________________
૩૧
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ રહેલી ચક્ષુ-શ્રોત્ર-રસના આદિ પાંચ ઈન્દ્રિયો એ તો બારીતુલ્ય છે. તે ઈન્દ્રિયો જોવાજાણવાનું કામ કરતી નથી. પરંતુ ઈન્દ્રિયોથી ભિન્ન એવો અને તેમાં જ રહેલો એવો આત્મા જ ઈન્દ્રિયો દ્વારા જોવા-જાણવાનું કામ કરે છે.
- જો ઈન્દ્રિયો પોતે જ જ્ઞાન કરતી હોય તો મરેલા શરીરમાં પાંચે ઈન્દ્રિયો યથાવત્ છે. ત્યાં પણ ઈન્દ્રિયો જ્ઞાન કરનાર બનવી જોઈએ. વળી ચક્ષુથી જોયેલો પદાર્થ ચક્ષુ ચાલી ગયા પછી પણ સ્મૃતિગોચર થાય છે-ઈત્યાદિ સંભવે નહીં. તેથી ઈન્દ્રિયો પોતે જ્ઞાનાદિની કર્તા નથી. તે તો બારીની તુલ્ય સાધનમાત્ર છે. તે ઈન્દ્રિયો દ્વારા જ્ઞાનાદિગુણોનો કર્તા ઈન્દ્રિયોથી અને શરીરથી ભિન્ન એવો આત્મા જ છે. આ બાબતની વધારે ચર્ચા ત્રીજા વાયુભૂતિના પ્રસંગે કરીશું. ll૧૫૬૨ા
“આત્મા” પ્રત્યક્ષપ્રમાણથી ગ્રાહ્ય છે. આ વાતનો ઉપસંહાર કરતાં હવે જણાવે છે
इय तुह देसेणायं पच्चक्खो, सव्वहा महं जीवो । अविहयनाणत्तणओ, तुह विण्णाणं व पडिवजा ॥१५६३॥ (इति तव देशेनायं प्रत्यक्षः सर्वथा मम जीवः ।
अविहतज्ञानत्वतस्तव विज्ञानमिव प्रतिपद्यस्व ॥)
ગાથાર્થ - હે ઈન્દ્રભૂતિ ! આ જીવદ્રવ્ય તમને આ રીતે દેશથી પ્રત્યક્ષ છે અને મને અવિહતજ્ઞાન હોવાથી તમારા સંશયની જેમ સર્વથા પ્રત્યક્ષ છે. આ વાત તમે સ્વીકારો. /૧૫૬૩/l
વિવેચન - હે ઈન્દ્રભૂતિ ! ઉપર સમજાવ્યા પ્રમાણે આ આત્મા તમને અંશથી પ્રત્યક્ષ ગ્રાહ્ય છે. કારણ કે તમે છઘસ્થ છો. તેથી આવરણવાળા છો. તેથી સર્વે પણ વસ્તુઓ તમને અંશથી જ પ્રત્યક્ષ હોય છે. જેમકે ચક્ષુથી ઘટ સાક્ષાત્ દેખાય છે. તો પણ ઘટનો એક અંશ જ પ્રત્યક્ષ થાય છે. સર્વભાગો અને સર્વધર્મો પ્રત્યક્ષ થતા નથી. કારણ કે આ સંસારમાં રહેતી તમામ વસ્તુઓ સ્વપર્યાય અને પરપર્યાયો વડે અનંતપર્યાયવાળી છે. છદ્મસ્થ આત્મા તો તેને અંશથી જ પ્રત્યક્ષ કરી શકે છે. છદ્મસ્થ જીવો વસ્તુને સંપૂર્ણ અનંતપર્યાયયુક્ત જાણી શકતા નથી. તેમ તમે પોતે પણ આત્માને અંશથી અવશ્ય પ્રત્યક્ષ જાણો જ છો. તે આ પ્રમાણે = હું શબ્દથી વાચ્ય શરીર નથી, ઈન્દ્રિયો નથી પરંતુ આત્મા છે.