________________
આ ગ્રંથના હિન્દી સંસ્કરણના સંપાદન-પ્રકાશનમાં પં.શ્રી શોભાચંદ્રજી ભારિલ્લ, ડૉ. મોહનલાલ મહેતા, પં. હીરાલાલજી શાસ્ત્રી અને શ્રીચંદજી સુરાણાનો સહયોગ રહ્યો છે. તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ.
ગણિત સંબંધી પ્રાચીન ચિત્રો આચાર્ય વિજયયશોદેવ સૂરિશ્વરજી મ. થી પ્રાપ્ત થયા તેથી તેમના પણ આભારી છીએ.
આ સંસ્કરણનાં સંપાદન સંશોધનમાં પં. દેવકુમારજી જૈનનો સહયોગ પ્રાપ્ત થયો છે.
લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પ્રોફેસર ડૉ. કનુભાઈ શેઠએ શબ્દાનુલક્ષી અને સરલ ગુજરાતી ભાષાંતર કરી આપ્યો. એના પ્રમાર્જન સંશોધનમાં ડૉ. મહાસતીજીશ્રી મુક્તિપ્રભાજીનો માર્ગદર્શન પ્રાપ્ત થયો તેમની સુશિષ્યાઓ પણ સહકાર આપ્યો તેમના આભારી છીએ.
આ ભાગમાં હિન્દી સંસ્કરણમાંથી ૫. હીરાલાલજી જૈનની ભૂમિકા આપવામાં આવી છે. આગમ અનુયોગ ટ્રસ્ટને તન-મન-ધનથી સહયોગ આપનાર સર્વના આભારી છીએ.
આ સંસ્થાના આદ્યસ્થાપક તથા ભૂતપૂર્વ પ્રમુખશ્રી સ્વ. શ્રી બળદેવભાઈ ડોસાભાઈ પટેલના અચાનક દિવંગત થવાથી ટ્રસ્ટને ઘણી ખોટ પડી છે. તેઓશ્રી અત્યંત ઉદારચેતા જ્ઞાનની અભિરુચિ રાખનારા કર્મઠ કાર્યકર્તા હતા.
ટ્રસ્ટનું સુચારુરૂપે સંચાલન કરવામાં, સહકાર મેળવવામાં આદિકાર્યો માટે શાસન સેવામાં રત, ટ્રસ્ટના મંત્રીશ્રી જયંતિભાઈ ચંદુલાલ સંઘવીએ કરેલી સેવાઓને નજર અંદાજ નહીં કરી શકાય. અનેક સંસ્થાઓમાં જોડાયેલા હોવા છતાં પણ ટ્રસ્ટનાં સંચાલનમાં પોતાનો અમૂલ્ય સમય ફાળવી રહ્યા છે તેથી તેઓના પણ અમે બહુ આભારી છીએ.
પુસ્તકોની સુરક્ષા, આટલો મોટો સ્ટોક રાખવા માટે ઉપાશ્રયનો માળ તેમજ ઓફિસ માટે સ્થાન આપવા આદિ કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે એવા શ્રી નારણપુરા સ્થા. જૈન સંઘના વિશેષ આભારી છીએ. સંઘના પ્રમુખશ્રી તથા સંઘના સમસ્ત કાર્યકર્તાઓનો આભાર માનું છું.
કાર્યાલયની વ્યવસ્થા માટે શ્રી શામજીભાઈ-નારણપુરા સંઘના કર્મચારી તથા પ્રેસ સંબંધી, ટ્રસ્ટ સંબંધી, પ્રફુરીડીંગ આદિ કાર્ય નિષ્ઠાપૂર્વક સંપન્ન કરવા માટે શ્રી માંગીલાલજી શર્મા કુરડાયાવાળા પણ ધન્યવાદને પાત્ર છે.
ઘણાં જ નિષ્ઠાપૂર્વકના પુરૂષાર્થ પછી પણ ગુજરાતીમાં પુસ્તકો શ્રુતજ્ઞાનના પ્રેમીઓના હાથમાં ઘણા લેઈટ આવી રહ્યા છે તે માટે સૌની ક્ષમાયાચના.
શુદ્ધ અને સુંદર મુદ્રણકાર્ય કરી આપવા માટે સ્કેન-ઓ-ગ્રાફિક્સવાળા શ્રી દિવ્યાંગભાઈ પ્રત્યે હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ.
પાર્શ્વનાથ કોર્પોરેશન અમદાવાદ,
વિનીત નવનીતભાઈ ચુનીલાલ પટેલ
(પ્રમુખશ્રી)
proporoud
15
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org