Book Title: Dwatrinshad Dwatrinshika Part 02 Author(s): Abhayshekharsuri Publisher: Divyadarshan Trust View full book textPage 5
________________ به به في ما ليه نت مب لب سی تی اس ای سه" અનેક વિષયોને આવરી લેતો મહોપાધ્યાય શ્રીમદ્વિજય યશોવિજયજી મ.સા.નો એક મહત્ત્વનો ગ્રન્થ એટલે દ્વાદિંશદ્ પ્રસ્તાવના દ્વાત્રિશિકા. તત્ત્વાર્થદીપિકા નામની સ્વોપજ્ઞવૃત્તિથી અલંકૃત * આ ગ્રન્થની પ્રથમ આઠ બત્રીશીઓનું ભાવાનુવાદ સાથે ( પ્રથમ ભાગ તરીકે પ્રકાશન વિ.સં. ૨૦૫૧ માં થયેલું. અચાન્ય સર્જન વગેરે અનેક કારણોએ આગળનું લખાણ બંધ થયેલું જે નિમિત્ત મળતાં જ પુન શરૂ કર્યું. જેમ જેમ લખાણ ચાલતું ગયું તેમ તેમ અનેક એવા રહસ્યાર્થો કે જે હાલ ઉપલબ્ધ ગ્રન્થોમાં કે આ ગ્રન્થના પૂર્વપ્રકાશિત વિવેચનોમાં જોવા મળતા નથી એવા રહસ્યાર્થી હુરતા ગયા. જેમકે ધર્મકથાના ચાર પ્રકાર કેમ બતાવ્યા છે ? વગેરે. તેથી મારો ઉત્સાહ વધતો ગયો. આ બીજા ભાગના લખાણ વખતે મારી સમક્ષ એક શબ્દશઃ વિવેચન તથા એક નયલતા સંસ્કૃતટીકા સહિતનું વિવેચન હતા. આમાંનું શબ્દશઃ વિવેચન કરનાર વિવેચકની પંડિત તરીકેની જે પ્રસિદ્ધિ છે એની સામે એમનું વિવેચન ઘણા પ્રશ્નો ખડા કરે છે. એમના યોગવિશિકાના શબ્દશઃ વિવેચનમાં પણ ઢગલાબંધ ગંભીર ક્ષતિઓ હતી જેમાંની મહત્ત્વની ઘણી ક્ષતિઓની સમીક્ષા મેં યોગવિંશિકાગ્રન્થના મારા વિવેચનમાં ટીપ્પણ તરીકે કરી છે. એ જ રીતે પ્રસ્તુત ગ્રન્થમાં પણ એમના વિવેચનમાં જોવા મળેલી કેટલીક ગંભીર ક્ષતિઓની સમીક્ષા કરી છે. મને એમની જે ક્ષતિઓ ભાસી છે એ ક્ષતિઓ જ છે એમાં મને કોઈ શંકા નથી. એ વિવેચનકાર પણ મધ્યસ્થભાવે શાંતચિત્તે વિચારશે તો જરૂર એમને પણ એ ક્ષતિઓ ક્ષતિ તરીકે ભાસશે. અર્થગંભીરગ્રન્થોના શબ્દશઃ વિવેચનોને ધડાધડ પ્રકાશિત કરી રહેલા એ વિવેચનકારને, એની પ્રકાશક સંસ્થાને તથા સકળ શ્રીસંઘને, આ વિવેચનકારના ક્ષયોપશમ, શક્તિ અને અધિકાર કેટલાં એની કંઈક કલ્પના આવે એ માટે આ સમીક્ષા કરવાની કડવી ફરજ બજાવવી પડી છે. સહુકોઈને સબુદ્ધિ મળો. સિદ્ધાન્ત મહોદધિ બ્રહ્મમૂર્તિ સ્વ. પૂ. આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. વર્ધમાનતપોનિધિ સ્વ. ભાવઆચાર્ય શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. કર્મસાહિત્ય નિષ્ણાત સહજાનંદી સ્વ. આચાર્ય શ્રીમદ્વિજય ધર્મજિતુસૂરીશ્વરજી મ.સા.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 314