ગાથાસંખ્યા નવ સો ઉપર પહોંચી છે. બારમી શતાબ્દીમાં ગોવર્ધને હાલ કવિના પ્રાકૃત “ગાથાકો શ'ને અનુસરીને સંસ્કૃતમાં આર્યાસપ્તશતી' રચી. આ ઉપરાંત આઠમી શતાબ્દી પૂર્વે એક છપ્પણય-ગાહાઓ' એટલે કે “ખટ્રપ્રજ્ઞક-ગાથાઃ” એ નામનો પ્રાકૃત મુક્તકોનો સંગ્રહ તૈયાર થયેલો, જેની પ્રતિષ્ઠા ચૌદમી શતાબ્દી સુધી તો હતી જ. અત્યારે તે જ નામે મળતી ટૂંકી કૃતિ ઘણા પાછળના સમયની રચના છે. ઈ.સ. ૧૧૯૫માં જિનેશ્વરે સૂરિનો ૮૦૦ . ગાથાઓનો સંગ્રહ નામે “ગાહારયણ કોસ' (=ગથારત્નકોશ) આપણને મળે છે. તેમાં હાલ કવિના “ગાથાકોશ'માંથી અને “વજ્જા લગ્નમાંથી ઘણી ગાથાઓ લીધેલી છે. બપ્પભટ્ટિસૂરિરચિત પ્રાકૃત ગાથાઓનો સંગ્રહ “તારાગણ” નવમી શતાબ્દીમાં રચાયો હતો.