________________
પ્રકાશકીય...
જૈન શ્રુત જ્ઞાન-શાસ્ત્રોને ચાર અનુયોગોમાં વિભાજીત કરવામાં આવેલ છે (૧) ચરણાનુયોગ (૨) ધર્મકથાનુયોગ (૩) ગણિતાનુયોગ (૪) દ્રવ્યાનુયોગ. આ ચારે અનુયોગ મૂળ અને હિન્દી અનુવાદ સાથે આઠ ભાગોમાં ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. જેમની સ્વાધ્યાયકર્તાઓ અને વિદ્વાનો ઘણી જ પ્રશંસા કરી છે. અત્યંત ઉપયોગી સાબિત થયા છે અને તેમાં કેટલાક ભાગ તો અપ્રાપ્ય થઈ ચૂક્યા છે.
ટ્રસ્ટની યોજના પ્રમાણે આ અનુયોગોનું ગુજરાતી અનુવાદ પણ પ્રકાશિત થઈ રહ્યો છે. જેમાં ધર્મકથાનુયોગ બે ભાગોમાં અને ચરણાનુયોગ પણ બે ભાગોમાં પ્રકાશિત થઈ ગયા છે. ત્રીજો અનુયોગ ગણિતાનુયોગ પ્રકાશિત કરતાં આનંદ અનુભવીએ છીએ. હિન્દીમાં આ એક જ ભાગ છે પણ મોટો થવાને કારણે આ સંસ્કરણને બે ભાગોમાં પ્રકાશિત કરવામાં આવે છે. પહેલા ભાગમાં અધોલોકનો અને મધ્યલોકમાં દ્વીપ સમુદ્ર સુધીનો આમાં સમાવેશ કરવામાં આવેલ છે. બીજા ભાગમાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર વગેરેનો અને ઉર્ધ્વલોક, અલોક, લોકાલોકનો વર્ણન આવશે.
-
દ્રવ્યાનુયોગનો પહેલોભાગ પ્રકાશનમાં ચાલે છે અને બે ભાગોનો ગુજરાતી ભાષાંતરનું કાર્ય પણ ડૉ. મહાસતીજીશ્રી મુક્તિપ્રભાજી કરી રહ્યા છે.
ગણિતાનુયોગ ઘણો જ ઉપયોગી અનુયોગ છે. આમાં ભૂગોળ-ખગોળનો વિસ્તૃત વર્ણન છે. ઘણા જ વર્ષોના પરિશ્રમથી આનો હિન્દી સંસ્કરણ ૩૨ વર્ષ પૂર્વે "આગમ અનુયોગ પ્રકાશન પરિષદ્ સાંડેરાવ” દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ, જેમની પ્રતિઓ થોડા જ સમયમાં પૂરી થઈ ગઈ અને અત્યધિક માંગણી હોવાના કારણે સંશોધન પરિવર્ધન થઈને બીજો સંસ્કરણ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ જેનો ભૂગોળ- ખગોળ ના વિદ્વાનો, શોધકર્તાઓ ઘણો જ સારો ઉપયોગ કરી રહ્યા છે. વિદેશોની સારી માંગણી રહી છે. જેમાં જર્મની વિદ્વાન દ્વારા તો એનાપરથી સચિત્ર મોટો અંગ્રેજીમાં ગ્રંથ પણ કાઢ્યો છે.
અનુયોગ સંપાદન પ્રકાશન કાર્યમાં પૂ. ગુરૂદેવ ઉપાધ્યાયશ્રી કનૈયાલાલજી મ. 'કમલ' એ પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું. ગુજરાતી પ્રકાશનમાં પણ તેઓનું માર્ગદર્શન આવી વૃદ્ધાવસ્થા અને અસ્વસ્થતાની સ્થિતિમાં પણ મળતું રહ્યું છે. આથી આવા મહાન્ સંત પ્રત્યે આભાર વ્યક્ત કરવો તો ઔપચારિકતા માત્ર છે. આ શ્રુતજ્ઞાનનો અધિકમાં અધિક સદુપયોગ થાય અને જીવનમાં જ્ઞાન ધ્યાનની વૃદ્ધિ થાય તે જ તેઓ પ્રત્યે સાચી કૃતજ્ઞતા કહેવાંશે.
પૂ. ગુરૂદેવનાં પ્રિય શિષ્યશ્રી વિનયમુનિજી મ. "વાગીશ”ની વિશેષ પ્રેરણા અને સહયોગથી આ ભગીરથ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે. ગુજરાતી ભાષા તેમની માતૃભાષા ન હોવા છતાં પ્રેસકોપી, પ્રૂફરીડીંગ, મૂળ અનુવાદ આદિનું સૂક્ષ્મ અવલોકન ક૨વામાં તેઓએ અથાગ પરિશ્રમ કર્યો છે. પૂજ્ય ગુરૂદેવની સેવા-વૈયાવચ્ચ કરતાં-કરતાં અપ્રમત્ત ભાવે શ્રુતસેવાનો સુંદર સમન્વય તેઓશ્રીએ પોતાના જીવનમાં કર્યો છે. તે માટે અમે તેઓશ્રીના હૃદયપૂર્વક આભારી છીએ.
જૈન દર્શનના પ્રખ્યાત વિદ્વાન પંડિતશ્રી દલસુખભાઈ માલવણિયાએ પણ પોતાનો અમૂલ્ય સમય નિસ્વાર્થ ભાવનાથી ઉદારતાપૂર્વક આ કાર્યના માર્ગદર્શન-સલાહ સૂચનમાં આપ્યો છે. તેમના પ્રતિ પણ કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અમારી ફરજ છે.
Jain Education International
14
-For Private & Personal Use Only..
www.jairnel|brary.org