Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi

View full book text
Previous | Next

Page 15
________________ ૧ 3 લઈને મુક્તકો રચે; સમસ્યાપૂર્તિ અને પાદપૂર્તિનો કાવ્યવિનોદ થાય; ઊગતો કવિ પોતાની પ્રારંભિક રચનાઓ લેખે મુક્તક પર જ હાથ અજમાવે. આમ મુક્તકોનું ખેડાણ વ્યાપક પણે અને શતાબ્દીઓ સુધી થતું રહ્યું. મૂળ સ્રોતો આદિકાવ્ય રામાયણમાં પ્રભાત, સંધ્યા, ચંદ્રોદય, વિવિધ ઋતુઓ વગેરેનાં વર્ણનોનાં સ્વયંપર્યાપ્ત ચિત્ર તરીકે ચાલે તેવા શ્લોક મળે છે. મહાભારતમાંથી યુદ્ધવર્ણન અને નીતિબોધનાં ઘણાં મુક્તકો તારવી શકાય. અશ્વઘોષના મહાકાવ્યમાંથી પણ પ્રકૃતિવર્ણન વગેરેનાં એકશ્લોકી ચિત્રો મળે છે. ભારતના નાટ્યશાસ્ત્રમાં નાટકમાં અમુક સ્થાને જે ધ્રુવાગીત વગેરે આવે તેમાં હંસ, ગજ, ભ્રમર જેવાના ઓઠા નીચે નાયક કે નાયિકાની અવસ્થા વર્ણવવાની પરંપરા નોંધાઈ છે–એટલે કે તેમાં અન્યોક્તિનો પ્રયોગ કરવાની રૂઢિ જોઈ શકાય છે. આ રીતે પ્રબંધરચનાઓમાં પણ સ્વતંત્રપણે માણી શકાય તેવા શ્લોકની વિપુલતા હતી. ગ્રંથોના દેવહુતિના પ્રારંભિક મંગલ શ્લોકો તથા અભિલેખોમાંના રાજપ્રશસ્તિના શ્લોકો પણ મુક્તક તરીકે ગણી શકાય. પંચતંત્ર' જેવા દષ્ટાંતકથાસંગ્રહો સબ્રોધ અને નીતિવિષયક સુભાષિતોથી સમૃદ્ધ હતા. આ બધાને પરિણામે સમય જતાં મુક્તક કાવ્યોના સંગ્રહો તૈયાર થવા લાગ્યા. અનેક કૃતિઓમાંથી કરેલા દોહનમાં અનેક વિવિધ રચનાઓ માણવાનો લાભ મળે. વળી અનેક અજાણ્યા કવિઓની આવી રચનાઓ તથા પ્રતિષ્ઠિત કવિઓની એકશ્લોકી રચનાઓ, જે અન્યથા લુપ્ત થાત તેને સંગ્રહમાં સ્થાન આપીને જાળવી રાખી શકાઈ. સુભાષિત સંગ્રહોમાં એવાં સેંકડો કવિઓમાં નામ મળે છે. જે અન્યથા આપણે માટે તદ્દન અજ્ઞાત રહ્યાં છે; અને જાણીતા કવિઓનાં પણ કેટલાંયે એવાં મુક્તકો સંઘરાયાં છે, જેમનું પ્રસિદ્ધ રચનાઓમાં નામનિશાન નથી. પ્રાચીન મુક્તકો , ઠીક ઠીક પ્રાચીન સમયથી મુક્તકોના સંગ્રહ કરવાનું શરૂ થયું હશે, પરંતુ શરૂઆતના સંસ્કૃત મુક્તકસંગ્રહોનું કશું નામનિશાન જળવાયું નથી. આપણને ઉપલબ્ધ સૌથી જૂનો સંગ્રહ પ્રાકૃત મુક્તકોનો છે. સંસ્કૃતમાં વિવિધ

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60