________________
પ્રાકૃત કાવ્યનું ગૌરવ
આંમઅં પાઇઅ-કવ્યું, પઢિઉં સોઉં-ચ જે ન-યાણંતિ : કામરૂ તત નત્તિ, કુણંતિ તે કહ ન લર્જતિ |
અમૃત જેવી પ્રાકૃત કવિતાના પઠન કે શ્રવણથી જેઓ અજ્ઞાત છે, ને છતાં જેઓ કામતત્ત્વનો ઊહાપોહ કરવા બેસે છે, તેઓ કેમ લાજતા નહીં હોય?’
ગાહાણે ગીયાણ, તંતી-સદાણ પોઢ-મહિલાણા તાણ-ચિય સો દંડો, જે તાણ રસ ન-વાણંતિ છે.
“જેઓ ગાથાકાવ્યોના, ગીતોના, વીણાવાદનના અને પ્રૌઢ નારીઓના રસથી અજાણ છે, તેમનો તે જ દંડ.”
ગાહાણ રસા મહિલાણ વિક્સમાં કઇયણાણ ઉલ્લાવા !' કસ્સન હરંતિ હિયય, બાલાણ-મમ્મણલ્લાવા |
ગાથાઓના રસ, મહિલાઓના હાવભાવ, કવિજનોની ઊક્તિઓ અને બાળકોના કાલા બોલ કોના હૃદયને હરતા નથી?'
મુત્તાહલં-વ કળં , સહાવ-વિમલ સુવષ્ણ-સંઘડિયા સોયાર-કણ-કુહરશ્મિ પડિયું પાયર્ડ હોઈ //
“મૌક્તિક સમું કાવ્ય સહજનિર્મળ અને સુવર્ણજડિત હોય તો પણ શ્રોતાના કર્ણવિવરમાં પ્રકટ થાય ત્યારે જ તેનું સાચું પ્રાકટ્ય થાય છે.'
દુખ કરઈ કવ્વ, કબૂમિ કએ પઉંજણા દુખ ! સંતે પઉંજમાણે, સોયારા દુલહા હોતિ //
“એક તો કાવ્ય રચવું કઠિન છે, રચ્યા પછી તેનો પઠન-પ્રયોગ કઠિન છે, ને પઠન-પ્રયોગ થાય ત્યારે યોગ્ય શ્રોતા મળવા કઠિન છે.'