Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi

View full book text
Previous | Next

Page 14
________________ વિષયો ૧૨ - મુક્તકોને વિષયપસંદગીની કશી મર્યાદા નથી. આખું જીવન તેમનું વિહારક્ષેત્રછે. આ વિષયો કાવ્યયોગ્ય, પેલા અયોગ્ય - - એવા કશા જ્ઞાતિભેદથી મુક્તક અસ્પૃષ્ટછે. એક મત એવો છે કે વસ્તુ પોતે નથી સરસ હોતી કે નથી નીરસ, નથી સુંદર હોતી કે નથી અસુંદર. તેની રસવત્તા અને સુંદરતા તો કવિની દૃષ્ટિ અને વાણી ૫૨ જ અવલંબે છે. મુક્તક જાણે કે આ મતને ચરિતાર્થ કરે છે. મુક્તકોના પ્રકાર રાજશેખરે મુક્તકોના પાંચ પ્રકાર પાડ્યા છેઃ શુદ્ધ, ચિત્ર, કથાશ્રિત, સંવિધાનક્ષમ અને આખ્યાનાશ્રિત. પહેલા પ્રકારના મુક્તકમાં કશી કથા, ઘટના કે વસ્તુવિસ્તાર વિનાનું કોઈક ક્ષણ કે પરિસ્થિતિનું નિરૂપણ હોય છે. બીજા પ્રકારમાં અમુક વસ્તુનો નિર્દેશ કરી સમુચિત વિગતોથી તેનો વિસ્તાર કરેલો હોય છે. ત્રીજા પ્રકારમાં કોઈક પ્રાચીન કથાપ્રસંગની સામગ્રીનો, ચોથામાં જીવનપ્રસંગનો, તો પાંચમામાં પૌરાણિક ઘટનાનો આશ્રય લીધેલો હોયછે. આમાં ત્રીજા અને પાંચમા પ્રકારને એક ગણીને (૧) એકબિંદુ, (૨) વિસ્તારી, (૩) ઘટનાશ્રિત અને (૪) કથાશ્રિત એવા ચાર વિભાગ રાખી શકીએ. ઘટના છેલ્લા બંને વિભાગનો આધાર છે. પણ ચોથા વિભાગમાં પ્રાચીન કથાની જાણકારી અપેક્ષિત છે. પરંતુ વિષયના મૂળ સ્રોત અને નિરૂપણની સઘનતાને આધારે સુચવાયેલું આ વર્ગીકરણ પ્રચલિત નથી થયું. મુક્તકસંગ્રહોમાં તો આગળ દર્શાવ્યું છે તેમ, સર્વત્ર વર્જ્ય વિષય અનુસા૨ તથા તે પ્રત્યેક દૃષ્ટિકોણ અનુસાર (સ્વભાવોક્તિ, અન્યોક્તિ) ગુચ્છો કરેલા હોય છે. મુક્તકરચનાની વિપુલતા પ્રાચીન સમયમાં રાજસભામાં કે કોઈ કાવ્યરસિક શ્રીમંતને ઘરે કાવ્યગોષ્ઠીઓ અને કવિસભાઓ રખાતી. તેમાં અન્ય કાવ્યપ્રકારો કરતાં મુક્તકો ટૂંકાં હોઈને વારંવા૨ ૨જૂ થાય એ સ્વાભાવિક હતું. એક જ વિષય પર વિવિધ કવિઓ મુક્તક રચે, અથવા તો એક જ કવિ અમુક વિષયના વિવિધ પાસાંને

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60