Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi

View full book text
Previous | Next

Page 16
________________ ૧૪ કવિઓએ રચેલાં મુક્તકોના સંગ્રહ મુકાબલે પાછળના સમયમાં મળે છે; તે પહેલાંના કેટલેક અંશે અનિશ્ચિત રચના સમયવાળા સંગ્રહો કોઈ એક જ કવિને નામે ચઢેલા છે – જેમ કે ભર્તુહરિનાં શતક અને અમરકનું શતક. “અમરુશતક' અત્યારે આપણને મળતું શૃંગારિક અમરુશતક' અને ભર્તુહરિનાં નીતિ, શૃંગાર અને વૈરાગ્યનાં શતકો તેમના મૂળ સ્વરૂપમાં કાળક્રમે થયેલા અનેક સુધારાવધારાનાં પરિણામ છે. અમરુશતક'ની જે ચાર જુદી જુદી વાચનાઓ મળે છે તેમાં મુક્તકોના ક્રમ કે સંખ્યામાં ઘણો તફાવત છે, અને એકાવન જેટલા શ્લોકો જ બધી વાચનાઓમાં સમાન છે. વળી ‘અમરુશતક'ના શ્લોકો નામ વિના કે અન્ય કવિના નામે સુભાષિત સંગ્રહોમાં ઉધૃત થયેલા છે. અમરકના રચેલાં મુક્તકોમાં અન્ય કવિઓનાં અનુરાગવિષય મુક્તકો ઉમેરાઈને ક્રમે ક્રમે શતકનું સ્વરૂપ તૈયાર થયું હશે એમ લાગે છે. તેનો સમય નવમી શતાબ્દી પહેલાં – પણ ક્યારે તે અનિર્ણાત છે. ભર્તુહરિનાં શતકો ભર્તુહરિનાં શતકોનું પણ તેવું જ છે. તે પણ અત્યંત લોકપ્રિય રહ્યાં હોવાને કારણે મૂળમાં સેંકડો વરસો સુધી થતા રહેલા અસંખ્ય વધારા-ઘટાડાનું પરિણામ છે. બસો જેટલાં મુક્તકો બધી વાચનાઓને આધારે મૂળનાં હોવાનું જણાય છે. તેમના ઉપરાંત બીજાં કેટલાં અને કયાં હતાં તેનો નિર્ણય થઈ શક્યો નથી. કાલિદાસ વગેરે જાણીતા કવિઓના શ્લોકો પણ આ શતકોમાં મળેછે તેથી એ પણ ખાતરીથી કહી શકાતું નથી કે ભર્તુહરિનો મૂળ મુક્તકસંચય તેનાં પોતાનાં જ મુક્તકોનો બનેલો હતો કે વિવિધ કવિઓનાં ચૂટેલાં મુક્તકોનો. આ ભર્તૃહરિ વ્યાકરણકાર અને દાર્શનિક ભતૃહરિથી જુદો ન હોય તો તેનો સમય ઈ.સ. ૪૦૦ લગભગ મૂકી શકાય. અગિયારમી શતાબ્દી લગભગ તે શતકોના કવિ તરીકે જાણીતો થયો હોવાનું જણાય છે. નવમી શતાબ્દીના ભલ્લટ કવિનું ‘ભલ્લટશતક' અને અગિયારમી શતાબ્દીની પહેલાંના શિલ્હણનું “શાંતિશતક' પણ ઉપદેશાત્મક મુક્તકોના આવા સંગ્રહો તરીકે ઉલ્લેખપાત્ર છે. આ ત્રણે કવિઓની બાબતમાં પણ

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60