Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• પ્રસ્તાવના ૦
17
ખૂબ જ શરમ આવે છે કે આ ગાળા દરમ્યાન પણ હું આ કાર્ય ન કરી શક્યો. કારણ કે મારી ઈચ્છા આ ગ્રંથને ખૂબ જ અવગાહીને પ્રસ્તાવના લખવાની હતી. પણ પેલા માઘકવિએ શિશુપાલ વધ જેવા કાવ્યમાં અમારા જેવાનું ભાગ્ય ભાખ્યું છે.
માઘ કહે છે – “ઢિ હત્યાય વિત્તીયન્ત દ્રરિદ્રાનાં મનોરથ'
દરિદ્ર લોકોના મનોરથ મનમાં પેદા થઈને તુરત જ મનમાં વિલીન થાય છે. આમ છતાં આ કાર્ય મનમાં હતું.
ઘાટકોપરના એક શ્રાવકને ત્યાં પગલા હતા. તેમના ઘરે આ પુસ્તક હતું. મારે કલાકબે કલાક રોકાવાનું હતું. પુસ્તક હાથમાં લીધું. અને મન એમાં ચોંટી ગયું. પહેલો જ શ્લોક મનમાં પ્રશ્ન કરી ગયો. આ ગ્રંથનો પહેલો શ્લોક છે.
“શ્રીગુરુ જીતવિજય મન ધરી, શ્રીનયવિજય સુગુરુ આદરી;
આતમ-અર્થિનઈ ઉપગાર, કરું દ્રવ્યઅનુયોગ વિચાર.” || ૧/૧ મોટે ભાગે પ્રથમ જ શ્લોકમાં ગ્રંથકારો ગ્રંથનું નામ સૂચવતા હોય છે. અંતિમ પ્રશસ્તિમાં પણ ગ્રંથનું નામ દોહરાવતા હોય છે. આ શ્લોકમાં આ ગ્રંથનું નામ દ્રવ્યઅનુયોગ વિચાર” એમ જ ફલિત થાય છે. હા, લેખકોએ પ્રશસ્તિમાં આને “દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' કહ્યો છે. પણ તે નામ પાછળથી રૂઢ થયું હોય તેવું લાગે છે.
પાંચમાં અંગસૂત્રનું નામ સ્પષ્ટ રીતે જ “વિવાહપન્નત્તિ એટલે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ છે. પણ તે ગ્રંથ ભગવતીસૂત્રના નામે જ પ્રસિદ્ધ થયો છે. આનું કારણ સમજાવતા પૂ. અભયદેવસૂરિ મ.સા. જણાવે છે કે ગ્રંથ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ હોવા છતાં તેની પૂજા ખૂબ જ થતી હોવાથી તે ભગવતી પણ કહેવાય છે.
જો કે ગ્રંથનું નામ ગમે તે હોય પણ મહત્ત્વ તો અંદરની વિગતોનું જ છે. ‘દ્રવ્યાનુયોગ વિચાર' કે જેમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનો વિચાર જેમ સમાઈ શકે છે, તેમ નયો અને પ્રમાણોનો વિચાર પણ સમાઈ શકે છે. કારણ તે વિષયનો સમવતાર દ્રવ્યાનુયોગમાં જાય છે. દ્રવ્યગુણ-પર્યાયના વિષયમાં નયોનો વિચાર ખૂબ જ મુશ્કેલીથી સમાવી શકાય. પ્રસ્તુત શાસ્ત્રમાં નયોના નિરૂપણને આત્માના પર્યાયરૂપે ગણવા પડે.
પ્રસ્તુત ગ્રંથનું સંપાદન ખૂબ જ ચીવટભરી રીતે થયું છે. નહીં તો ગુજરાતી ભાષાના ગ્રંથોના પાઠાંતર મેળવવાનો કોઈ પ્રયાસ કરે નહીં. મને લાગે છે કે પ્રસ્તુત ગ્રંથ માટે આ પહેલો જ પ્રયાસ છે. પાઠાંતરો મેળવવાની ઉપેક્ષા ઘણીવાર ખૂબ જ મોંઘી પડી જાય છે. પૂ. મુનિરાજ પુણ્યવિજયજી મ. અને પૂ. શ્રુતાચાર્ય મુનિરાજ જંબૂવિજયજી મ. ની આ અંગેની કાળજી પણ ખરેખર આશ્ચર્ય પમાડે તેવી છે.
પ્રસ્તુત વિશાળ સંપાદનમાં ગણિવર્યશ્રીએ બે ગ્રંથોનો સમાવેશ કર્યો છે. એક છે -