Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
28
• આ અમૃત છે. લો, ચાખો •
द्वात्रिंशिका & (૧૯) ચોગવિવેક-બત્રીસી : ટૂંકસાર # યોગના અધ્યાત્મ વગેરે પાંચ ભેદો છે. તેમ તેના અવાજોર પ્રકારો અનેક છે. ૧૯મી બત્રીસીમાં યોગના અવાજોર પ્રકાર સંબંધી વ્યવસ્થા વર્ણવેલ છે. યોગદષ્ટિસમુચ્ચય ગ્રન્થના આધારે ત્રણ પ્રકારના યોગ બતાવેલ છે : ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ (ગાથા.૧).
પ્રમાદાદિના કારણે કાલ, વિનય, બહુમાન વગેરે યોગના અંગોની જેમાં ઉપેક્ષા હોય તે વિકલ યોગ = ઈચ્છાયોગ બની જાય છે. (ગાથા.૨)
તીવ્ર શ્રદ્ધા અને બોધ વડે, શક્તિ છૂપાવ્યા વિના કરાતી અપ્રમત્ત સાધકની અખંડ આરાધના શાસ્ત્રયોગ કહેવાય. (ગાથા.૪)
શાસ્ત્રના દિશાસૂચન મુજબ પુરુષાર્થ કરનાર સાધકનું આત્મસામર્થ્ય જ્યારે અત્યંત પ્રબળપણે છળે અને સાધક આત્મા શાસ્ત્રોક્ત વિષયથી ઉપર ઉઠીને પોતાના સામર્થ્યથી મોક્ષમાર્ગે આગળ વધે તે સામર્થ્યયોગ કહેવાય.
પ્રતિભજ્ઞાન એ શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાન કરતાં ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં તે ભિન્ન કઈ રીતે છે? તે દર્શાવ્યું છે. પણ અભિન્ન કઈ રીતે છે? તે બતાવીને ઉપાધ્યાયજી મહારાજે વિશેષ ઉપકાર કર્યો છે. (ગાથા.૮)
ઈચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિતિયમ અને સિદ્ધિયમ પૈકી પ્રવૃત્તિયમ એ શાસ્ત્ર યોગનો વ્યાપ્ય નથી. એટલે કે શાસ્ત્રયોગ વગર પણ પ્રવૃત્તિયમ નયભેદે સંભવે છે. આ કથન પણ ઉપાધ્યાયજી મ. ની સુંદર ભેટ છે. (ગાથા.૨૬).
# (૨૦) ચોગાવતાર - બત્રીસી : ટૂંકસાર # પાતંજલદર્શનમાં બતાવેલ યોગના વિવિધ પ્રકારોનો જૈનદર્શન માન્ય યોગમાં સમવતાર કરવાનું મહત્ત્વનું કાર્ય ૨૦મી બત્રીસીમાં પૂ. ગ્રન્થકારશ્રીએ કરેલ છે.
યોગ = સમાધિ. એના બે પ્રકાર છે : સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત સમાધિ. સંપ્રજ્ઞાત સમાધિના ૪ પ્રકાર છે : વિતર્ક, વિચાર, સાનંદ, સાસ્મિત. વિતર્ક – સંપ્રજ્ઞાત સમાધિના બે પ્રકાર છે : સવિતર્ક અને નિર્વિતર્ક. સવિતર્ક – સંપ્રજ્ઞાત સમાધિના ચાર ભેદ છે : શબ્દ, અર્થ, જ્ઞાન અને વિકલ્પ. વિચાર - સંપ્રજ્ઞાત સમાધિના બે ભેદ છે : સવિચાર અને નિર્વિચાર.
સવિતર્ક, નિર્વિતર્ક, સવિચાર અને નિર્વિચાર આ ચાર સમાપત્તિમાંથી છેલ્લી નિર્વિચાર- સમાપત્તિનો અભ્યાસ પ્રકૃષ્ટ થતાં ચિત્ત ક્લેશ – વાસનાથી શૂન્ય અને સ્થિર એવા પ્રવાહને યોગ્ય બને છે. તેમાંથી ઋતંભરા પ્રજ્ઞા પ્રગટે છે. વિશેષ પદાર્થનું અવગાહન કરનારી તે પ્રજ્ઞા આગમપ્રમાણ અને અનુમાન પ્રમાણથી ચઢિયાતી છે. (ગાથા.૧૨)
આ રીતે ઊંડાણપૂર્વક યોગનું નિરૂપણ આ બત્રીસીમાં મળે છે. • ગાથા ૨૦ માં દિગંબરાચાર્ય કુંદકુંદસ્વામીનો મત સાચો હોવાથી તેને ઉદારભાવે સ્વીકારવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org