Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
द्वात्रिंशिका
• આ અમૃત છે. લો, ચાખો • પરંતુ વ્યવહારનય ગૌણ-મુખ્ય ભાવે ભાગ્ય અને પુરુષાર્થ (= મહેનત) બન્નેને કારણરૂપે સ્વીકારે છે. માટે મુખ્ય = ઉત્કટ એવા નસીબથી કરાયેલ કાર્યને લોકો ભાગ્યકૃત સ્વરૂપે જાણે છે. અને ઉત્કટ પ્રયત્નથી કરાયેલ કાર્યને લોકો પુરુષાર્થકૃત સ્વરૂપે જાણે છે.
વ્યવહારનયના મતે જ્યાં પુરુષાર્થ અલ્પ હોવા છતાં ફળ મળે છે ત્યાં આ ભવનું ભાગ્ય અને પૂર્વભવનો પુરુષાર્થ કારણરૂપે સમજી લેવા. આમ બન્ને પરસ્પર સાપેક્ષ છે. (ગાથા.૧૧) આ રીતે ભાગ્ય અને ઉદ્યમનો સ્યાદ્વાદ સાપેક્ષ રીતે સમન્વય અહીં જોવા મળે છે.
# (૧૮) યોગભેદ-બત્રીસી : ટૂંકસાર # - યોગવિશારદોએ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષયને યોગ કહેલ છે. (ગાથા.૧) ઉચિત પ્રવૃત્તિથી યુક્ત જીવનું જિનવચનાનુસારે થતું તત્ત્વચિંતન કે જે મૈત્રી વગેરે ભાવોથી સંયુક્ત હોય, તે ચિંતન અધ્યાત્મ કહેવાય. (ગાથા.૨) • મૈત્રી = બીજાના સુખની ઈચ્છા. તે ચાર પ્રકારે છે.
કરુણા = બીજાના દુઃખોને દૂર કરવાની ઈચ્છા. તેના ચાર પ્રકાર છે. મુદિતા = આનંદ. તેના ચાર ભેદ છે. મધ્યસ્થપણું = ઉપેક્ષા-ઉદાસીનતા. તે પણ ચાર પ્રકારે છે.
આ ચારે ભાવનાના અવાંતર ભેદો ઉત્તરોત્તર ચઢિયાતા છે. તેથી ચારેય ભાવના અધ્યાત્મમાં ઉપયોગી છે. મૈત્રી-ભાવના સુખી લોકો ઉપરના ઈષ્યભાવથી બચાવે છે. કરુણા-ભાવના દુ:ખી જીવોની ઉપેક્ષા કરવા નથી દેતી. પ્રમોદ ભાવનાથી સુકૃત કરનારના પુણ્ય ઉપર દ્વેષ નથી થતો. મધ્યસ્થતા પાપી જીવો ઉપર રાગ-દ્વેષ ઊભા થવા દેતી નથી. (ગાથા.૭) અધ્યાત્મથી પાપનો ક્ષય, સત્ત્વ, શીલ (= ચિત્તની સમાધિ) અને શાશ્વત જ્ઞાન પ્રાપ્ત થાય છે. અધ્યાત્મ જ મોહરૂપી ઝેરનો નાશ કરનાર અમૃત છે. (ગાથા.૮) • સ્થિર, અખંડ, એકવિષયક, પ્રશસ્ત બોધને ધ્યાન કહેવાય. તે ઉત્પાદ, વ્યય વગેરે સૂક્ષ્મ વિચારણાથી
યુક્ત હોય. ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, ભ્રાન્તિ, અન્યમુદ્, રોગ અને આસંગ- આ આઠ ભોગીના
મનના દોષો છોડવાથી યોગીનું ધ્યાન વૃદ્ધિ પામે છે. (ગાથા.૧૨) • ઈષ્ટ-અનિષ્ટ રૂપે કલ્પાયેલ વિષયોમાં વિવેકદષ્ટિથી તુલ્યતાબુદ્ધિ લાવવી તે સમતા કહેવાય. પરંતુ
એ.સી.માં રહીને સેન્ટ-પર્યુમ લગાવીને, ડનલોપની ગાદીમાં બેસીને, પાન-મસાલા ચાવતા ચાવતા, સ્વપ્રશંસા સાંભળીને કેળવેલી સમતાને મિથ્થા સમતા જાણવી. ધ્યાન વિના સમતા નથી અને સમતા વિના ધ્યાન નથી. બન્ને પરસ્પર પૂરક છે. (ગાથા.૨૨-૨૩) સ્વભાવથી જ નિતરંગ એવા પણ આત્મામાં કર્મવશ વિકલ્પ અને પરિસ્પદ સ્વરૂપ તરંગો ઉભા થાય છે. તે વૃત્તિ કહેવાય છે. તે ફરીથી ઉત્પન્ન ન થાય તે રીતે તેનો ત્યાગ કરવો તે વૃત્તિસંક્ષય કહેવાય. (ગાથા.૨૫) જૈન દર્શનમાં સમિતિ-ગુપ્તિથી ભિન્ન “યોગ' નામનો કોઈ પદાર્થ માન્ય નથી. એવું ગ્રંથકારશ્રી ભારપૂર્વક જણાવે છે. (ગાથા.૩૦) આ એક નોંધપાત્ર ઉલ્લેખ છે. આ રીતે યોગ અંગેનું ઉત્તમ વર્ણન ૧૮મી બત્રીસીમાં મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org